________________
૧૦૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૨૦૬ – યોગીઓ તો દ્રવ્યમનને પ્રત્યક્ષ જ જોવે છે. અર્વાચીનો-આપણા જેવા તો અનુમાનથી માને છે – “જેમકે જેના સિવાય જે ઉત્પન્ન ન થાય તેના દર્શનથી તે છે એમ માનવું.” જેમકે ફોડલો જોવાથી અગ્નિની બાળવાની શક્તિ, ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલસંઘાત્મક દ્રવ્યમનસિવાય જીવોનો ઇષ્ટ-અનિષ્ટવસ્તુ ચિંતનથી ઉપલબ્ધ થયેલો મુખ પ્રસન્નતાદેહદુર્બળતાદિ અનુગ્રહ કે ઉપઘાત ન થાય. તેથી તદન્યથા ઉપપત્તિથી દ્રવ્યમન પુદ્ગલરૂપ છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૨૦૭ – તો એ બંને ચિંતનીય વસ્તુ કૃત થશે ને?
ઉત્તર-૨૦૭ – ના, તો તો જલ-અગ્નિ-ઓદનાદિને વિચારવામાં પણ કુલેદ-દાહ-ભૂખ શાંતિ થવાની આપત્તિ આવશે. પણ એ થતું નથી.
પ્રશ્ન-૨૦૮ – “વિક્તવત્સ! તે નાત શરીરભ્રમ ' ઇત્યાદિ લોકોક્તિથી તો તે બંને ચિંતા જ્ઞાનથી થયેલા છે ને?
ઉત્તર-૨૦૮ – તે પણ યુક્ત નથી. ચિંતા જ્ઞાન તો અમૂર્ત છે, અમૂર્ત કર્તુત્વ માટે અયોગ્ય હોય છે. જેમકે, આકાશ એમ કહેવાથી કાંઈ અનુગ્રહ કે ઉપઘાત થતો નથી એટલે ચિન્તયા વત્સ !' એ લોકોક્તિ કહેવાય છે તે કારણશક્તિનું કાર્યમાં અધ્યારોપ કરવાથી ઔપચારિક છે. પ્રશ્ન-૨૦૯ – તો ખેદ વગેરે એનાથી ઉત્પન્ન થાય છે એમ માનશું?
ઉત્તર-૨૦૯ – આ ખેદ વગેરે વળી શું છે? શું તે જ મનોદ્રવ્યો છે કે ચિંતા જ્ઞાન છે? પ્રથમપક્ષમાં સિદ્ધસાધન દોષ અને બીજો પક્ષ તો – જવાબ આપેલો જ છે કે જ્ઞાન અમૂર્ત છે અમૂર્તિને કર્તુત્વ ઘટે નહિ એટલે એ બંને નિહેતુક નથી, નહિતો સર્વદા ભવન-અભવનનો પ્રસંગ આવે.
- "नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात् अपेक्षातो हि भावनां कादाचित्कत्वसंभवः ॥" એ કથન પ્રમાણે અન્ય હેતુની અપેક્ષા વિનાની વસ્તુ નિત્ય વિદ્યમાન હોય કે અવિદ્યમાન હોય છે. કારણ કે અપેક્ષાથી પદાર્થોને કદાચિત્કપણું હોય છે. અર્થાત્ અનુગ્રહ-ઉપઘાત નિહેતુક થતા હોય તો તેમનો નિરંતર ભાવ અથવા અભાવ જ હોય, કદાચ એમ કહેવામાં આવે કે – જીવાદિ નહિ પણ તે બંનેનો અન્ય કોઈપણ હેતુ છે તો તે પણ બરાબર નથી કારણ કે જીવાદિક તો સદાવસ્થિત હોવાથી સર્વદા તેના કાર્યભૂત અનુગ્રહ-ઉપઘાતનો પણ ભવના-ભવન પ્રસંગ આવી જાય. એમ બુદ્ધિમાન વાચક પોતાની બુદ્ધિથી જ અહીં સમાધાન વિચારે.