________________
૧૦૭
ગુજરાતી પ્રશ્નોત્તર ખાવાથી તેના પુદ્ગલોના અનુભાવથી પુષ્ટિ-હાનિ થાય છે તેમ દ્રવ્યમાન થકી પણ પુદ્ગલ ગુણથી પુષ્ટિ-હાનિ થાય છે એમાં શું દોષ છે? જેમ આહાર ઇનિષ્ટ પુગલમય હોવાથી તેના પ્રભાવે જીવ શરીરોની પુષ્ટિ-હાનિ થાય છે. તેમ દ્રવ્યમન પણ પુગલમય હોવાથી જો તેમની હાનિ-વૃદ્ધિ થાય તો એમાં વાંધો શું છે ? કે જેનાથી પુદ્ગલમય સમાન હોવા છતાં અહીં જ આપને તકલીફ થાય છે. “વિન્તયા વત્સ ! તે નાત શરીરમવું શમ્" રૂતિ ! પ્રશ્ન-૨૦૪ – તો પછી ચિંતાને જ કૃશતા આદિ ઉપઘાત જનક માનો ને?
ઉત્તર-૨૦૪ – ના, તે પણ દ્રવ્યમાન થી જ ઉત્પન્ન થાય છે નહિ તો ચિંતા પણ જ્ઞાનરૂપ થઈ જાય અને જ્ઞાન તો અમૂર્ત છે એટલે અમૂર્ત આકાશની જેમ એ પણ ઉપઘાતાદિમાં હેતુ વગરનું થઈ જાય અને અમે આગળ “નમણુપોવાયા વીવા પોનૅહિંતો" એવું કહેવાના જ છીએ.
સ્વાભિપ્રાય પરમાર્થ :દ્રવ્યમન શરીરમાંથી નીકળીને મેરૂ આદિ શેય અર્થને ગ્રહણ કરતું નથી કે તે શરીર માં રહેલું બળપૂર્વક પોતાની સમીપ ખેંચીને શેયને ગ્રહણ કરતું નથી આ નિયમ અમે હાથ ઊંચો કરીને કહીએ છીએ. મતલબ કે દ્રવ્યમાન પ્રાપ્યકારી થતું નથી. પ્રતિવાદી જે ઉપઘાત-અનુગ્રહને મનના છે એમ માને છે તે તેના નથી જ એવો અહીં નિયમ કરાય છે.
તે દ્રવ્યમન જાતે જ શુભ-અશુભ કર્મવશ ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલ સંઘાતથી ઘટિત હોવાથી માનનારનો અનુગ્રહ-ઉપઘાત કરે એમાં શું દોષ છે? અમે તેનો નિષેધ કરતા નથી, કારણકે અમે તો માત્ર શેયકૃત અનુગ્રહ-ઉપઘાત દ્રવ્યમનનો છે એ વાતોનો નિષેધ કરીએ છીએ.
પ્રશ્ન-૨૦૫ – તો પછી જીવના પણ તે બંને દ્રવ્યમન દ્વારા કરેલા છે તો એનો કેમ નિષેધ નથી કરતા?
ઉત્તર-૨૦૫ – જીવોના ઉપઘાત અને અનુગ્રહ પુદ્ગલોથી થાય છે તે બરાબર જ છે. કારણ કે ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ ઉપભોગાદિમાં તેવું દેખાવાથી આ અર્થનો નિષેધ કરવો શક્ય નથી થતો.
પ્રશ્ન-૨૦૬ – શબ્દાદિઓ ઈષ્ટનિષ્ટપુદ્ગલાત્મક છે એવું પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. પણ આ દ્રવ્યમન માટે તમે જે ઘોષણા કરો છો કે એ ઈષ્ટાનિષ્ટ પુદ્ગલમય છે એવી અમે કેવી રીતે શ્રદ્ધા કરીએ?