________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૮૫ મુખના સંયોગે જ ભોજનક્રિયા વિષયક મતિ ઉત્પન્ન થાય છે. અને માથુ હલાવવાથી પ્રવૃત્તિનિવૃત્તિ વિષયક મતિ થાય છે. એ રીતે આ ચેષ્ટાઓ પણ પરપ્રત્યયિકા તો છે જ એટલે આ મતિ-શ્રુતમાં ભેદ નથી કારણકે આ બંને સ્વરૂપથી વિજ્ઞાનાત્મા દ્વારા પરપ્રબોધક નથી વિજ્ઞાન મુક હોવાથી તેમાં અવધિજ્ઞાનવત્ પરપ્રબોધકપણાની યોગ્યતા નથી. હવે શ્રતનું જે શબ્દાદિ કારણ છે તે પરબોધક છે એટલું જ મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન વિશેષ થાય છે એ બરાબર નથી આ તો મતિજ્ઞાનમાં પણ સમાન છે જેમકે કરચેષ્ટાદિ. આ પૂર્વોક્ત તે તે કરણોને લઈ આ બંનેમાં કોઈ વિશેષતા જણાતી નથી તો મૂક-મુખર ભેદથી આ બંનેમાં ભેદ છે એમ શાથી કહો છો ?
ઉત્તર-૧૫૪ – પુસ્તકમાં લખેલા અક્ષરસ્વરૂપ જે દ્રવ્યશ્રત છે તે શ્રુતજ્ઞાનનું જ કારણ છે મતિનું નહિ આ દ્રવ્યહ્યુત શ્રુતજ્ઞાન પ્રતિ અસાધારણ કારણ હોઈ પરપ્રબોધક થાય છે. તે રીતે કરાદિ ચેષ્ટા ન થાય કારણકે એ તો બંનેનું કારણ હોઈ સાધારણ કારણ છે. આમ કારણનું પરપ્રબોધક હોઈ શ્રુતજ્ઞાન પરપ્રબોધક તરીકે ઘટે છે. કરાદિ ચેષ્ટા મતિજ્ઞાનનું અસાધારણ કારણ નથી. શ્રુતજ્ઞાનના હેતુભૂત હોવા છતા દેખાતી એવી કરાદિ ચેષ્ટામાં તવિષયા અવગ્રહાદિ ઉત્પન્ન થતા નથી. પરંતુ “આ જમવા ઇચ્છે છે' એવું શ્રુતાનુસારિ વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. એથી અસાધારણકારણાભાવે કરાદિચેષ્ટા વાસ્તવિક રીતે મતિ જ્ઞાનનું કારણ જ સંભવતી નથી. એથી એમાં અંતર્ભત થતી નથી. એટલે મતિજ્ઞાન પરપ્રબોધક બનતું નથી. “અથવા” પુસ્તકમાં લખેલા ગ્રંથના અક્ષર રૂપ કે ગુરૂ ઉપદેશ રૂપ દ્રવ્યશ્રુત પરપ્રબોધક થાય છે. કેમકે, મોક્ષ પ્રતિ અનન્ય સાધારણ કારણ એવા ક્ષાયિક જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વસ્તુસંગ્રહનું કારણ છે. તેથી તેના દ્વારથી શ્રુતજ્ઞાન પણ પરપ્રબોધક ઘટે છે. જો કે કરાદિ ચેષ્ટા તો મતિજ્ઞાનનું કારણ છે તો પણ યથોક્ત વિશિષ્ટ પરપ્રબોધ તેમાં પ્રાય: સંભવતો નથી. એટલે ચેષ્ટાઓના વિશિષ્ટ પરપ્રબોધના અભાવે તે મતિજ્ઞાન પણ પરપ્રબોધક બનતું નથી.
અથવા” ભલે ને મતિજ્ઞાનનું કારણ કરાદિ ચેષ્ટા થાય તો પણ તે દ્રવ્યમતિ તરીકે ક્યાંય રૂઢ નથી અને દ્રવ્યશ્રુતતો સર્વત્ર પ્રચલિત છે તેથી જો કરાદિ ચેષ્ટા મતિજ્ઞાનનું કારણ અને પરપ્રબોધિકા હોય તો પણ દ્રવ્યમતિ તરીકે રૂઢ ન હોવાથી કારણમાં કાર્યનાં ઉપચારથી મતિ તરીકે તેનો વ્યવહાર થતો નથી, એથી તે મતિજ્ઞાનથી અલગ હોવાથી તે દ્વારથી તે પરપ્રબોધક નથી, દ્રવ્યશ્રુત તો કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાન તરીકે પ્રરૂપિત છે એટલે પરપ્રબોધક બને જ છે. એટલે મૂક મુખર ભેદથી મતિશ્રુતનો ભેદ યુક્ત છે. આ રીતે કરાદિ ચેષ્ટા એ મતિજ્ઞાનનું કારણ છે એમ સ્વીકારીને કહ્યું પરંતુ તે મતિનું કારણ જ બનતી