________________
ગુજરાતી પ્રશ્નોત્તર જેની ક્રિયા પૂર્વે થઈ ગઈ છે એવા કર્મમાં તેને સાધવા માટે પ્રવર્તમાન સાધન શોભારૂપ નથી કારણ એમાં તો કાપેલા લાકડાને ફરી કાપવા રૂપ અતિવ્યાપ્તિ આવે છે. અને પૂર્વ-ઉત્તરકાલ ભાવી બે જ્ઞાનથી ગૃહીત એવી વસ્તુમાં પ્રવર્તતી સ્મૃતિ પણ પ્રમાણરૂપ ક્યાંથી થાય? અને એમ પણ તમારે ન કહેવું કે પૂર્વ-ઉત્તર બે દર્શનથી ન જાણેલી એ વસ્તુની એકતા ને ગ્રહણ કરવાથી એ સ્મૃતિ પ્રમાણ છે જેમકે, પૂર્વકાળે જોયેલો તાજમહાલ વર્તમાન કાળમાં જોવાથી એમ ઉપસ્થિત થાય છે “આ એ જ છે જે પૂર્વે જોયેલાં. કારણકે, પૂર્વ-ઉત્તર કાળે જોયેલી વસ્તુ કાલાદિભેદથી ભિન્ન છે એટલે એ ભિન્ન વસ્તુમાં એકત્વ પણ અસિદ્ધ થઈ જાય છે. અને વાસના વળી કેવી ? જો કહો કે સંસ્કાર રૂપી વાસના છે, તો આ સંસ્કાર કેવો ? સ્મૃતિના જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અથવા સ્મૃતિજ્ઞાનજનનશક્તિ છે અથવા તે વસ્તુનો વિકલ્પ છે. આમ ત્રણ ગતિ છે. ત્યાં પ્રથમ બે પક્ષ અયુક્ત છે, કારણ કે એમાં જ્ઞાનરૂપતાભાવ છે અને અહીં જ્ઞાનના ભેદોની વિચારણા પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ યોગ્ય નથી વાસના તો સંખ્યા-સંખ્ય કાળ પણ ઇષ્ટ છે એટલો કાળ તે વસ્તુનો વિકલ્પ કરવો અયોગ્ય છે. આ રીતે કહેલા ત્રણે પ્રકારે ધારણા ઘટતી નથી એટલે મતિનો ચોથો ભેદ બરાબર નથી.
ઉત્તર-૧૬૧ - તમે ગૃહીતગ્રાહી હોવાથી જે અવિશ્રુતિને અપ્રમાણ કહો છો તે બરાબર નથી તમારો હેતુ-ગૃહીતગ્રાહી જ અહીં અસિદ્ધ છે. કારણકે, અન્યકાળ વિશિષ્ટ વસ્તુ પ્રથમપ્રવૃત્ત અપાયથી ગ્રહણ થાય છે. અને અપરકાળ વિશિષ્ટ વસ્તુ બીજી વાર પ્રવૃત્ત અપાયથી ગ્રહણ થાય છે અને બીજું સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટતમ વગેરે ભિન્ન ધર્મક વાસનાજનક હોવાથી પણ અવિશ્રુતિ માં પ્રવૃત્ત દ્વિતીયાદિ અપાયવિષયક વસ્તુ ભિન્ન ધર્મક જ છે. આમ હોવાથી અવિશ્રુતિ ગૃહીતગ્રાહી કઈ રીતે થાય? એ તો બીજી વારે ભિન્ન ધર્મક વસ્તુ ને જ ગ્રહણ કરે છે અને સ્મૃતિ પણ પૂર્વ-ઉત્તર બે દર્શનથી ન જાણેલું વસ્તુનું એન્દ્ર ગ્રહણ કરે છે તેથી ગૃહીતગ્રાહી નથી. અને કાળાદિભેદથી ભિન્ન વસ્તુ એક ન હોય એવું ન કહેવું કેમકે કાલાદિભેદથી ભિન્ન હોવા છતાં સત્ત્વ-પ્રમેયત્વ-સંસ્થાનરૂપ આદિ ભેદોથી તો એક જ છે ને. વાસના પણ સ્મૃતિ-જ્ઞાનાવરણ ક્ષયોપશમરૂપ અને તદ્વિજ્ઞાનજનનશક્તિરૂપ અમે માનીએ છીએ અને જોકે તે સ્વયં જ્ઞાનરૂપ નથી છતાં પૂર્વપ્રવૃત્તઅવિશ્રુતિલક્ષણજ્ઞાનનું કાર્ય છે. એટલે કાર્યમાં કારણના ઉપચારથી જ્ઞાનરૂપ છે. ઉત્તરકાળ ભાવિ સ્મૃતિ રૂપ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી જ્ઞાનરૂપ છે. તદ્ધસ્તુ વિકલ્પપક્ષ તો અમે માનતા જ નથી. તેથી અવિશ્રુતિ-સ્મૃતિ-વાસનારૂપ ધારણા સિદ્ધ હોવાથી મતિ ત્રણ પ્રકારની નહિ પણ ચાર પ્રકારની છે એ સ્થિત થાય છે. અમે સિદ્ધ કરેલી ધારણાને માનતા તમારે મતિજ્ઞાનના પાંચ ભેદો માનવા પડે કેમકે એક અપાયના પણ તમે બે ભેદ માનવાથી ચાર તો પહેલેથી જ માન્યા છે પાંચમો મારો કહેલો ધારણાલક્ષણ ભેદ માનવાની આપત્તિ આવે. અને જો તમે