________________
૧૦૧
ગુજરાતી પ્રશ્નોત્તર થાય પણ છે આ અભિપ્રાયથી તે બંને ફરીથી જણાય છે એમાં ભૂલવા જેવું કાંઈ નથી અને જો ચક્ષુ વિષયને પામ્યા સિવાય વિષયને જાણતી નથી એવો નિયમ કરીએ તો અગ્નિ-વિષસમુદ્ર-કાંટા-તલવાર-કરવત-સૌવીરાંજન-વગેરેને જોવામાં ચક્ષુને દાહ-ફોડા-ભેજ-પાટનનીરોગતા આદિ લક્ષણ ઉપઘાત-અનુગ્રહનો પ્રસંગ આવે. કારણકે સમાન પ્રાપ્તિમાં ય સૂર્યના કિરણાદિથી તેને દાતાદિ થતા નથી. તેથી એવું તારણ મળે છે કે વિષયને અપ્રાપ્ત કર્યા વિના જ ચક્ષુ જોવે છે કારણ કે મનની જેમ તે ચક્ષુપણ અંજન-દહનાદિકૃત અનુગ્રહઉપઘાતથી શૂન્ય છે વિષયને જાણ્યા પછી તો પાછળથી પ્રાપ્ત થયેલા કોઇપણ ઉપઘાતક કે અનુગ્રાહક મૂર્તિમાન દ્રવ્યથી તેના ઉપઘાત-અનુગ્રહ નો નિષેધ નથી. જેમ વિષ-શર્કરા ખાવાથી મનના પણ મૂર્છા-સ્વાથ્ય વગેરે ઉપઘાત-અનુગ્રહ થાય છે.
પ્રશ્ન-૧૮૭ – ચક્ષુમાંથી ચક્ષુસંબંધી કિરણો નીકળીને અને સૂર્યકિરણોની જેમ વસ્તુને પ્રાપ્ત કરીને પ્રકાશે છે એ ચક્ષની પ્રાપ્યકારિતા કહેવાય છે. સૂક્ષ્મ અને તૈજસ્ હોવાથી તેમનો વતિ આદિથી દાહ આદિ થતો નથી. સૂર્યકિરણોમાં પણ તેમજ દેખાય છે. એમ માનવામાં આવે તો શું વાંધો છે?
ઉત્તર-૧૮૭ – એકદમ ખોટી વાત છે, તે કથન પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ થતું નથી એટલે એમાં શ્રદ્ધા બેસતી નથી તેવાઓનું પણ અસ્તિત્વ માનો તો અતિવ્યાપ્તિ થઈ જાય.
પ્રશ્ન-૧૮૮ – જો ચક્ષુના કિરણો નીકળીને વિષય પ્રાપ્ત કરીને વસ્તુને પ્રકાશે નહિ તો વસ્તુનું જ્ઞાન થાય જ નહિ એવું માનો ને?
ઉત્તર-૧૮૮ – ના, કિરણો વિના પણ તેમના-વસ્તુના જ્ઞાનની ઉપપત્તિનો પ્રસંગ આવે, કેમકે મનના તો કિરણો નથી અને અપ્રાપ્ત વસ્તુને એ જાણતું નથી એમ પણ નથી કેમકે, કહેવાતી યુક્તિથી તેની પરિસ્થિત્તિ સિદ્ધ છે સૂર્યકિરણોના ઉદાહરણ માત્રથી અચેતન એવા ચાક્ષુસ કિરણોનો પરિચ્છેદ યુક્ત નથી, જો એમ હોય તો નખ-દાંત-ભાલ-તલ આદિમાં રહેલ શરીરરશ્મિઓ પણ સ્પર્શ વિષય વસ્તુઓનો પરિચ્છેદ કરે એવી અતિવ્યાપ્તિ આવવાના કારણે તમારી વાત બરાબર બંધ બેસતી નથી.
પ્રશ્ન-૧૮૯ – તો ચક્ષુ પ્રાપ્ત વિષયને જ ગ્રહણ કરે છે એમ માનો?
ઉત્તર-૧૮૯- ના, એમ કહેવામાં તો ચક્ષ સાથે સંબદ્ધ એવા અંજન-મેલ-રજ વગેરેને પણ તે જોઈ શકે, પણ ચક્ષુ તેને જોઈ શકતી નથી તે કારણે પણ તે અપ્રાપ્યકારી છે.
હેતુ - ૨ અન્ય વસ્તુથી ચક્ષુની અપ્રાપ્યકારિતા..