________________
૧૦૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જાય છે. કેમકે-જલ-ઘી-નીલવસ્ત્ર-વનસ્પતિ ચંદ્રમંડલ આદિ જોવાથી નયનને પરમાશ્વાસનરૂપ અનુગ્રહ થાય છે – સૂર્ય-શ્વેતભીંત આદિ જોવાથી આંખમાંથી પાણી ટપકાવાદિ રૂપ ઉપઘાત દેખાય છે. એથી, “નમણુNહાફ સુuri' એવું કઈ રીતે કહો છો?
ઉત્તર-૧૮૪ – અમારા અભિપ્રાયને ન જાણતો વિરોધિ અપ્રસ્તુત બોલે છે. અમે એવું તો કહેતા નથી ને કે ચક્ષુનો કોઈપણ વસ્તુથી ક્યારેય સર્વથા જ અનુગ્રહ ઉપઘાત થતો નથી. તેથી સૂર્યકિરણાદિ દાહ્યાત્મક ઉપઘાત વસ્તુને જાણ્યા પછી લાંબો સમય જોતાં ગ્રાહકની ચક્ષુ પ્રાપ્યને લઈને સ્પર્શનેન્દ્રિયની જેમ બળે છે. એટલાથી અપ્રાપ્યકારી ચક્ષુવાદી એવા અમને કોઈ દોષ નથી, દષ્ટનો બાધ અશક્ય છે. તથા જે સ્વરૂપથી જ સૌમ્ય શીતલ કે શીતરશ્મિ છે જેમકે જલ-ઘી-ચંદ્ર વગેરે વસ્તુ, તે લાંબો સમય જોતાં ઉપઘાતના અભાવે ચક્ષુ ઉપર થતો અનુગ્રહજ માનો એમાં પણ કોઈ દોષ નથી.
પ્રશ્ન-૧૮૫ – જો ઉક્ત ન્યાયથી ઉપઘાતક-અનુગ્રાહક વસ્તુથી પણ ચક્ષુનો ઉપઘાતઅનુગ્રહનો અભાવ તમે કહેતા નથી, તો તમે જે કહેવા માંગો છો તે કહો કે ચક્ષુ અપ્રાપ્યકારી કઈ રીતે થાય?
ઉત્તર-૧૮૫– પ્રાપ્યકારિતા માટે એવો નિયમ છે કે – (સૂર્યમંડળાદિથી વ્યાપ્તપ્રદેશરૂપ) રૂપના દેશ પાસે જઈને તેને લપેટાઈને ચક્ષુ જોતી નથી. અન્ય સાંભળેલું ન હોવાથી “રૂપ’ કહ્યું છે. અથવા સ્વયં અન્યસ્થાનેથી આવીને ચક્ષુદેશને પ્રાપ્ત થયેલ રૂપને ચક્ષુ જોતી નથી પરંતુ અપ્રાપ્ત યોગ્યદેશમાં રહેલા વિષયને જ તે જુવે છે.
પ્રશ્ન-૧૮૬ – આ નિયમથી ચક્ષુ અપ્રાપ્યકારિ દેખાય છે. માત્ર દેખવાથી જ હેતુના ઉપન્યાસ વિના સમીહિતવસ્તુ સિદ્ધિ થતી નથી, એથી કોઈ વ્યાભિચારી હેતુ જણાવવો જોઇએ “અનુગ્રહાદિશૂન્ય” આ પૂર્વગાથાના ભાગથી જો વિષયરૂપ કરેલ અનુગ્રહ-ઉપઘાત શૂન્યત્વલક્ષણ એ હતુ કહ્યો હોય તો અહો! જરાથી જીર્ણથયેલા સૂરીની વિસ્મરણ શીલતા કે જે ઉક્ત હેતુથી ચક્ષુના અનુગ્રહ-ઉપઘાતનો નિષેધ કરે છે અને ‘૩ને પવિાં વિરૂધ્ધ રિલur a' થી ફરીથી તે બંનેને માને છે એથી અમને તમારી આ વચનક્રમની સમજ નથી પડતી કે તમે કહેવા શું માંગો છો?
ઉત્તર-૧૮૬ – એવું નથી, તમે અમારી વાત સમજયા નથી, કારણકે પહેલેથી જ વિષય પરિછેદ માત્ર કાળે અનુગ્રહ ઉપઘાત શૂન્યતાને અમે હેતુ તરીકે કરી છે, પાછળથી તો ચિરકાળ સુધી જોનાર એવા પ્રાપ્ત થયેલ રવિકિરણ અથવા ચંદ્ર મરીચિ-નીલવગેરેથી (મૂર્તિમાન) એવા કોઈપણ ઉપઘાતક કે અનુગ્રાહક વિષયથી સ્વભાવે જ ઉપઘાત-અનુગ્રહ