________________
૧૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૯૫ – તો તો આ તમારી પ્રગટ ઈશ્વરચેષ્ટા થઈ અને આ વિમર્શમાં ઈશ્વરને લાવવો જરાય ઉચિત નથી. આદિ-શબ્દથી સર્વગત આત્માના બીજા પણ ઘણા દુષણ ઉપસ્થિત થાય છે. જેમકે અંગુઠામાં દહન-દાતાદિ વેદના થઈ તે મસ્તકાદિમાં પણ અનુભવાય છે તેમ સર્વત્ર અનુભવાશે પણ સર્વત્ર એનો અનુભવ તો થતો નથી. આ અનુભવાભાવથી ન અનુભવાતા એવા ભાવોને ભાવ તરીકે માનવામાં આવે અર્થાત્ આત્માનો સર્વસ્થાને ભાવ માનવામાં આવે તો અતિવ્યાપ્તિ આવશે જ અને બીજું આત્મા જો સર્વગત હોય તો અલગ-અલગ દેશમાં રહેલ માળા-ચંદન-સ્ત્રીઆદિ ના સ્પર્શથી નિરંતર સુખ અને આગશસ્ત્ર-જલાદિના સંપર્કથી નિરંતર દાહ, ઘા, ક્લેદન આદિ દુઃખની આપત્તિ આવશે અર્થાત્ સર્વત્ર સુખ-દુઃખનો અનુભવ એક સાથે જ થવા માંડશે. અને મોટી આપત્તિ આવી પડશે.
પ્રશ્ન-૧૯૬ – તો પછી જ્યાં શરીર છે ત્યાં જ આ બધું થાય છે અન્યત્ર થતું નથી એમ અમે કહીશું?
ઉત્તર-૧૯૬ – કઈ રીતે ? પ્રશ્ન-૧૯૭ – ભાઈ, એવી જ તો આજ્ઞા છે ને?
ઉત્તર-૧૯૭ – એમ નહી કહી શકાય, કારણ તેનો તો અહીં વિષય જ નથી. તે ઈહાનો વિષય છે.
પ્રશ્ન-૧૯૮ – સહકારી ભાવથી આત્માને શરીરની અપેક્ષા છે એમ માનીએ તો શું વાંધો છે?
ઉત્તર-૧૯૮ – ના, નિત્યને સહકારની અપેક્ષા હોતી નથી - જેમકે, અપેક્ષ્યમાણ સહકારીથી તેના દ્વારા કાંઈ વિશેષ ઉપકાર કરાય છે કે નહિ? જો કરાય તો તે ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન કહો તો તેનું કાંઈ કરેલું જ ન થાય, જો અભિન્ન કરે છે એમ માનો તો તેના કરણમાં તેનાથી સહકારીથી અતિરિક્ત આત્માનો પણ તેના કરણનો પ્રસંગ આવશે, અને કૃત એ તો અનિત્ય છે તેથી આત્મા પણ અનિત્ય થઈ જશે. એટલે આવો દોષ ન આવે એના માટે “ર યિતે” અર્થાત્ અપેક્ષ્યમાણ સહકારી નિત્ય પદાર્થને કાંઈ વિશેષ ઉપકાર નથી કરતો એમ સ્વીકારાય છે. તેથી તે (શરીર) આત્માનું સહકારી થતું નથી. વિશેષ કરણ ન હોવાથી, હવે જો વિશેષ ન કરતું એવું પણ શરીર સહકારી માનો તો આખી દુનિયા સહકારી બની જશે, કારણ કે, તે કાંઈ વિશેષ ઉપકાર નથી કરતું એટલે શરીર માત્રની અપેક્ષા રાખવી ફોગટ છે. તેથી શરીરમાત્રવૃત્તિ જ આત્મા છે સર્વગત નથી, એટલે તેનાથી અભિન્ન ભાવમન શરીરથી બહાર નીકળતું નથી એવો નિષ્કર્ષ આવે છે.