________________
ગુજરાતી પ્રશ્નોત્તર
અન્ય હેતુથી ગતિક્રિયાતત્વની સિદ્ધિ -
અન્યસ્થળેથી આવીને પોતાની સાથે સંબદ્ધ એવા શબ્દ-ગંધ લક્ષણ અર્થને શ્રોત્ર-પ્રાણ ગ્રહણ કરે છે એનાથી શબ્દ-ગંધની આગમન ક્રિયા જણા છે.
—
• પ્રાપ્ત જ કઇ રીતે ગ્રહણ કરે ?
૯૯
પ્રશ્ન-૧૮૧
ઉત્તર-૧૮૧ – ઉપઘાત-અનુગ્રહની ઉપલબ્ધિથી જેમકે ભેરી આદિનો મહાશબ્દ પ્રવેશતા શ્રોત્રને બધિરતારૂપ ઉપઘાત જણાય છે, અને કોમલ શબ્દના ગ્રહણમાં અનુગ્રહ થતો જણાય છે, પ્રાણને પણ અશુચિ આદિ ગંધના પ્રવેશથી પૂતિરોગ - આર્શે વ્યાધિરૂપ (મસા વગેરે) ઉપઘાત જણાય છે અને કપૂરાદિ ગંધના પ્રવેશથી અનુગ્રહ જણાય છે.
પ્રશ્ન-૧૮૨ – એમ તો શબ્દ-ગંધના સંબંધ વિના પણ આ બંનેને અનુગ્રહ ઉપઘાત થશે ?
ઉત્તર-૧૮૨ – અસંબદ્ધ શબ્દ ગંધ લક્ષણ વસ્તુમાં, બધિરતા અને પૂતિ (નાશાકોપરૂપ રોગવિશેષ) આદિ શેષ ઉપઘાત-અનુગ્રહો તે બંનેને કઇ રીતે ઘટી શકે ? શ્રોત્ર-પ્રાણ સાથે સંબદ્ધ જ શબ્દ અને ગંધો સ્વકાર્યભૂત બધિરતાદિ ઉપઘાત-અનુગ્રહને ઉત્પન્ન કરવા સમર્થ છે એ સિવાય નહિ જો એમ થાય તો બધાની ય તેને (અનુગ્રહ-ઉપઘાત) ઉત્પન્ન કરવાની પ્રાપ્તિની અતિવ્યાપ્તિ આવે.
-
આ રીતે, સ્પર્શ-રસ-પ્રાણ-શ્રોત્રની પ્રાપ્યકારિતા સિદ્ધ થઈ. હવે, મન-નયનની અપ્રાપ્યકારિતા બતાવે છે.
लोचनम् अप्राप्तविषयं ग्राह्यवस्तुकृतानुग्रहो - पघातशून्यत्वात्, मनोवत् ।
જો આંખ ગ્રાહ્ય વસ્તુ સાથે સંબંધ પામીને તેને જાણતી હોય તો અગ્નિ આદિના દર્શને સ્પર્શની જેમ દાહ આદિ ઉપઘાત અને કોમલ ગાદી આદિ જોતાં અનુગ્રહ થાય. પણ એવું તો થતું નથી તેથી લોચન અપ્રાપ્યકારી છે.
પ્રશ્ન-૧૮૩ – અત્યારે તો મન પોતે અપ્રાપ્યકારિપણાથી અસિદ્ધ છે તો તેનો દૃષ્ટાંતથી ઉપન્યાસ કઇ રીતે કરશો ?
-
ઉત્તર-૧૮૩ – સાચું છે, પરંતુ યુક્તિથી તે ત્યાં સિદ્ધ છે એ અમે આગળ જણાવવાના છીએ એમ વિચારીને તેને અહીં દૃષ્ટાંત તરીકે બતાવ્યું છે એટલે દોષ નથી.
-
પ્રશ્ન-૧૮૪
પાણીને જોતાં લોચનનો અનુગ્રહ જણાય છે અને સૂર્યાદિને જોતાં ઉપઘાત જણાય છે એટલે ‘અનુગ્રહાદિશૂન્યત્વાત્’ એવો તમારો જે હેતુ છે તે જ અસિદ્ધ થઇ