________________
ગુજરાતી પ્રશ્નોત્તર
સમુદિત થયેલા સમયોમાં જ્ઞાન છે એક ચરમ સમયમાં નહિ. તેથી અર્થાવગ્રહના સમયથી પૂર્વ સમયોમાં તે જ જ્ઞાન અત્યંત અસ્પષ્ટ હોય છે તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. અને ચરમ સમયે તે જ સ્પષ્ટ અવસ્થા પામેલું અર્થાવગ્રહ કહેવાય છે. એથી જોકે સુપ્ત-મત્ત-મૂચ્છિતાદિ જ્ઞાનની જેમ વ્યક્ત-વ્યંજનાવગ્રહજ્ઞાનસાધક લિંગ તરીકે બનતું નથી તો પણ યથોક્ત યુક્તિથી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન સિદ્ધ થાય છે.
વ્યંજનાવગ્રહ ના ભેદોઃ
આંખ અને મન વિના શેષ ચાર ઇન્દ્રિયોના ભેદથી ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ થાય છે. વિષય અને ઈન્દ્રિયનો પરસ્પર પ્રથમ સંબંધ માત્ર જ વ્યંજનાવગ્રહનો વિષય બને છે, વિષય સાથેનો સંબંધ સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ થાય છે. પણ ચક્ષુ અને મનમાં તે સંબંધ થતો નથી. ચક્ષુ અને મન એ બે સિવાય સ્પર્શનેન્દ્રિય આદિ ચારના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે.
પ્રશ્ન-૧૭૫ – બધી ઇન્દ્રિયો તો સરખી જ છે તો આ મુખપરીક્ષિકા કેવી કે ચાર સ્પર્શન આદિ ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ મનાય છે બીજે નથી મનાતો ?
ઉત્તર-૧૭૫ – સ્પર્શનાદિ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. આંખ અને મન તેવા પ્રાપ્યકારી નથી તેથી એ ચાર ઇન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે એમાં વળી મુખ પરીક્ષિકા શેની? ત્યાં ઈન્દ્રિય અને વિષયના સંબંધ દ્વારા પ્રાપ્ત થયેલ એવી વિષયભૂત શબ્દાદિક વસ્તુને પ્રાપ્ત કરે છે (સંશ્લેષ દ્વારથી) એટલે પ્રાપ્તકારી કહેવાય છે.
પ્રશ્ન-૧૭૬ – તો આ ચાર જ કેમ પ્રાપ્યકારી?
ઉત્તર-૧૭૬ –આ ચાર માં જ ઉપઘાત અને અનુગ્રહ દેખાવાથી. જેમકે, કર્કશકંબલનો સ્પર્શ, ત્રિકટુ આદિ નો સ્વાદ અશુચિ આદિના સુંઘવામાં, ભેરી આદિ સાંભળવામાં ત્વચાના છોલાવા આદિમા ઉપઘાત દેખાવાથી, ચંદન-સ્ત્રી-હંસતુલાદિના સ્પર્શમાં, દુધસાકરાદિના સ્વાદમાં, કપૂર આદિ સૂંઘવામાં, કોમળ શબ્દ સાંભળવામાં શીતલતા આદિના સ્પર્શમાં અનુગ્રહ દેખાય છે અને આંખનો તો તીર્ણ કરવત-ભાલા આદિ જોવાથી પણ ફાટવા આદિ ઉપઘાત દેખાતો નથી કે ચંદન-અગરૂ આદિ ધૂપ જોવાથી શીતલતા આદિનો અનુગ્રહ અનુભવાતો નથી. અને મનનો તો અગ્નિ આદિના વિચારમાં પણ દાહ આદિ ઉપઘાત કે જલ-ચંદનના વિચારથી શીતલતાનો કે તરસ છીપવવાનો અનુગ્રહ સંભવતો નથી. તેથી, એ અંતિમ બંને અપ્રાપ્યકારી છે.
ભાગ-૧/૮