________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૮૯
અપાય-ધારણામાં વિપ્રતિપત્તિ :
કેટલાક વ્યુત્પત્તિ અર્થથી ભ્રમિત મનવાળા ભૂત-વિદ્યમાન સ્થાણુઆદિથી અન્ય જે ત્યાં અવિદ્યમાન પુરુષાદિ વિશેષોનો સદ્ભૂત અર્થમાં નિષેધ-અપનયન માત્ર જણાય છે તે ‘અપાય’. અને સદ્ભૂતાર્થવિશેષ - ત્યાં વિદ્યમાન સ્થાણુ આદિ અર્થ વિશેષનું ‘આ સ્થાણુ જ છે' એવું જે અવધારણ - સદ્ભૂતાર્થવિશેષાવધારણ કરવું તે ‘ધારણા' છે એમ કહે છે તેમના આ મતમાં દોષ આવે છે.
-
વિવક્ષિત પ્રદેશમાં વિદ્યમાન સ્થાણુ આદિમાં કોઇને તદન્ય એવા પુરુષાદિના વ્યતિરેક માત્રથી અવગમન થાય છે તેથી સ્થાણુથી જે અન્ય પુરુષાદિ અર્થ છે તેનો વ્યતિરેકમાત્ર હોવાથી સ્થાણુ આદિ અર્થ નિશ્ચય થાય છે કારણ કે અહીં શિરકંડુયનાદિ ધર્મો દેખાતા નથી. કોઇને સમુદ્ભૂત - સ્થાણુઆદિઅર્થના સમન્વય અન્વયધર્મઘટનથી અર્થમાં નિશ્ચય થાય છે. જેમકે, વલ્લી ઉત્ત્પણાદિ ધર્મો દેખાવાથી આ સ્થાણુ જ છે કોઈને ઉભય-અન્વયવ્યતિરેક બંનેથી અવગમન થાય છે. જેમકે, શિરકંડુ આદિ પુરુષધર્મો જણાતા નથી અને વલ્લી ઉત્સર્પણાદિ સ્થાણુધર્મો દેખાય છે તેથી એ સ્થાણુ જ છે. આમ અન્વય, વ્યતિરેક અથવા ઉભયથી નિશ્ચય થતાં કોઇ દોષ નથી, તમારી વાતમાં તો દોષ આવશે. જે આગળ કહીશું.
જે વ્યતિરેક, અન્વય કે ઉભયથી ભૂતાર્થવિશેષાવધારણ કરનારનો જે અધ્યવસાય છે તે બધો અપાય છે, પ્રસ્તુત સ્થાણુ વગેરેમાં વસ્તુનિશ્ચય છે, નહિ કે સદ્ભૂતાર્થવિશેષાવધા૨ણ રૂપ ‘ધારણા’. એટલે દોષ નથી.
પ્રશ્ન-૧૫૯
જેમ અમે કહ્યું કે ‘સભૂતાર્થવિશેષાવધારણ એ ધારણા છે' તેમાં શું દોષ આવે છે કે જેથી તમે તમારા વ્યાખ્યાનમાં ‘કોઇ દોષ નથી' એમ કહો છો ?
-
ઉત્તર-૧૫૯ – વ્યતિરેકથી નિશ્ચય તે અપાય, અન્વયથી નિશ્ચય એ ધારણા કહેવાય, પરંતુ એમ નથી, કારણ કે અન્વય, વ્યતિરેક અને અન્વય વ્યતિરેકથી એમ ત્રણ પ્રકારે જે નિશ્ચય થાય તે સર્વ અપાય જ છે. અને ઉપરોક્ત તમારી માન્યતામાં તો ધારણાને પણ અપાય માનવામાં તો મતિજ્ઞાનના ત્રીજા ભેદ સ્વરૂપ અપાયના પણ ભેદો સ્વીકારવામાં પાંચ ભેદો થાય છે જેમકે અવગ્રહ-ઇહા-અપાય ધારણા આ ચાર ભેદો તમે જ પૂર્યો છે અને પાંચમો સ્મૃતિરૂપ ભેદ પ્રાપ્ત થાય છે. અવિ સ્મૃતિ સ્વસમાનકાળભાવી અપાયાન્તર્ગત હોવાથી અને વાસના સ્મૃતિઅંતર્ગત વિવક્ષિત હોવાથી સ્મૃતિ અનન્યશરણ-ભિન્ન થઇ જવાથી મતિના પાંચમા ભેદની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવી જશે.