________________
૯૯૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ધારણા ન માનો તો ધારણા શું થાય ? અભાવ-અવસ્તુ કે ભાવ-વસ્તુ એવા બે વિકલ્પો આવે. અભાવ તો ન થાય કેમકે તે ભાવ તરીકે અનુભવી શકાય છે અને અનુભવાતી વસ્તુને અભાવ કહેવો શક્ય નથી એમ માનવામાં તો ઘટાદિ માં પણ અભાવ માનવાની અતિવ્યાપ્તિ આવે કારણકે તે પણ અનુભવવશથી ભાવરૂપ જ વ્યવસ્થિત છે, અને જો અનુભવને અપ્રમાણ માનો તો ઘટાદિમાં ભાવરૂપતા ન ઘટે. અને જો ભાવ હોય તો જ્ઞાન છે કે અજ્ઞાન ? એ અજ્ઞાન તો નથી કેમકે ચિદ્રુપતાથી અનુભવાય છે. જ્ઞાન હોય તો પાંચ જ્ઞાન સિવાય અન્ય કોઈ જ્ઞાન નથી એમાં એ કયું જ્ઞાન છે ? શ્રત વગેરે ચાર તો ન કહી શકાય, અસ્વીકાર્ય છે તેના લક્ષણનો એમાં યોગ નથી જો મતિ જ્ઞાન છે તો અવગ્રહ ઈહા અપાય રૂપ નથી તેના લક્ષણોનો અસંભવ છે, આમ, અપાયોથી અધિક સિદ્ધ થાય છે તેથી અન્વય-વ્યતિરેકઢાર વડે નિશ્ચય બધો અપાય છે અને અવિશ્રુતિ વગેરે તો પારિશેષ્યથી ધારણા જ છે અર્થાત્ અપાયથી ભિન્ન ધારણારૂપ છે.
અન્ય પ્રકારે પરપક્ષ:પ્રશ્ન-૧૬૨ – તો પછી તમારી મતિ ઘણા ભેદવાળી થશે, કારણકે ધારણા એકલી અવિશ્રુતિ આદિ ત્રણ ભેદવાળી છે એટલે ૩૩ = ૬ ભેદ વાળી મતિ થશે?
ઉત્તર-૧૬૨ – આ ધારણાવિચારમાં જાતિભેદ અમને ઇષ્ટ નથી પરંતુ ધારણા સામાન્ય રૂપ જાતિ જ ઈષ્ટ છે. જેમ તારે અવગ્રહ વિષયમાં છે. અવગ્રહ-વ્યંજન-અર્થ ઉભય રૂ૫ તને પણ ઇષ્ટ છે નહિ તો મતિમાં તારા હિસાબે પાંચ પ્રકારની આપત્તિ આવશે. તે રીતે ત્રણ પ્રકારની ધારણા પણ મતિસામાન્ય રૂપ જ હોવાથી એક જ છે એટલે ચાર ભેદો જ થશે ઘણા ભેદો નહિ થાય.
આમ, અવગ્રહાદિ ચાર ભેદના વિષયમાં અન્ય આચાર્યોના કુમતોને દૂર કરી પ્રસ્તાવમાં અવગ્રહના જે બે ભેદ કહ્યા છે તેની વ્યાખ્યા કરે છે, તથા તેમાં જે વ્યંજનાવગ્રહ છે તે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે એ વાત જણાવે છે.
અહીં અવગ્રહ - ૨ પ્રકારનો હોય છે ૧. વ્યંજનાવગ્રહ ૨. અર્થાવગ્રહ પ્રશ્ન-૧૬૩ – વ્યંજન એટલે શું?
ઉત્તર-૧૬૩ – જેના દ્વારા અર્થ પ્રગટ કરાય-(વ્યચેતેડનેતિ) તે વ્યંજન જેમકે દીવાથી ઘટ પ્રગટ કરાય છે. વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિથી પરિણત થયેલો દ્રવ્યસંબંધ. ઇન્દ્રિયો ૨ પ્રકારની છે દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય, નિવૃત્તિ-ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ એ બંને ભાવેન્દ્રિય છે. નિવૃત્તિ ઈન્દ્રિય ૨ પ્રકારની હોય છે