________________
૯O
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૬૦ – વ્યતિરેકથી નિશ્ચય તે અપાય, અન્વયથી નિશ્ચય તે ધારણા એમ ચાર પ્રકારે મતિ થાય છે એમ અમે જે કહ્યું છે તે યુક્તિથી ઘટે છે એવુ તમે જે કહો છો તે તમારા મતે જ યોગ્ય નહિ થાય કારણકે અન્વય-વ્યતિરેક બંનેને અપાય તરીકે સ્વીકારતા અવગ્રહ ઇહા-આપાય એ ત્રણ જ ભેદવાળી મતિ થશે, અહી ધારણા ઘટતી નથી, કારણકે ઉપયોગ નષ્ટ થતા ધૃતિ કેવી ને ધારણા કેવી ? નિશ્ચય ઉપાય મુખથી ઘટાદિક વસ્તુમાં અવગ્રહ-ઈહા-અપાય રૂપથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ ઉપયોગ થાય છે અને ત્યાં અપાય થતા જે ઉપયોગસાતત્યલક્ષણા અવિશ્રુતિ-ધારણા ને આપ માનો છો તે અપાયન્તર્ગત જ છે એટલે તેનાથી વ્યતિરિક્ત નથી અને જે ઘટાદિ ઉપયોગ નષ્ટ થતાં સંખ્યાસંખ્ય કાળ વાસના મનાય છે તે સ્મૃતિ છે તે મતિના અંશરૂપ ધારણા નથી મતિનો ઉપયોગ તો પહેલાં જ નષ્ટ થઈ ચૂક્યો છે. અને જો કાલાંતરે ઉપયોગમાં ધારણા થશે એમ માનો તો પણ જે અન્વયાભિમુખ ઉત્પન્ન થતી અવધારણા છે તે ધારણા અમે માનશું. જો કે તે તો આપ અપાયાન્તર્ગત માનો છો, તેથી ત્યાં ધારણા નથી અને ઉપયોગ નષ્ટ થતાં પણ પૂર્વોક્ત યુક્તિથી તેનો અભાવ છે. તેથી ઉપયોગકાળે અન્વયાભિમુખધારણા તમે માનતા નથી અને ઉપયોગ નાશ મતિઉપયોગનો અભાવ હોય છે. તેથી તેના અંશરૂપ ધારણા ત્યાં પણ ઘટતી ન હોવાથી ત્રણ પ્રકારની મતિ જ તમારા મતે પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારે નહિ.
ઉત્તર-૧૬૦ – “આ તે જ વસ્તુ છે જે મેં પહેલા ઉપલબ્ધ કરી હતી એવી કાલાંતરે જે સ્મૃતિ રૂપ બુદ્ધિ થાય છે તે ખરેખર પૂર્વપ્રવૃત્ત અપાયથી નિર્વિવાદ અધિક અને જુદી જ છે. પૂર્વપ્રવૃત્તાપાય કાળે તે મતિ હોતી નથી અને વર્તમાનાપાય વસ્તુનિશ્ચયમાત્ર ફળ તરીકે છે. પૂર્વાપર દર્શનના જોડાણનો એમાં યોગ નથી, તેથી તે અનન્યરૂપ છે એટલે કે ધારણા છે. જે વાસના વિશેષથી પૂર્વોપલબ્ધ એવી વસ્તુમાં રહેલા સંસ્કાર રૂપ છે, જ્ઞાનાવરણના ક્ષયોપશમના સાંનિધ્યથી આ તે જ છે એવી જ સ્મૃતિ થાય છે તે વાસના પણ અપાયથી અધિક હોઈ ધારણા છે. અને જે અપાય પછી અવિશ્રુતિ થાય છે તે પણ ધૃતિ-ધારણા છે જે સમયે “થાપુરેવાગ્યમ-૨' એવી જે ક્યારેક અવિશ્રુત અંતર્મુહુર્ત સુધી અપાય પ્રવૃત્તિ છે તે પણ પ્રથમ પ્રવૃત્તઅપાયથી અધિક હોવાથી ધારણા છે. આમ, અવિશ્રુતિ-વાસના-સ્મૃતિરૂપ ત્રણે પ્રકારે ધારણા સિદ્ધ થાય છે. એમ થવાથી મતિ પણ ચાર પ્રકારે સિદ્ધ થાય છે, ત્રણ પ્રકારે નહિ.
પ્રશ્ન-૧૬૧ – અવિશ્રુતિ અને સ્મૃતિ એ જ્ઞાનભેદો ગૃહિતગ્રાહી (એકવાર ગ્રહણ કરેલું પાછું ફરીવાર ગ્રહણ કરવું) છે એટલે પ્રમાણ ન બની શકે. કારણકે બીજીવાર પ્રવૃત્ત થયેલ અપાય સાધ્ય એવું વસ્તુના નિશ્ચય રૂપ કાર્ય પ્રથમવાર પ્રવૃત્ત એવા અપાયથી સાબિત જ છે