________________
૮૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૫૭ – ના, મતિજ્ઞાનનો અંશ અને ભેદ ઈહા છે. જ્ઞાનભેદને અજ્ઞાનરૂપ માનવો વ્યાજબી નથી. ઇહા મતિજ્ઞાનના અંશરૂપ છે, અને સંશય એ વસ્તુની સ્વીકૃતિ રૂપ હોવાથી અજ્ઞાનસ્વરૂપ છે, ઈહા એ જ્ઞાનનો ભેદ હોઈ જ્ઞાન સ્વભાવવાળી છે. જ્ઞાન-અજ્ઞાન પરસ્પર પરિહારથી રહેલા છે તેથી અજ્ઞાન રૂપ સંશયને જ્ઞાનશત્મક ઈહારૂપ માનવો બરાબર નથી.
પ્રશ્ન-૧૫૮ – શું ઇહા અને સંશય વચ્ચે કાંઇ વિશેષ છે કે જેથી તમે સંશયનો ઇહા તરીકે નિષેધ કરો છો?
ઉત્તર-૧૫૮ – અનેકાર્થ ગ્રહણ કરવામાં તત્પર થયેલું અને એથી જ અવિધિઅનિષેધથી પરિકુંઠિત એવું સર્વથા વસ્તુનિર્ણયરૂપતાને પ્રાપ્ત ન થયેલું જે મન છે તે સુતેલા માણસની જેમ સંપૂર્ણ રીતે કાંઇપણ વિચારતું નથી. એવા પ્રકારના ચિત્ત-મનને “સંશય' કહે છે, તે અજ્ઞાન છે. કારણ કે, તેને વસ્તુનો અવબોધ હોતો નથી. હવે ઇહા-વિવક્ષિત પ્રદેશમાં રહેલા સ્થાણુ આદિમાં અને ત્યાં અવિદ્યમાન પુરુષાદિમાં તે બંને પદાર્થોથી વિશેષ હોવાથી વિશેષપદાર્થો તેમના આદાન-(ગ્રહણ) ત્યાગ કરવામાં અભિમુખ-ભૂતાર્થવિશેષ ઉપાદાન અભિમુખ અને અભૂતાર્થ (પુરુષ વિશેષ) ત્યાગાભિમુખ છે જે સદર્થ હેતુ ઉપપત્તિ વ્યાપારમાં તત્પર છે, હેતુ = સાધ્યાર્થ ગમક યુક્તિવિશેષરૂપ સાધન, ઉપપત્તિ = વિવિક્ષિત અર્થના સંભવની વ્યવસ્થાપના, સદર્થ = વિવિક્ષિત અરણ્યાદિ માં રહેલ સ્થાણુઆદિની હેતુ-ઉપપત્તિ વિષયક વ્યાપારમાં રહેલું - સદર્થહેતુઉપપત્તિ વ્યાપારતત્પર, અમોઘસ્વરૂપવાળું જે મન તે “અહા' છે.
જેમકે, અરણ્યમાં ગયેલા કોઈને સૂર્યાસ્ત સમયે કાંઈક અંધારું થતાં દુર સ્થાણુ દેખાયો એટલે એને વિમર્શ થયો સ્થાણુ કે પુરુષ ? આ સંશય હોવાથી અજ્ઞાન છે. હવે એ સ્થાણુમાં વલ્લી આરોહણ, કાકનિલયન આદિ જોઇને મનમાં હેતુ વ્યાપાર કર્યો - ઉક્ત જણાતા હેતુથી આ સ્થાણુ છે તથા સંભવ વિચાર કર્યો કે સૂર્યાસ્ત સમયે અંધારૂં ફેલાતા આવા મોટા જંગલમાં સ્થાણુ જ સંભવે પુરુષ ન સંભવે પુરુષ સંબંધી શિર કંડુયન, હાથગ્રીવાદિ ચલન રૂપ વ્યાપાર હેતુનો અભાવ હોવાથી આવા સ્થાનમાં આવા સમયે પ્રાયઃ તેનો સંભવ ન હોય એટલે અહીં સ્થાણુ જ હોઈ શકે. આવું જે ચિત્ત તે “અહા' કહેવાય છે જે નિશ્ચયાભિમુખ છે અને સંશયથી પર છે. જો સર્વથા નિશ્ચય માનો તો “અપાય થવાનો પ્રસંગ આવે એટલે નિશ્ચયાભિમુખ છે એમ સમજવું. આ પ્રમાણે સંશય અને ઈહામાં તફાવત છે.