________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નથી, શ્રુતનું જ કારણ છે. જેમકે - વક્તાએ બોલેલ વચનરૂપ શબ્દનો અર્થ શ્રોતૃગતજ્ઞાનમાં પ્રતિભાસમાન તદભિધેય વસ્તુરૂપ શ્રુતજ્ઞાન છે એવો તાત્પર્ય છે, કારણ કે કર્તા દ્વારા કરાવેલી તે તેષ્ટાઓમાં તે ભોજન ઇચ્છાદિલક્ષણશબ્દાર્થમાં ગ્રાહકનો પ્રત્યય થાય છે. તથા કર્તા પણ જીહ્વારોગાદિ સદ્ભાવે શબ્દ બોલવાના સામર્થ્યના અભાવવાળો ભોજનાદિ ઇચ્છારૂપ શબ્દાર્થ બીજાને જણાવવાના વિષયમાં અભિપ્રાયવાળો કર-વકત્રાદિસંયોગ લક્ષણ ક્રિયા કરે છે જો કે તે ક્રિયા અવગ્રહાદિને જન્માવે છે. છતાં પણ તે શબ્દાર્થ જ છે (અર્થાત્ શ્રુતજ્ઞાન જ છે) કારણ તે ક્રિયા કરવામાં ત્યાં શબ્દાર્થ પ્રત્યય થાય છે. એટલે કારણમાં કાર્યોપચારથી તે શબ્દાર્થ પ્રત્યય શ્રુજ છે. મતિ નથી. તથા ‘મોમિઋત્યસૌ' ઇત્યાદિ ગ્રાહક જાણે એવા અભિપ્રાયવાળો જ છે અને ભાષણશક્તિના અભાવે કરાદિ ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટા કર્તા દ્વારા શબ્દાર્થ પ્રગટનાભિપ્રાયથી કરાતી હોવાથી તે શબ્દાર્થ જ છે. એટલે શ્રુતનું કારણ હોવાથી શ્રુતમાં જ અંતર્ગત છે. મતિમાં નહિ, એટલે વાસ્તવમાં તો એ મતિનું કારણ જ નથી બનતી. એટલે કારણ દ્વારથી પણ મતિજ્ઞાન પરપ્રત્યાયક નથી. શ્રુતજ્ઞાન તો કારણ દ્વારથી પરપ્રત્યાયક છે. માટે, તે રીતે મુક અને અમુકના ભેદથી મતિ શ્રુતનો ભેદ યોગ્ય છે.
૮૬
ઉપસંહાર - આ રીતે મતિ-શ્રુતજ્ઞાનનો ભેદ લક્ષણાદિ દ્વારા બતાવ્યો. અત્યારે વિસ્તારથી આભિનિબોધિકજ્ઞાનની પ્રરૂપણા કરાશે.
૧. આભિનિબોધિક જ્ઞાન :
વ્યાખ્યા ત્રણ પ્રકારે ૧. તત્ત્વ ૨. ભેદ ૩. પર્યાયથી. તત્ત્વ - લક્ષણ જે ઉપર થઇ ગયું હવે ભેદનું નિરૂપણ. આભિનિબોધિક જ્ઞાનની ભેદો દ્વારા વિસ્તૃત વ્યાખ્યા :
૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત.
૧. શ્રુતનિશ્રિત : વ્યવહારકાળની પૂર્વે સંકેતકાળે થયેલ પરોપદેશ અને ગ્રંથરૂપી શ્રુતથી પરિકર્મિત મતિવાળાને વ્યવહારકાળે તેનાથી અનપેક્ષ જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન. તે ૪ પ્રકારે છે - ૧. અવગ્રહ ૨. ઇહા ૩. અપાય ૪. ધારણા ભેદથી.
૨. અશ્રુત નિશ્રિત - શ્રુત પરિકર્મિત મતિવાળાને જે સહજ રીતે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અશ્રુતનિશ્રિત જ્ઞાન છે. તે ૪ પ્રકારે છે ૧. ઔત્પાત્તિકી ૨. વૈનયિકી ૩. કર્મજા ૪. પારિણામિકી રૂપ ચાર બુદ્ધિથી.