________________
૯૪
પ્રશ્ન-૧૬૫ – અવ્યક્ત છે તો તે છે એવું કઈ રીતે જણાય ?
--
ઉત્તર-૧૬૫ – ઉતાવળા ન થાઓ, અમે એ વાત આગળ કહેવાના જ છીએ. અને તમારા દૃષ્ટાન્તમાં તો જ્ઞાનાભાવમાં અવિપ્રતિપત્તિ છે ધરાવીનામ, આદિશબ્દથી ઉપહત ઘાણાદીન્દ્રિયોવાળાઓને તે વ્યંજનાવગ્રહ અજ્ઞાન છે જ્ઞાન નથી એવી અહીં અવિપ્રતિપત્તિ છે કેમકે તેમને તે બંને વ્યંજનરૂપ જ્ઞાનકારણત્વાભાવવાળા છે અને અવ્યક્ત જ્ઞાનના પણ અભાવવાળા છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૬૬
જ્ઞાન અવ્યક્ત કઇ રીતે કહો છો ? અંધકારને પ્રકાશ કહેવું જેમ વિરુદ્ધ છે તેમ આવું બોલવું પણ બરાબર નથી.
—
ઉત્તર-૧૬૬ – પ્રકાશનો એક લીસોટો જેમ સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત છે, તેમ સુપ્ત-મત્તમૂચ્છિતાદિઓને સૂક્ષ્મબોધની જેમ અવ્યક્ત જ્ઞાન કહેવાય એમાં દોષ નથી.
પ્રશ્ન-૧૬૭ – સુપ્તાદિને તે પોતાનું જ્ઞાન સ્વસંબધિત થશે એમ માનો ને ?
ઉત્તર-૧૬૭ – ના, સુપ્તાદિ સ્વયંપણ તે આત્મીયજ્ઞાનને જાણતા નથી અને સંવેદન કરતા નથી તે જ્ઞાન અત્યંત સૂક્ષ્મ હોવાથી.
પ્રશ્ન-૧૬૮
જો સુપ્તાદિઓ પણ પોતાના જ્ઞાનને સંવેદન કરતા નથી તો તેમને જ્ઞાન છે એમ કઈ રીતે જણાય ?
-
ઉત્તર-૧૬૮ સ્વપ્રમાં થતી વચનાદિ ચેષ્ટાઓથી તે અવસ્થામાં કેટલાક કાંઈ પણ બોલતા દેખાય છે શબ્દિત થયેલા ઓઘથી વાચા આપે છે, સંકોચ-વિકોચ-અંગભંગ બગાસુંચીસ-ખુજલી વગેરે ચેષ્ટાઓ કરે છે તેઓ ત્યારે તે જાણતા નથી અને જાગ્યા પછી એમને સ્મરણ થતું નથી. પરંતુ જ્ઞાનના સંવેદન વિના આ બધી ચેષ્ટાઓ શક્ય નથી એ ઉપરથી જણાય છે કે એમને તે અવસ્થામાં પણ જ્ઞાન છે.
પ્રશ્ન-૧૬૯ – તો ચેષ્ટાઓથી તેમને જ્ઞાન છે એવું કઇ રીતે જણાય ?
ઉત્તર-૧૬૯ – તે ચેષ્ટાઓ અમતિપૂર્વા નથી હોતી પણ મતિપૂર્વા જ હોય છે નહિ તો લાકડાદિમાં તેની અતિવ્યાપ્તિ થાય. એથી તે ચેષ્ટાઓથી તેમને જ્ઞાન છે એવું જણાય જ છે. જેમકે ધૂમાડાના દર્શનથી ત્યાં અગ્નિ છે એમ જણાય છે.
પ્રશ્ન-૧૭૦ – પોતાની ચેષ્ટાને પણ કેમ કોઇ જાણતું નથી ? જેથી સુપ્તાદિને સ્વચેષ્ટિતનું અસંવેદન કહેવાય છે ?