________________
८४
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૫૩ – જો મતિ અનક્ષર હોય તો ગાથા-૧૪માં પ્રતિજ્ઞાત એવા અક્ષર-અક્ષર ભેદથી મતિશ્રુતનો ભેદ કઈ રીતે જાણવો?
ઉત્તર-૧૫૩ – અક્ષર બે પ્રકારના છે. દ્રવ્ય અક્ષર અને ભાવ અક્ષર, દ્રવ્યાક્ષર પુસ્તકાદિમાં રહેલ અકારાદિરૂપ અથવા તાલ આદિ કારણજન્ય શબ્દ એ દ્રવ્યાક્ષર કે વ્યંજનાક્ષર પણ કહેવાય છે. ભાવાક્ષર તે અંતઃસ્કૂરણાદિ વર્ણજ્ઞાનરૂપ છે. ભાવાક્ષરને આશ્રયી મતિજ્ઞાન ઉભયરૂપ અક્ષર-અનક્ષરરૂપ હોય છે અવગ્રહ રૂપ મતિજ્ઞાનના ભેદમાં ભાવાક્ષર નથી. એટલે, અનક્ષર અને ઈટાદિ ભેદોમાં તે છે એટલે અક્ષરવાળું થાય છે વ્યંજનાક્ષરને આશ્રયીને મતિજ્ઞાન અનક્ષર છે. મતિજ્ઞાનમાં પુસ્તકાદિ વ્યસ્ત આકારાદિક શબ્દ અથવા વ્યંજનાક્ષર નથી તે દ્રવ્યશ્રુત તરીકે રૂઢ છે. દ્રવ્યમતિ તો અપ્રસિદ્ધ છે અને શ્રુતજ્ઞાન તો પ્રત્યેક અનક્ષર અક્ષર બંને પ્રકારે છે. સંસિયં નીસિયં નિછૂટું વાસિયે ૨ છીયે | નિથિયમનુસાર મળવવાં છતયાઝ” વચનથી દ્રવ્યશ્રુત અનરશ્રુત છે – પુસ્તકાદિન્યસ્ત અક્ષરરૂપ અને શબ્દરૂપ છે તે જ સાક્ષરભાવશ્રુત પણ શ્રુતાનુસારિ અકારાદિ વર્ણ વિજ્ઞાનરૂપ હોવાથી સાક્ષર છે. પુસ્તકાદિન્યસ્તાકારાદિ અક્ષર રહિત હોવાથી અને શબ્દાભાવે તે જ અનક્ષર છે. પુસ્તકાદિન્યસ્તાક્ષર અને શબ્દ બંને દ્રવ્યશ્રતમાં અંતર્ગત હોવાથી ભાવશ્રુતમાં નથી. તેમ મતિ અને ભાવકૃતનો સાક્ષર-અક્ષરકૃત વિશેષ નથી પ્રત્યેક બંને અક્ષર-અક્ષર રૂપ છે ફક્ત “શ્રુત’ એમ સામાન્યથી કહેતાં તેમાં દ્રવ્યશ્રુત આવી જાય છે એટલે ત્યાં દ્રવ્યશ્રુતાશ્રયીને દ્રવ્યાક્ષર છે મતિમાં તો તે નથી, કારણ કે દ્રવ્યમતિ જ અપ્રસિદ્ધ છે. આ રીતે બંનેમાં દ્રવ્યાક્ષરની અપેક્ષાએ સાક્ષર-અનક્ષર કૃત ભેદ છે.
મૂક-મુખર ભેદથી મતિ-શ્રુતનો ભેદ :
કેટલાક આચાર્યો સ્વ-પર પ્રત્યાયનથી મતિ શ્રુતનો મુક અને મુખરની જેમ ભેદ કહે છે જેમકે મુક સ્વાત્માને જ પ્રતીતિ કરાવે છે. અન્યને નહિ, તત્રત્યાયન હેતુ વચનના અભાવે અને મુખર તો વચનના અભાવે સ્વ-પર પ્રત્યાયન કરાવી શકે છે એ રીતે મતિ-શ્રુત પણ છે એમાં મુક એટલે મતિજ્ઞાન, મુખર એટલે શ્રુતજ્ઞાન છે કારણ કે તે સ્વપર પ્રત્યાયક છે.
પ્રશ્ન-૧૫૪ – તો હવે અમે તમને પુછીએ છીએ કે શબ્દ એ ઉપલક્ષણથી શ્રત છે પુસ્તકમાં લખેલા અક્ષર વગેરે શ્રુતનું કારણ છે કારણ માં કાર્યનો ઉપચાર કરેલો છે. હવે તે શબ્દ પરપ્રતીતિ કરાવે જ છે. પરથી શ્રુતજ્ઞાન એ પરપ્રત્યાયક છે સ્વથી શ્રુતજ્ઞાન હોય, એ પ્રત્યાપક ન હોય એવો આપનો મત છે આ વાત તો મતિજ્ઞાનમાં પણ એવી જ છે કેમકે મતિના હેતુઓ કરાદિ ચેષ્ટાવિશેષ પણ અન્યને બોધ કરાવે જ છે. જેમકે-અક્ષર રૂપ શબ્દ એ શ્રતનું કારણ છે અને કરાદિ ચેષ્ટાઓ અક્ષર રહિત હોવાથી મતિના જ હેતુઓ છે. કર