________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૮૩
સંસ્કારાધાનરૂપ ઉપકારવાળું જ્ઞાન અત્યારે વ્યવહારકાળમાં તે પૂર્વપ્રવૃત્ત સંસ્કારાધાયક શ્રુતની અપેક્ષા વિનાનું જ છે તેથી તે શ્રુતનિશ્રિત કહેવાય છે. માત્ર અક્ષરાભિલાપ યુક્ત જ નહિ, વ્યવહારકાળ પહેલાં શ્રુતપરિકર્મિત મતિવાળા સાધુનુ વર્તમાનમાં વ્યવહારકાળે શ્રતનિરપેક્ષ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અવગ્રહાદિક જ્ઞાનને શાસ્ત્રમાં શ્રતનિશ્રિત જણાવ્યું છે અને ઔત્પાતિકી આદિ શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જ સહજ હોવાથી અશ્રુતનિશ્રિત તરીકે જણાવેલાં છે.
ચાર પ્રકારની બુદ્ધિઃ- (૧) ઔત્પાતિકી - પૂર્વે નહિ જોયેલ, નહિ સાંભળેલ અને નહિ વિચારેલ અર્થને વિશુદ્ધપણે ગ્રહણ કરનાર, અવ્યાહત ફળ યોગવાળી બુદ્ધિ. (૨) વૈનયિકી બુદ્ધિ - દુઃખપૂર્વક વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારનો વિસ્તાર કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનાર એવા સૂત્રના સારને ગ્રહણ કરનારી સારભૂત, ઉભયલોકમાં ફળદાયી બુદ્ધિ. (૩) કર્મજા બુદ્ધિ - વિક્ષિત કાર્યમાં મન પરોવવાથી તેના પરમાર્થને જાણનાર, કાર્યના અભ્યાસ અને વિચારથી ફેલાયેલ, વિદ્વાનો દ્વારા પ્રશંસનીય એવી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ :- અનુમાન હેતુ અને દષ્ટાંતથી કાર્યને સાધનાર વયના પરિપાકના પરિણામવાળી તથા ઉન્નતિ અને મોક્ષના ફળવાળી બુદ્ધિ.
પ્રશ્ન-૧૫ર – “માનિત્થર સમન્થા તિવાણુતત્વ હિપેયીના મોનોપત્તવર્ડ વિમુલ્યા હવ૬ વુદ્ધી મા. ૨૬રા માં કહ્યા મુજબ ચારે બુદ્ધિમાં પણ વૈનેયિકી મતિ શ્રુત નિશ્ચિત છે ને?
ઉત્તર-૧૫ર – સાચી વાત છે. પરંતુ અલ્પશ્રુતનિશ્રિત હોવાથી બહુલતાને લઇને તેને અશ્રુતનિશ્રિત કહ્યું છે. એટલે દોષ નથી. નંદી અધ્યયનમાં શ્રીમન્મલયગિરિસૂરિ - "नन्वश्रुतनिश्रिता बुद्धयो वक्तुमभिप्रेताः, ततो यद्यस्यास्त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वम्, ततोऽश्रुतनिश्रितत्वे नोपपद्यते नहि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं संभवति । अत्रोच्यते इह प्रायोवृत्तिमाश्रित्याऽश्रुतनिश्रितत्वमूलम् ततः स्वल्पश्रुतभावेऽपि न कश्चिद्दोषः" इति ।
"इहातिगुरुकार्यं दुर्निवहत्वाद् भर इव भरस्तन्निस्तरणे समर्था भरनिस्तरणसमर्थाः, त्रयो वर्गास्त्रिवर्गा लोकरूढया धर्माऽर्थकामास्तदर्जनोपायप्रतिपादकं यत् सूत्रं यश्च तदर्थस्तौ त्रिवर्गसूत्रार्थों, तयोर्गृहीतं पेयालं प्रमाणं सारो वा यथा सा तथाविधा" इति नन्दीटीकायां वाख्यातोऽस्या अर्थः ॥
તેથી “ મરૂનાળમMઉરમેશ્વરમિયાં ૨ સુર્યના રૂતિ જે તમે કહ્યું છે તે બરાબર નથી. મતિ અનક્ષર હોઈ સ્થાણુ-પુરુષાદિ પર્યાય વિવેકના અભાવનો પ્રસંગ આવે અને કૃતનિશ્ચિતત્વ અન્યથા સમર્થિત છે.