________________
ગુજરાતી પ્રશ્નોત્તર મતિનું કાર્ય છે કારણકે મતિથી વિચારીને પછી શ્રુતપરિપાટીને અનુસરે છે – વાચ્યવાચક ભાવથી પરોપદેશ શ્રતગ્રન્થ યોજના વસ્તુમાં કરે છે. તેથી મતિ શ્રુતની વલ્ક-શુમ્બની જેમ કાર્ય-કારણ ભાવથી ભેદસિદ્ધિ થાય છે. આ પ્રમાણે દષ્ટાન્તોપનયથી યુક્તિ ઘટે છે. બીજાના કહ્યા પ્રમાણે નહિ.
અક્ષર-અક્ષર ભેદથી મતિ-શ્રુતનો ભેદ :પ્રશ્ન-૧૪૭ – પૂર્વપક્ષ - આચાર્યોનો મત - મતિજ્ઞાન-અનક્ષર છે, શ્રુતજ્ઞાન-અક્ષરવાળું તથા ઉચ્છવાસાદિરૂપ અનક્ષર થાય છે.
ઉત્તર-૧૪૭ – મતિ જો અક્ષરના અભિલાપ રહિત માનો છો તો નિરભિલાખમાં ન પ્રતિભાસતા અભિલાપ સ્થાણુઆદિમાં ઇટાદિ ન પ્રવર્તે.
તે મતિમાં અનેક્ષર હોવાથી સ્થાણુઆદિ વિકલ્પનો અભાવ હોવાથી “શાપુરથે પુરુષો વા' એવા પર્યાયરૂપ વસ્તુધર્મોનો વિવેક અન્વય-વ્યતિરેકથી ન થાય. તે આ રીતે - "यदनक्षरं ज्ञानं न तत्र स्थाणु-पुरुष पर्यायादिविवेकः, यथावग्रहे तथा चेहादयः, तस्मात् तेष्वपि નાસી પ્રાનોતિ !”
પ્રશ્ન-૧૪૮ – આગમમાં મતિજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે - શ્રુતનિશ્રિત, અશ્રુતનિશ્ચિત આગમમાં શ્રુતનિશ્રિત તરીકે પણ મતિજ્ઞાન કહ્યું છે તેથી અક્ષરાત્મક શ્રુતથી એ સ્થાણુપુરુષાદિ પર્યાય વિવેક માન્યો છે મતિથી નહિ તે સ્વયં અનક્ષરરુપ છે. એવું માનો તો શું વાંધો આવે?
ઉત્તર-૧૪૮ – તો તે સ્થાણુ પુરુષ પર્યાય વિવેક ઋતવ્યાપાર થયો એમ માનીએ તો અવગ્રહને છોડીને મતિજ્ઞાન બીજું શું હોય? કાંઈ નહિ. જો સ્થાણુ પુરુષાદિ પર્યાયવિવેક અક્ષરાત્મક હોઈ શ્રુતવ્યાપાર માનો તો ઈહા-અપાય વગેરે મતિભેદો બધા ય અક્ષરાત્મક હોવાથી શ્રત બને તેથી અક્ષર અભિલાપ રહિત અવગ્રહને છોડીને શેષ બધા ભેદવાળા મતિનો અભાવ થઈ જાય.
અન્ય પ્રકારે પણ પરની વાતની શંકા કરીને દૂષણ આપે છે.
શ્રુતથી પણ જો તમો સ્થાણુ-પુરુષાદિ વિવેક કરો તો પણ તે શ્રુત નથી પણ મતિના અભાવના ડરથી તમે એને મતિ તરીકે સ્વીકાર્યું છે. તો તો તમારે એક સાંધવા જતાં બીજું તૂટ્યું એમ કરવાથી તો શ્રુતાભાવની આપત્તિ આવશે કેમકે જે જે ચરણ કરણાદિ સ્વરૂપ અન્ય પણ આચારાદિ વ્રતનો જે વ્યાપાર છે તે મતિજ્ઞાન જ છે. કેમકે, તે અક્ષર
ભાગ-૧/૭