________________
૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દ્રવ્ય-ભાવ રૂપ શ્રતવિશેષને કહેવાનું શું કામ છે આ વાત જ અહીં અસંબદ્ધ છે.
પ્રશ્ન-૧૪૫ – શ્રુતાનુસાર અક્ષર પરિણામવાળી મતિ નહિ કે શ્રુતાનુસારિત્વરહિત શબ્દમાત્ર પરિણામવાળી, મતિમાં વલ્કની કલ્પના કરો છો તજ્જનિત શબ્દરૂપ જે દ્રવ્યશ્રુત છે તે શુમ્બ સમાન કે એથી તે બંનેનો પ્રસ્તુત ઉદાહરણથી ભેદ યુક્તિયુક્ત થશે. શ્રુતાનુસાર અક્ષર પરિણામ વાળી મતિ ભાવશ્રુત જ થાય એથી પૂર્વ કરતાં વિશેષ નથી. માટે શ્રુતાનુસારિઅક્ષર પરિણામ વિશેષણ આપ્યું છે. તે પર્હદાસને આશ્રયી અશ્રુતાનુસાર શબ્દથી યુક્તમતિ જ ગ્રહણ કરી છે શબ્દપરિણામરહિત અવગ્રહરૂપ નહિ. તે તો શબ્દજનક અર્થાત્ શુધ્ધ સમાન દ્રવ્યશ્રુત વિનાની બનશે?
ઉત્તર-૧૪૫ – ‘હિં પુન તેft વિલેણેનું તિ' આ મતિ-દ્રવ્યશ્રુતનો ભેદ અહીં કહેવાથી શું? અપ્રસ્તુત છે. અહીં તો શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનના ભેદની વાત ચાલે છે તો દ્રવ્ય શ્રત સાથે તેની વિચારણાથી શું લાભ થવાનો ? કાંઈ જ નહિ.
આચાર્ય-આ પ્રકરણમાં મતિ શ્રુતના લક્ષણનો ભેદનો અધિકાર છે નહિ કે દ્રવ્યભાવમતિજ્ઞાન-દ્રવ્યશ્રુતનો તો એવા ભેદને અહીં કહેવાથી શું? દૃષ્ટાંત-દાન્તિકની વિષમતાથી યથોક્ત દ્રવ્ય-ભાવમાં પણ એ સંગત નથી થતું. જેમકે છાલ દોરડા રૂપ બને છે – આત્માથી ભિન્ન એવા દોરડાના પરિણામને પ્રાપ્ત થયેલી છાલ દોરડું કહેવાય છે નહિ કે છાલથી ભિન્ન તે પણ દોરડું છે વલ્કોથી અભિન્ન તેવા પ્રકારે મતિ શબ્દત્વને પ્રાપ્ત કરતી નથી. તેથી તે મતિ આભિનિબોધિકજ્ઞાન તરીકે જીવ પરિણામ છે. શબ્દ તો મૂર્ત હોવાથી જીવ પરિણામ નથી, તેથી મૂર્તિપરિણામવાળી મતિ મૂર્તિ એવા ધ્વનિપરિણામવાળી થાય ? અમૂર્તનો મૂર્તિપરિણામ વિરોધિ છે તેથી દાંત-દાન્તિક ની વિષમતાથી આ વ્યાખ્યાનની પણ ઉપેક્ષા છે.
પ્રશ્ન-૧૪૬ – અમે અહી ઉપચારનો આશ્રય કરીશું તેથી અર્થાન્તર છતાં જે જેમાંથી થાય છે. તે તન્મય કહેવાય છે જેમકે - “તપથ્યમયનાં વિથિવિતરમુપતિ' તહેવા વદન મેતાવતં વિપક્ષમાપન્ન' વગેરે તેથી તન્મય એવા ધ્વનિમાં મતિગત જ્ઞાનમયતાનો ઉપચાર કરાય છે એટલે, વલ્ક-શુમ્બસમાનતાથી મતિ-શ્રુતનો ભેદ સિદ્ધ થાય છે ને?
ઉત્તર-૧૪૬ – તો તમે ઉપચારવાદી છો એમને, તો પછી મતિપૂર્વ ભાવશ્રુત જે કારણથી આગમમાં કહ્યું છે તેમ મતિ વલ્કસમાન અને ભાવથુત શુમ્બસમાન એમ દૃષ્ટાંતનો ઉપનય કરો જેથી ઉપચાર વિના પણ બધું સારું થઈ જશે. જેમ વલ્કો શુમ્બનું કરણ છે તેમ મતિ પણ ભાવશ્રુતનું કારણ છે. અને જેમ શુમ્બ વલ્કોનું કાર્ય છે તેમ ભાવશ્રુત પણ