________________
७८
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૩૮ = · મૂળગાથાના ઉત્તરાર્ધમાં ‘ઇતરત્ર’ શબ્દથી શું જાણવું ?
ઉત્તર-૧૩૮ – ત્યાં મતિજ્ઞાન સમજવું.
પ્રશ્ન-૧૩૯
—
- 'तओ वि जइ होइ सद्दपरिणामो तो तम्मि वि किं न सुयं ति ततः ' સપ્તમ્યાન્ત તસ્ પ્રત્યય છે તેથી ‘સમયજ્ઞા મન્નાĪ' મતિજ્ઞાન શબ્દ પરિણામવાળું અને શબ્દપરિણામ વગરનું એમ બે પ્રકારનું છે આ વચનથી જો તે મતિજ્ઞાનમાં પણ શબ્દપરિણામ હોય તો તેમાં શ્રુત કેમ નહિ અને તે પણ ભાવશ્રુતરૂપ કેમ ન બને ?
ઉત્તર-૧૩૯ – મતિજ્ઞાની ઉપલબ્ધિસમ બોલે નહિ તેથી મતિજ્ઞાન એ શ્રુતરૂપ નથી.
પ્રશ્ન-૧૪૦ – એ ઉપલબ્ધિસમ કેમ નથી કહેતા ?
ઉત્તર-૧૪૦ – પૂર્વોક્ત ન્યાયથી અભિ-અનભિલાપ્ય પદાર્થો મતિજ્ઞાનોપલબ્ધા છે આવા પ્રકારના ઉપલબ્ધિસમ કહેવા શક્ય નથી જ અનભિલાપ્ય તો સર્વથા બોલવા અશક્ય જ છે.
પ્રશ્ન-૧૪૧ – તો મતિજ્ઞાન જ મતિ-શ્રુત ઉભયરૂપ ભલેને થાય કેમકે અભિલાપ્ય અને અનભિલાપ્ય વસ્તુ વિષયક હોવાથી તે બે સ્વભાવવાળું છે, તેમાં જે અભિલાપ્ય ભાવોને જાણે છે તથા બોલે છે તે શ્રુતજ્ઞાન થશે અને જે ભાષણને અયોગ્ય એવા અનભિલપ્યભાવોને જાણે છે તે મતિજ્ઞાન થશે ?
ઉત્તર-૧૪૧ – જો કે મતિજ્ઞાની કોઈક અભિલાપ્ય વસ્તુ ઉપલબ્ધ બોલે છે તે પણ જોકે શ્રુતાદેશથી નહિ પણ સ્વમતિથી બોલે છે એથી તે શ્રુત નથી, કેમકે-પરોપદેશ અને શ્રુત ગ્રન્થ અહીં શ્રુત તરીકે કહેવાય છે તેના આદેશથી તેના અનુસાર વિચારીને જ્યારે બોલે છે ત્યારે શ્રૃતોપયુક્તને બોલવાથી શ્રુત ઉત્પન્ન થાય જ છે પણ જ્યાં સ્વમતિથી વિચારીને બોલે છે પણ શ્રુતાનુસારે બોલતા નથી ત્યારે શ્વેતોપયોગાભાવે મતિજ્ઞાન જ છે.
મતિજ્ઞાની મતિજ્ઞનોપલબ્ધિસમ નથી બોલતો તેથી ત્યાં શ્રુતરૂપતા નથી, અને શ્રુતજ્ઞાની તો અભિલાપ્યોને ઉપલબ્ધ કરે છે અને બોલે છે તેથી ત્યાં ઉપલબ્ધિસમના સદ્ભાવે શ્રુતરૂપતા છે. અથવા મતિજ્ઞાની શ્રુતોપલસિમ બોલી શકતો નથી તેથી તેનું ભાષણ શ્રુતોપલબ્ધિ નથી. માટે તેમાં શ્રુતરૂપતા નથી, એટલે કે શ્રુતોપલબ્ધિમાં પોપદેશ અરિહંતના વચનરૂપ શ્રુતાનુસાર ઉપલબ્ધ થયેલા અર્થોને બોલે છે અને મતિ ઉપલબ્ધિમાં તો મતિથી ઉપલબ્ધ અર્થોને જ બોલે છે. માટે મતીજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલબ્ધિ સમાન નથી એટલે તેમાં શ્રૃતરૂપતા પણ નથી.