________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સ્વરૂપ હોવાથી સ્થાણુ-પુરુષાદિપર્યાયના વિવેકવત્ તે પણ મતિજ્ઞાન થશે. અને શ્રુતનો અભાવ થશે.
૮૨
-
· અમે એ શ્રુતને મતિ તરીકે સ્વીકારશું ?
પ્રશ્ન-૧૪૯
ઉત્તર-૧૪૯ – એ વાત યોગ્ય નથી. એમ કરવામાં તો તમારે એક સાંધવા જતા અન્ય તૂટવા જેવો ઘાટ થશે, એમ થવાથી શ્રુતાભાવ સ્વીકારવો પડશે અને ઉક્ત લક્ષણ મતિકાળમાં પણ જો શ્રુતવ્યાપાર માનશો તો એક સાથે બંને ઉપયોગ તમારે માનવા પડશે એ બરાબર નથી એક સમયે બે જ્ઞાનનો ઉપયોગ નિષેધ છે. આ નિયમથી કોઇ એક ઉપયોગ માનશો તો કોઇ એકનો અભાવ તો તમારે થવાનો જ અહીં શ્રુત માનવું બરાબર નથી. તિ જ માનવું પડશે, એવો નિયમ છે કે “સાવશિાનવાશયોરનવાશો વિધિવતવાન્' એ ન્યાયથી અન્યત્ર અનવકાશ મતિ જ્ઞાનને એકલાને જ માનવું તમારે પણ યોગ્ય છે શ્રુત નહિ. તે અન્યત્ર શ્રુતાનુસારિ આચારાદિજ્ઞાનવિશેષમાં અવકાશ છે. એમ કરવાથી સ્થાણુપુરુષાદિપર્યાયનો વિવેક મતિથી જ છે શ્રુતથી નહિ અને તે અક્ષરાભિલાપ સમનુગત જ છે એટલે મતિજ્ઞાન એકાંતે અનક્ષર થતું નથી.
પ્રશ્ન-૧૫૦
-
તો પછી અમે અક્ષરાનુગત માત્ર હોઇ સ્થાણુ-પુરુષાદિ પર્યાયનો વિવેક શ્રુતનિશ્ચિત માનશું ?
ઉત્તર-૧૫૦ – તો તો તમારી લક્ષણમાં અતિવ્યાપ્તિ થશે. સ્થાણુ-પુરુષાદિ પર્યાયવિવેક વિધાનથી અક્ષરને અનુસરતા પ્રમાણનું જ્ઞાન જો તમે શ્રુતનિશ્ચિત માનો છો તો ઔત્પત્તિકિ આદિ ચારે મતિ જ્ઞાન પણ શ્રુતનિશ્રિત થશે. કારણકે, તે પણ અક્ષર પ્રભવ છે તે પણ ઇહાદિ સિવાય થતું નથી અને ઇહાદિ વર્ણાભિલાપ વિના સંભવતા નથી. તેથી ચારે મતિ પણ તમારા મતે શ્રુતનિશ્રિત થઇ જશે, જે છે તો નહિ. કારણ કે, આગમમાં તે અશ્રુતનિશ્રિત કહ્યા છે તેથી મુર્ખાઓ એવા તમે શ્રુતનિશ્રિતનું સ્વરૂપ જ નથી સમજ્યા એમાં અમે શું કરીએ.
પ્રશ્ન-૧૫૧
જો તે શાની સ્થાણુ-પુરુષાદિ પર્યાય સંઘાતને શ્રુતથી નથી જાણતો તો અવગ્રહાદિક શ્રુત નિશ્ચિત જ છે એવું સૂત્રમાં શી રીતે કહ્યું છે ? મતિ સ્વયં અનક્ષર છે અને જે અહીં અક્ષરોપલમ્ભ છે તે જો શ્રુતનિશ્રિત ન માનો તો એ બીજી કઇ રીતે ઘટશે ?
-
ઉત્તર-૧૫૧ – ખરેખર અમે તમને જ પૂછીએ છીએ કે જે આમ વિચાર્યા વગર બોલે છે કે જે અક્ષરોપતંભ છે તે બધો શ્રુતનિશ્ચિત છે, તે તમે જાણતા નથી તો અમે જ કહીએ - શ્રુત ૨ પ્રકારનું છે. પરોપદેશ અને આગમગ્રંથ, વ્યવહાર કાળ પહેલાં તે શ્રુતથી કરેલા