________________
૭૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જણાવાયું, એ વ્યાખ્યાન અયોગ્ય હોવાથી દુષિત કરાયું હવે સ્વમતે નિરવદ્ય એવા મતિધૃતના ભેદ પ્રકારથી એની વ્યાખ્યા કરે છે.
| ગા.૧૪૭ ને બુદ્ધિનો અર્થ “સામાન્ય’ કરવો. અર્થાતુ મતિ-શ્રુતજ્ઞાન બંને બુદ્ધિ છે તે બુદ્ધિથી જોયેલા ભાવોમાંથી જે ભાવોને બોલે છે તે ભાવકૃત.
અર્થાતુ - તે અથવા અન્ય દેશમાં, તે કે અન્ય કાળે, તે કે અન્ય પુરુષ સામગ્રીનો સંભવ છતે નિશ્ચયથી એ ભાવોને બોલે જ છે એ પ્રમાણે અન્તવિકલ્પમાં વહેતા ભાવો કે જે ભાષણયોગ્યતામાં વ્યવસ્થાપિત છે. તે ન બોલાતા છતાં ભાષણ યોગ્ય હોવાથી ભાવશ્રુત થાય છે, ખાલી બોલાતા હોય એ જ ભાવશ્રુત થાય એવુ નહિ. એમ થતાં મત્યુપલબ્ધઅનભિલાપ્ય અર્થો ભાષણ અયોગ્ય હોવાથી ભાવકૃત તરીકે રદ થાય છે ન બોલાતા પણ ભાષણ યોગ્ય સર્વ વિકલ્પ પ્રતિભાસી અર્થો ભાવશ્રુત થાય છે.
પ્રશ્ન-૧૩૫ – સામાન્ય બુદ્ધિથી જોવાયેલા જે ભાષણયોગ્ય અર્થો છે તે જો ભાવકૃત હોય તો મતિજ્ઞાનમાં રહેલા એવા અપાય વિકલ્પોનું અવભાસન કરતા અર્થો પણ ભાવક્રુત બની જશે કારણ કે, એ પણ ભાષણ યોગ્ય નથી એવું તો નથી જ ને?
ઉત્તર-૧૩૫ – કૃતોપયુક્ત હોય એવા જ બોલનાર કે ન બોલાનાર ભાવો જ ભાવશ્રુત થાય છે બીજા થતાં નથી. મતિરહિત થાય તે રીતે જે અર્થોને બોલે તે જ ભાવશ્રુત અને તેથી શ્રુતપયુક્તના જ ભાષણયોગ્ય અર્થોને વિકલ્પનારને ભાવશ્રુત સિદ્ધ થાય છે એટલે શ્રુતાનુસારિવાભાવે શ્રુતપયુક્તત્વનો અસંભવ હોવાથી મતિવિકલ્પ ભલે ભાષણ યોગ્ય હોય તો પણ તે ભાવકૃત નથી બનતું.
પ્રશ્ન-૧૩૬ – અહીં તમે સામાન્યબુદ્ધિ ગ્રહણ કરી છે, અને શ્રુતઉપયોગત્વનું ગ્રહણ કરતાં અર્થો મતિદષ્ટ છે તે વાત કેમ સંભવે? ત્યાં તો માત્ર પદાર્થો મૃતોપયોગવાળા હોવાથી મૃતરૂપ બુદ્ધિ જ સંભવી શકે. પણ તે મતિરૂપ બુદ્ધિના વિષય કઈરીતે બની શકે.
ઉત્તર-૧૩૬ – એમ નથી. મતિપૂર્વ જ શ્રત છે તેથી જ્યાં શ્રુતબુદ્ધિદષ્ટત્વ છે ત્યાં મતિદષ્ટત્વ તો છે જ એમાં કોઈ ક્ષતિ નથી. એ પ્રમાણે શ્રુતજ્ઞાનોપયુક્ત એવો સામાન્યબુદ્ધિદષ્ટ અર્થોની સંભાવના કરનાર વક્તા જે અર્થોને બોલે તે ભાવઠુત છે એમ સિદ્ધ થયું..
પ્રશ્ન-૧૩૭ – પણ અર્થે ભાવકૃત કઈ રીતે બને? ત્યાં તો જ્ઞાનનો જ સંભવ છે.
ઉત્તર-૧૩૭ – સાચી વાત છે. પરંતુ વિષય-વિષયના અભેદ ઉપચારથી ભાવશ્રુતમાં પ્રતિભાસતા અર્થો પણ ભાવશ્રુત કહેવાય છે એટલે દોષ રહેતો નથી.