________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૭૫
ઉત્તર-૧૩૪ – એ વાત બરાબર નથી. આ ન્યાય પણ દષ્ટ જ છે અંગાભ્યતરાદિવ્યપદેશવત્ જેમકે અંગ જ અંગાવ્યંતર છે તેમ શ્રુત જ શ્રુતાત્યંતર છે અથવા છંદભંગના ભયથી અત્યંતર નું ગ્રહણ કર્યું છે અથવા – “સુચના' એનાથી ચૌદપૂર્વરૂપ શ્રુતને સમજવું તેથી તે પણ ગમ્ય મતિવિશેષોને ચૌદપૂર્વાફરલાભરૂપ શ્રુતના જ અંતર્ગત જાણવા. અલગ નહિ. કારણકે, ચૌદપૂર્વેથી કોઈ સાક્ષાત્ કોઈક ગમ્યતયા સર્વ અભિલાપ્ય પદાર્થ કહે જ છે તેથી ગમ્ય એવા પણ મતિવિશેષો ઋતાનુસારી હોવાથી શ્રુતાન્તભવિ જ છે. ઉક્તવાતનું સમર્થન કરતા કહે છે -
જે અક્ષરાનુસાર શ્રતગ્રન્થને મતિવિશેષો ઉત્પન્ન થાય છે તે બધુ શ્રુત જ છે એવું વારંવાર કહ્યું છે અને જે આવા કૃતથી નિરપેક્ષ સ્વયં ઉભેક્ષિતવસ્તુતત્ત્વવાળા મતિવિશેષો ઉત્પન્ન થાય છે તે શુદ્ધ મતિજ્ઞાન જ છે તેથી ૧૪ પૂર્વગત અક્ષરાનુસાર ઉત્પન્ન થતા પ્રસ્તુત મતિવિશેષો સર્વ શ્રુત જ છે.
મતાંતર : કેટલાક વ્યાખ્યાતાઓ તે મતિવિશેષોને શ્રુતને અનુસરતા હોવા છતાં મતિ જ માને છે, જે અર્થોમાં શબ્દની પ્રવૃત્તિ થતી નથી તેવા ભાવો માત્ર હૃદયથી પરિવર્તન પામે છે તે મતિજ્ઞાન જ છે એવું તેઓ માને છે, તે યોગ્ય નથી જો એમ માને તો તેમના મતે ભાવશ્રુતનો અભાવ થઈ જવાની આપત્તિ આવે છે તે અભાવ પૂર્વોક્ત “ િસદ્દો મરૂમર્યા માવસુયં બ્રહાંડનુત્ત' ઇત્યાદિ (ગાથા ૧૩૨-૧૩૩) ગ્રંથોથી જાણવું.
જો ભાષ્યમાણ શબ્દોને છોડીને કોઈ સર્વ મતિજ્ઞાન છે તો મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે એવાને પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને ષસ્થાનપતિતા કઈ રીતે થાય ? ન થાય. જેમકે આખા જન્મદરમ્યાન મતિ-ઋતોપલબ્ધ એવા અર્થોના અનંતમા ભાગને જ બોલાય છે એવું પહેલા જ અત્રે બતાવેલું છે તેથી મતિજ્ઞાની શ્રુતજ્ઞાની કરતા હંમેશા અનંતગુણાધિક જ છે અને શ્રુતજ્ઞાની અન્યથી હંમેશા અનંતગુણહીન જ પ્રાપ્ત થાય છે. એટલે પરસ્થાને ષસ્થાન પતિતા ન થાય અને સ્વસ્થાને પણ શ્રુતજ્ઞાની અન્ય શ્રુતજ્ઞાનીથી સંખ્યાત ગુણ હીન-અધિક જ હોય અસંખ્યાત કે અનંત ન હોય ભાષક એવા ચૌદપૂર્વીઓનું આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોવાથી અસંખ્ય કે અનંત ભાષણનો સંભવ જ નથી આ જ વિશેષણના દુષણને કહેવા માટે અહીં આ મતાંતર નિર્દેશ કર્યો છે નહિ તો, “વે વઢુિં ઇત્યાદિથી આ બધું પહેલાં કહેલું જ છે.
આ રીતે “ક્રિકે અત્યે” ઇત્યાદિ પૂર્વગત ગાથા શ્રુતસ્વરૂપને કહેવા દ્વારા જણાવાઈ. અહીં મતિ-શ્રુતનો ભેદ વ્યાખ્યય તરીકે પ્રસ્તુત છે તેના અભિધાયક તરીકે પણ મતાંતરથી