________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૭૩
પ્રશ્ન-૧૨૬ – જો આ ભાવો જેમ અનભિલાપ્ય હોવાથી બોલવા શક્ય નથી અને તે ખુચરહોવાથી પણ બોલવા શક્ય નથી તો માત્ર અનભિલાપ્ય સ્વભાવત્વ જ એક હેતુ કેમ આપ્યો “બહુત્વ” રૂપ હેતુ કેમ અહીં કહેતા નથી?
ઉત્તર-૧૨૬ – સાચી વાત છે. પરંતુ અભિલાખ ભાવો હોવા છતાં બહુત્વ-અભ્યત્વ ચિંતા કરતા વિભાજીત કરે તો ઉચિત ગણાય અને જે મૂળથી જ અનભિલાપ્ય હોય તેમાં બહુત હેતુ કહેવો પણ નિષ્ફળ છે.
અનભિલાપ્યાત્મક હોવાથી જ અભિધાનાશક્યત્વ તેમનું સિદ્ધ જ છે. અને બીજી વાત, બહુત્વ હોવાથી શેષોપલબ્ધ ભાવો જેમ કહેવા શક્ય નથી તેમ આગળની ગાથામાં બતાવેલું જ છે એટલે બહત્વનો નિર્દેશ કરવાથી શું ફાયદો? પુનરુક્તિ દોષ લાગે.
પ્રશ્ન-૧૨૭ – ત્યાં તો શેષજ્ઞાનોમાંથી મતિ જ બતાવી છે, જ્યારે અહીં તો અવધિ વગેરેને પણ ગ્રહણ કરેલા છે એટલે તદર્થે અહીં પણ બહુત્વ કહેવું જોઇએ ને?
ઉત્તર-૧૨૭ – ના, મતિના ઉપલક્ષણથી અવધિજ્ઞાનાદિમાં પણ એ ત્યાં સમજી લેવું.
પ્રશ્ન-૧૨૮ – જો એમ હોય તો શ્રુતનો પણ બહુત્વ હેતુ પહેલાં બતાવેલો જ છે તો પાછો અહીં કેમ કહ્યો?
ઉત્તર-૧૨૮ – ખરીવાત, પરંતુ શ્રતોપલબ્ધ અર્થો બહુ હોવાથી અને શેષોપલબ્ધ અર્થો તો તથા સ્વભાવે જ કહી શકાતા નથી એમ વિષય વિભાગ બતાવવા તેનો ફરી નિર્દેશ કર્યો છે.
પ્રશ્ન-૧૨૯ - મતિઆદિથી ઉપલબ્ધ પણ કેટલાક અર્થો અભિલાપ્ય હોવાથી સોવદ્વમાવા નામદ્ગતિ' એમ શા માટે કહો છો ?
ઉત્તર-૧૨૯ – સાચું, પરંતુ તે ભાવો શ્રતવિષયક હોવાથી જ અભિધાનાશક્ય છે એટલે એમ કહેવામાં દોષ નથી.
પ્રશ્ન-૧૩૦ – પણ મતિ-ભાવશ્રુતના પર્યાયો (ઉપલબ્ધાર્થ વિષય વિષયો) એટલા ક્યાં છે કે જે બધાય આખા જીવનમાં અનંતમો ભાગ જ બોલે છે એમ પહેલાં કહ્યું હતું?
ઉત્તર-૧૩૦ – સૂત્રમાં એમના એટલાજ પર્યાયો બતાવેલા છે. પ્રશ્ન-૧૩૧ – સૂત્રમાં શું બતાવ્યું છે?