________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૩૧ પ્રજ્ઞાપનીય વચનપર્યાયત્વેન શ્રુતજ્ઞાન વિષયવાળા ભાવો ઉર્ધ્વઅધસ્તિર્યશ્લોકાન્તનિર્વિષ્ટ પૃથ્વી-ભવન-વિમાન-ગ્રહ-નક્ષત્ર-તારા-સૂર્ય-ચન્દ્ર વગેરે મળીને અનંતમે ભાગે જ છે, શેનાં ? અનભિલાપ્ય-અર્થપર્યાયત્વેન અવચનગોચરાપન્ન ભાવોના. અનભિલાપ્ય વસ્તુ રાશિ કરતાં અભિલાપ્ય પદાર્થ રાશિ બધો જ અનંતમા ભાગે છે, પ્રજ્ઞાપનીય પદાર્થોનો અનંતભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ભગવાન ગણધરોએ સાક્ષાત્ ગુંથ્યો છે.
૭૪
પ્રશ્ન-૧૩૨ – એવું ક્યાંથી જણાય કે પ્રજ્ઞાપનીયનો અનંતમો ભાગ જ શ્રુતનિબદ્ધ છે ?
ઉત્તર-૧૩૨ – જે કારણથી ચૌદપૂર્વીઓ ષસ્થાનપતિત પરસ્પર થાય છે - જેમકે સકલઅભિલાપ્ય વસ્તુવેદી તરીકે જે ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી છે તેથી અન્ય હીન-હીનતરાદિ આગમમાં એમ જણાવ્યું છે કે - “અ ંતમાનહીને વા નાવ માંતમુળદ્દીને વા' જે સર્વથી ઓછા અભિલાપ્ય વસ્તુના નાયક તે સર્વજઘન્ય તેથી અન્ય ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટતરાદિ પણ એમ જ બતાવ્યો છે. જેમકે - ‘અનંતમાનન્મદિÇ વા નાવ માંતમુળમદ્દીદ્ વા'' એટલે કોઈ અનંતભાગે અધિક હોય, કોઈ અસંખ્યાતમે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતમેં ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતગુણ અધિક હોય, કોઈ અસંખ્યાતગુણ અધિક હોય અને કોઈ અનંતગુણ અધિક હોય એમ, જે કારણથી પરસ્પર ષસ્થાન પતિત ચૌદપૂર્વીઓ છે તે કારણથી જે ચૌદપૂર્વલક્ષણ સૂત્ર છે તે પ્રજ્ઞાપનીય ભાવોના અનંતમે ભાગે છે અને જો જેટલા પ્રજ્ઞાપનીય ભાવો છે તેટલા બધાય સૂત્રમાં ગુંથેલા હોય તો તેને જાણનારા પણ સરખા જ થઇ જાય ષસ્થાન પતિત ન રહે.
-
પ્રશ્ન-૧૩૩ – જો બધા જ ચૌદપૂર્વી હોય તો એમનામાં પરસ્પર ન્યુનાધિકતા કઇ રીતે
ઘટે ?
ઉત્તર-૧૩૩ – ચૌદપૂર્વગત સૂત્રલક્ષણ અક્ષરલાભથી બધા જ તુલ્ય છે, ન્યુનાધિક તો મતિવિશેષોથી થાય છે. ક્ષયોપશમની વિચિત્રતાથી યથોક્તાક્ષરલાભાનુસારી એવા તે તે ગમ્યાર્થ વિષયવાળા વિચિત્ર બુદ્ધિવિશેષોથી હીનાધિક હોય છે. મતિથી અહીં શ્રુતમતિ લેવી આભિનિબોધિક મતિ નહી. તેથી જેમના દ્વારા ચૌદપૂર્વીઓ હીનાધિક છે તે મતિવિશેષોને પણ શ્રુતજ્ઞાનાર્ગત જ જાણવા આભિનિબોધિકાન્તર્ગત નહિ.
પ્રશ્ન-૧૩૪ – એમ હોય તો, ‘મવિશેષે સુયનાળ ચેવ બાળ'િ એમ શા માટે ન કહ્યું ? અત્યંતરશબ્દ ના ઉલ્લેખનું ફોગટ કષ્ટ શા માટે કર્યું ?