________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અનુભવતો સમકાળે જ જે બોલે તે ઉપલબ્ધિસમાન કહેવાય છે, તાત્પર્ય એટલું કે શ્રુતજ્ઞાની-શ્રુતજ્ઞાનરૂપી શ્રુતબુદ્ધિથી જેટલું જાણે છે તેટલું કહી શકતા નથી.
७०
મતાંતર – અન્ય મતવાદીઓ કઇ રીતે આ ગાથાની મતિ-શ્રુતભેદાર્થે વ્યાખ્યા કરે છે તે જણાવે છે કે
-
કેટલાક આચાર્યો બુદ્ધિ=શ્રુતબુદ્ધિ ન કહેતાં મતિ કહે છે. તેનાથી મતિથી જોયેલા ઘણા અર્થોમાંથી કેટલાંક મતિસહિત અર્થોને બોલે તે શ્રુત થાય છે. એમ કહે છે.
પ્રશ્ન-૧૧૯ મતિસહિત જે હોય તે મતિજ્ઞાની જ હોય તો અર્થોનું મતિસહિતત્વ વિશેષણ શા માટે ?
ઉત્તર-૧૧૯ – બરાબર છે, પરંતુ મૂળગાથામાં ‘મહિય’ કહેલું છે તેથી અહીં મતિના ઉપયોગવાળો વક્તા લેવો, એથી તે મતિના ઉપયોગ સહિત હોઇ અર્થોને પણ ઉપચારથી મતિ સહિત કહેવાય છે. તેથી મતિજ્ઞાનથી જોયેલા અર્થોને તેમાં ઉપયુક્ત એવા વક્તાને શ્રુત થાય છે. અનુપયુક્તને દ્રવ્યશ્રુત હોય છે, પારિશેષથી નહિ બોલનારને પદાર્થ વિચારણા માત્ર રૂપ મતિજ્ઞાન છે આ રીતે મતિ-શ્રુતનો ભેદ એટલે મતિ સહિત એવું વિશેષણ છે
તે પણ યોગ્ય નથી.
—
પ્રશ્ન-૧૨૦ ‘તત્ત્વવિદ સદ્દો’ ઇત્યાદિ ત્યાં તેમણે એવું કહેવાથી ભાવશ્રુત સર્વથા અયુક્ત થાય અને સર્વથા તેનો અભાવ થઇ જશે. જેમકે - શું બોલાતો એવો શબ્દ એ ભાવશ્રુત છે - મતિ છે કે ઉભય છે એમ તે શબ્દની આ ત્રણ ગતિ થશે. અને આ ત્રણે માંથી એકેયમાં ભાવશ્રુત યુક્ત નથી થતું મતિમાં ઉપયુક્ત શબ્દને બોલનારનો જે શબ્દ છે તે દ્રવ્યશ્રુત જ છે ભાવશ્રુત કઇ રીતે થાય. અને મતિ તો આભિનિબોધિક જ્ઞાન છે ?
ઉત્તર-૧૨૦ – તો મતિ-શબ્દ સ્વરૂપ ઉભય સમુદિત અર્થાત્ તિ અને શબ્દથી યુક્ત ભાવશ્રુત ભલે થાય.
પ્રશ્ન-૧ ૨૧ — વિપક્ષ-તે ઉભયરૂપ માનો તે પણ ભાવશ્રુત યોગ્ય નથી, કારણ કે પ્રત્યેક અવસ્થામાં તદભાવનો અભાવ છે દરેક રેતીના કણમાં ન રહેલું તેલ ઢગલામાંથી પણ ક્યાંથી પ્રાપ્ત થાય ? તે રીતે ઉભય કે સ્વતંત્ર કે અસ્વતંત્રનો ભાવશ્રુત તરીકે અભાવ છતાં તે ભાવશ્રુત શબ્દાદિમાં ક્યાં હોય છે ? અને તેમાં છે પણ શું ? કાંઇ જ નથી. શું ભાષા પરિણતિ કાળે મતિ કાંઇ વિશેષિત થાય છે કે જેથી ઉભયનું શ્રુતત્વ વિરોધ ન થાય ? અથવા અન્યથાત્વ શું છે ? મતિનો ભાષાપરિણતિ સમયે સમૂલકો જ અન્યથાત્વ ભાવ શું છે કે જેથી શ્રુતત્વ થાય. કોઇ નહિ તો શું ભાષાના આરંભે જ અહિં વિશેષ છે ?