________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આશ્ચર્યની વાત છે. શેષેન્દ્રિયાક્ષરલાભ વળી કઇ રીતે શ્રોતોપલબ્ધિ થાય ? અને તે હોય તો શેષેન્દ્રિયાક્ષર લાભ કઇ રીતે ? પરસ્પર વિરોધ થઇ જાય છે ?
પ્રશ્ન-૧૧૬
૬૮
—
ઉત્તર-૧૧૬ – ‘સુસંમવાઽત્તિ' શેષેન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસતા અક્ષરો શ્રોતોપલબ્ધિ જ છે. તે સાંભળી શકાય છે માટે આ અક્ષરો અભિલાષરૂપ છે અને અભિલાપ તે વિવક્ષિત કાળે અથવા અન્ય કાળે, તે વિવક્ષિત પુરુષમાં અથવા અન્યત્ર શ્રવણયોગ્ય હોવાથી શ્રોત્રથી ઉપલબ્ધ થાય છે એથી, શ્રોત્રોપલમ્બ યોગ્ય હોવાથી શ્રુતિસંભવથી બધો અભિલાપ શ્રોત્રોપલબ્ધિ જ છે એટલે અવધારણમાં કાંઇ વિરોધ નથી.
પ્રશ્ન-૧૧૭ –
શું સર્વ શેષેન્દ્રિય અક્ષરલાભ શ્રુત છે કે કોઇક જ ?
ઉત્તર-૧૧૭ – માત્ર શ્રુતાક્ષરોનો લાભ જ શ્રુત છે બધો નહિ, સંકેતવિષય શબ્દાનુસારી સર્વજ્ઞના વચન કારણ એવો જે વિશિષ્ટ શ્રુતાક્ષર લાભ છે તે જ શ્રુત છે, અશ્રુતાનુસારી નહિ અને જો બધા જ અક્ષરલાભને શ્રુત સાથે ભેળવો તો મતિ અનક્ષરા જ સ્વીકાવી પડે ત્યારે તે સિદ્ધાંતમાં કહ્યા મુજબ ઇહા-અપાય ધારણા રૂપે સર્વથા ન પ્રવર્તે સંપૂર્ણ મતિત્વને અનુભવી ન શકાય પરંતુ અનક્ષર હોવાથી માત્ર અવગ્રહ મતિ જ થાય. તેથી શ્રુતાનુસારી અક્ષરલાભ જ શ્રુત છે શેષ સર્વે મતિજ્ઞાન છે.
‘સોવિયોવતદ્વી’ ગાથામાં જે શ્રુતવિષય નિષ્કર્ષ છે તે સંક્ષેપ કરીને જણાવે છે એમાં ‘મોત્તૂળ રત્ન સુર્ય' થી પુસ્તકાદિન્યસ્ત દ્રવ્યશ્રુત જણાવ્યું અને અક્ષરલાભ વચનથી ભાવશ્રુત જણાવ્યું. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિવચનથી શબ્દ અને તેનું જ્ઞાન એમ ઉભયશ્રુત જણાવ્યું. ત્યાં હવે કહેવાનારી પૂર્વગત ગાથા ની વિચારણા બતાવવામાં આવશે તેનું વિવેચન –
મૂળગાથા ૧૨૮
बुद्धि
अत्थे जे भासइ तं सुयं मईसहियं ।
इयरत्थ वि होज्ज सुयं उवलद्धिसमं जइ भणेज्जा ॥
બુદ્ધિ - જે અહીં શ્રુતરૂપ લીધી છે તેનાથી દૃષ્ટા-ગ્રહણ કરેલા અર્થો - પદાર્થો, તે ઘણા છે એટલે તેમાંથી વક્તા જે બોલે છે તે શ્રુત-તે શ્રુતોપયોગસ્થ એવો વક્તા મતિસહિત બોલે છે એમ જે ભાવોને બોલે છે તે ઉભયરૂપ શ્રુત-અર્થાત્-શ્રુતાત્મકબુદ્ધિથી ઉપલબ્ધ અર્થોને તેમાં ઉપયોગવાળો બોલે તે દ્રવ્ય-ભાવ ઉભયરૂપ શ્રુત બને છે. ને ભાસેફ એનાથી શબ્દરૂપ દ્રવ્યશ્રુત જણાવેલું છે અને ભાવશ્રુત તો બતાવેલું જ છે એ રીતે ‘સોવિયોવલની' ગાથામાં કહેલ ઉભયશ્રુતનું સ્વરૂપ કહ્યું અને જે અર્થોને વક્તા પ્રથમ શ્રુતલબ્ધિથી જોયેલા પણ