________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૧૧ – આ દોષના ભયથી તમે મતિ સ્વીકારો છો તો તમારા હિસાબે શ્રુત નહિ જ થાય અને એમ કરવામાં “સોવિયોવનદી રોફ સુથ' અસંગત કરશે. હવે જો ઉભય દોષના પરિહાર માટે તમે અવગ્રહાદિને મતિ અને શ્રત માનો છો તો ક્ષીર-નીરની જેમ તમારે મતિ-શ્રુત ની સંકીર્ણતા-સંકરદોષ લાગશે, પૃથગુભાવ નહિ થાય. અથવા “જે મતિ તે જ શ્રુત” કે જે શ્રુત તે જ મતિ” એમ બંનેનો અભેદ થઈ જાય એવું તમે જ જાતે વિચારો. અહિં તો તેના બંનેના ભેદની વિચારણા ચાલે છે એકત્વની નહિ આ તો શાંતિકાર્યમાં પ્રવૃત્ત થયા ને વેતાલ ઉઠ્યા જેવી તમારી દશા થઈ ગઈ.
ઉત્તર-૧૧૧ – કેટલાકનો મત -
અહીં શ્રોત્રેન્દ્રિયથી ઉપલબ્ધિ છે જેની એવા ફક્ત બહુવ્રીહી સમાસના આશ્રયથી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શબ્દ છે. અને તે પ્રજ્ઞાપકનું કૂયતે રૂતિ કૃતમ્ અને સાંભળનારનું અવગ્રહ-ઈહાદિ રૂપ મ ત ત મતિઃ' એમ છતાં બંને સંગત થાય છે. તેથી શ્રોતૃગત અવગ્રહાદિના શ્રુતત્વનો પરિહાર થાય છે.
આચાર્યનો મત-કેટલાકનો આ મત બરાબર નથી, કેમકે બોલનાર અને સાંભળનાર સંબંધી સર્વ શબ્દ દ્રવ્યશ્રુત જ છે અને તન્માત્ર હોવાથી સર્વત્ર તુલ્ય હોવા છતાં તે શબ્દનો ભેદ શું? જેથી એ બોલનારના વિષયમાં શ્રત અને સાંભળનારના વિષયમાં મતિ થાય ? જોકે ‘સૂયત તિ શ્રુત' “મત રૂતિ મતિઃ' કહો તો પણ ધાતુ-ઘાતુ વચ્ચેનો જ વિશેષ છે શબ્દ તો તે જ સંભળાય છે તે જ જણાય છે એમાં ક્યાંય ઉભય જણાતું નથી.
પ્રશ્ન-૧૧૨ – અહીં વાત જ્ઞાનની ચાલે છે તો એમાં પુગલના સમૂહ રૂપ શબ્દને ગ્રહણ કરવાનો શો અર્થ છે ? પ્રસ્તુતમાં શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિશબ્દથી શબ્દજ્ઞાન ગ્રહણ કરાય છે. અને જો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દનું કારણભૂત અને કાર્યભૂત હોવાથી ઉપાચરથી વક્તાશ્રોતાગત શબ્દ જ્ઞાનને શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દથી વાચ્યત્વેન ગ્રહણ કર્યું છે અને તે બોલનારને શ્રત અને સાંભળનારને મતિ એમ કહો છો તો તો પછી તે જ્ઞાનના બોલનાર-સાંભળનાર વચ્ચે કયો ભેદ છે તે કહો? કે જેથી તે વક્તાનું શ્રત અને શ્રોતાનું મતિ થાય. એમ એ શબ્દજ્ઞાનત્વ અવિશેષ હોવાથી એમાં કોઈ વિશેષ નથી. અને બીજું કે, એમ હોવાથી શ્રોતાને પણ ક્યારેક સાંભળતાની સાથે જ બોલનારને તે જ શબ્દજન્ય તેની અવશિષ્ટમતિ શ્રત થઈ જાય છે. ‘વેત સુર્થ' સુગો મટ્ટ' ના સ્વીકાર કરવાથી, તેવી તે મતિ શ્રુત એક થઈ જશે. એમાં તમે શું વિશેષ કરો છો? અને જો સાંભળનારને સર્વદા મતિ જ છે એમ, એકાંત હોય તો આ જે પ્રગટ રીતે સર્વત્ર કહેવાય છે કે - “આચાર્ય પરંપરાથી આ ઋતુ આવેલું છે તે અસતુ થઈ જાય અને તીર્થંકર પછીના સર્વને શ્રોતા હોવાથી મતિજ્ઞાન જ થઈ જશે અને જો એમ નહિ માનો તો મતિ-શ્રુત એક થઈ જશે?