________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મિથ્યાર્દષ્ટિનો બોધ અજ્ઞાનરૂપ જ છે. વળી તેઓનું જ્ઞાન વિપર્યસ્ત હોવાથી સંસારનું કારણ બનવાથી તેનો બોધ અજ્ઞાનરૂપ છે.
૩) ભેદ :
મતિજ્ઞાનના - અવગ્રહ-ઇહાદિ ૨૮ પ્રકાર છે.
૬૪
શ્રુતજ્ઞાનના - અંગ-અનંગ પ્રવિષ્ટાદિ ચૌદ અથવા વીસ ભેદો છે અથવા
ઇન્દ્રિય વિભાગથી મતિશ્રુતનાં ભેદ પૂર્વમાં ક્યાંક કહેલાં જણાવશે.
इन्द्र = જીવ તત્સ્યેન્ – રૂન્દ્રિયમ્ (૧) શ્રોતેન્દ્રિયમ્ ઉપલમ્બનમ્ શ્રોતેન્દ્રિય પોતે જ ઉપલબ્ધિ (૨) શ્રોતેન્દ્રિયથી ઉપલબ્ધિ, (૩) શ્રોતેન્દ્રિયની ઉપલબ્ધિ.
પ્રથમ બે સમાસમાં શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિથી શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોલ્લેખ સહિત ઉપલબ્ધરૂપ ભાવશ્રુત છે, ત્રીજામાં- અનુપયુક્તને દ્રવ્યશ્રુત કહ્યું છે, ઉપયુક્તને ઉભય દ્રવ્યભાવશ્રુત હોય છે, આ બધું વ્યવચ્છેદ ફળવાળું હોવાથી સર્વવાક્ય સાધારણ છે. અને જે ઇષ્ટ હોય તે અવધારણ વિધિ માનવાની હોય છે.
જેમકે, ‘ચૈત્રો ધનુર્ધર વ્' અહીં અયોગ વ્યવચ્છેદ થી અવધારણ છે. જેમકે ચૈત્ર નામની વ્યક્તિમાં ધનુર્ધરતાના અસંબંધનો વ્યવચ્છેદ કરેલો છે એટલે ચૈત્ર ધનુર્ધર નથી એમ નથી પણ ચૈત્ર ધનુર્ધર જ છે તેવી જ રીતે - શ્રુતં શ્રોતેન્દ્રિયોપલબ્ધિ વ ન તુ શ્રોતેન્દ્રિયોપલબ્ધિ શ્રુતમેવ, તે તો મતિ કે શ્રુત પણ હોઇ શકે જેમકે, ધનુર્થક્ષેત્રોન્ગો વા, શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ એ મતિ પણ હોવાથી અવગ્રહ-ઇહાદિ રૂપ છે । શ્રુતાનુસારિણી શ્રુતત્વાત્ તે ન્યાયથી શ્રોતેન્દ્રિયોપલબ્ધિને શ્રુત તરીકે સ્વીકારો તો તે સર્વથા મતિ ન જ થાય પણ તે ક્યારેક મતિ થાય તો છે.
પ્રશ્ન-૧૦૭ જો શ્રોતેન્દ્રિયોપલબ્ધિ શ્રુત હોય તો બીજું શું થાય ?
ઉત્તર-૧૦૭ – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિને છોડીને શેષ જે ચક્ષુઆદિ ચતુષ્ટયથી ઉપલબ્ધ થાય છે તે મતિ જ્ઞાન છે. ફક્ત શેષ ઇન્દ્રિયોપલબ્ધિ જ મતિજ્ઞાન નથી પરંતુ શ્રોતેન્દ્રિયોપલબ્ધિ પણ ક્યારેક અવગ્રહ-ઇહાદિમાત્ર રૂપ હોય તો મતિજ્ઞાન થાય છે. એમ થતાં પછીની અવધારણાદિની વાત અસંગત થઇ જાય છે.
અપવાદ
પુસ્તકાદિલિખિત દ્રવ્યશ્રુત ને છોડીને જે શેષ છે તે મતિજ્ઞાન જાણવું. કારણકે તે ભાવશ્રુતનું કારણ બનતું હોવાથી શબ્દની જેમ દ્રવ્યશ્રુત જ છે.