________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
‘માસરૂ નું નાવિવિતિય ત્તિ' જે કારણથી વિચાર કર્યા વિના કોઈ બોલતું નથી અને જે વિવક્ષાજ્ઞાન છે તે મતિ છે. તેથી મતિપૂર્વ દ્રવ્યશ્રુત સિદ્ધ થાય છે. એવું કહેવામાં દોષ બતાવે છે કે - તેવા પ્રકારના વ્યાખ્યાનકારોને ભાવશ્રુતનો સર્વથા અભાવ થાય છે. કારણકે વક્તગત વિવક્ષા ઉપયોગજ્ઞાનને જ તેઓ મતિ કહે છે. નહિ તો શબ્દનો મતિપૂર્વક તરીકે અભાવ થાય. શ્રોતાને પણ શબ્દ સાંભળીને પહેલાં જે અવગ્રહાદિજ્ઞાન થાય છે તે મતિ જ છે. એ પહેલા તેમાં પણ ભાવશ્રુત ન માનવું જો એમ માનશો તો અમારો મત સ્વીકાર થઇ જશે. જે ન સંભળનારને અને ન બોલનારને અનુપ્રેક્ષાદિ અન્તર્જલ્પરૂપિત જ્ઞાન થાય છે તે ભાવશ્રુત છે. એમ જો કહો તો તે બરાબર નથી, કારણ કે તે પણ જો અવગ્રહાદિ રૂપ મતિપૂર્વ હોય તો ભાવશ્રુત માનવું તમને ઇષ્ટ નથી એમ કરવામાં અમારા પક્ષનો જ તમારે સ્વીકાર થશે.
૬૨
મતિપૂર્વ ન માનો તો પણ અવિકલ્પ હોવાથી તે શબ્દ વિવક્ષા જ્ઞાનવત્ મતિ જ છે. કારણકે તેમાં જ શબ્દવિકલ્પ છે તે સિવાય શબ્દ નામ સંભવતો નથી. તે ભાવશ્રુત તરીકે ઇષ્ટ નહિ બની શકે તેથી મતિ પછી સર્વત્ર શબ્દમાત્રનું જ ઉત્થાન છે ભાવશ્રુતનું ઉત્થાન નથી, આ રીતે તમારે અમારી માન્યતા સ્વીકાર કરવી પડશે, અને વિકલ્પજ્ઞાનો વિવક્ષાજ્ઞાનની જેમ મતિ તરીકે જ કહ્યા છે એટલે સર્વત્ર ભાવશ્રુતાભાવ જ થઇ જાય.
પ્રશ્ન-૧૦૨ – તો ભલેને થાય શું વાંધો છે ?
ઉત્તર-૧૦૨ – ‘ન્ ય વિસેલો ત્તિ' ભાવશ્રુતાભાવે મતિ-શ્રુતનો ભેદ જ ન થાય. અહીં તો બંનેનો ભેદ થાય છે. જ્યારે મતિ જ હોય અને ભાવશ્રુત નહોય ત્યારે કોની સાથે ભેદચિંતા થાય ?
પ્રશ્ન-૧૦૩ – દ્રવ્યશ્રુતરૂપ શબ્દ સાથે મતિની ભેદ ચિંતા થશે ને ?
ઉત્તર-૧૦૩ બરાબર નથી, જ્ઞાન પંચકના વિચારનો અહીં અધિકાર છે તેમાં ભેદચિંતા અસ્થાને છે. અથવા ‘મતિપૂર્વ દ્રવ્યશ્રુતં' એ પ્રમાણે મતિનો વિશેષ શબ્દ સાથે પણ વિચારો તો તે પણ ઘટતો નથી.
પ્રશ્ન-૧૦૪ – કેમ ન ઘટે ?
ઉત્તર-૧૦૪ – જે રીતે દ્રવ્યશ્રુત-શબ્દ મતિથી થાય છે એવું જે આપ જણાવો છો તે મતિ પણ શબ્દથી જ શ્રોતાને થાય છે. તેથી મતિશ્રુતનો ભેદ બતાવવાનો જે વિશેષ છે તે બતાવવા માટે પ્રસ્તુતમાં કે તે બંનેમાં અન્યોન્ય પૂર્વભાવિતાથી સમાન થતો નથી તેથી તે
EVER