________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૬૧
-
કહેવાય છે અને તે અવગ્રહ-ઇહા આદિ સિવાય આકસ્મિક અચાનક થતું નથી અને અવગ્રહાદિ તો મતિના જ ભેદ છે એટલે શ્રુતને મતિપૂર્વક કહેવામાં વિરોધ આવતો નથી. · અન્ય પાસેથી શબ્દ સાંભળીને તદ્વિષયક તમને પણ જે મતિ થાય છે તે શ્રુતપૂર્વા જ છે કારણ કે, શબ્દ એ શ્રુત છે એમ, પહેલાં તમે જણાવેલું છે એટલે એકબીજામાં પૂર્વભાવી અને પશ્ચાદ્ભાવી એવો મતિ-શ્રુતનો ભેદ ન રહ્યો. ત્યારે, ‘ન મર્ફે સુચવુવ્લિય ત્તિ' એવું જે પહેલાં તમે કહેલું તે અયોગ્ય થશે કે નહિ ?
2-2-૪h
ઉત્તર-૯૯ અન્ય પાસેથી શબ્દ સાંભળીને જે મતિ ઉત્પન્ન થાય છે તે શબ્દ દ્રવ્યશ્રુતમાત્ર હોવાથી ભાવશ્રુતનું કારણ નથી એતો કોઈ રોકી શકતું નથી. પણ અમે કહીએ છીએ કે ભાવશ્રુતથી મતિ નથી. દ્રવ્યશ્રુતથી તો ભલેને થાય શું વાંધો છે.
પ્રશ્ન-૧૦૦ – ભાવશ્રુતથી ઉપર શું સર્વથા મતિ ન જ હોય ?
ઉત્તર-૧૦૦ – ભાવશ્રુતથી ઉપર મતિ કાર્યતયા જ નથી, પરંતુ ક્રમશઃ તે થાય છે મતિ નથી એવું નથી, મતિ છે એ તો બધા માને છે નહિ તો આજીવન શ્રુતમાત્રના ઉપયોગની આપત્તિ આવે.
પ્રશ્ન-૧૦૧ જો તે ક્રમશઃ છે તો તમે તેનું શું કરો છો ?
ઉત્તર-૧૦૧ – તે તો માનેલી જ છે, ક્રમથી થતી મતિને કોણ રોકી શકે છે ? મતિથી શ્રુતોપયોગ ઉત્પન્ન થાય છે. તે નષ્ટથતાં પોતાના કારણ સમૂહ દ્વારા હંમેશા પ્રવર્તતી એવી મતિ ફરી રહે છે. તે રીતે શ્રુત પાછું ફરી પાછી મતિ આ રીતે ક્રમથી થતી મતિનો અમે નિષેધ કરતા નથી કારણ કે શ્રુતોપયોગથી પડેલાની મતિમાં સ્થિતિ થાય છે આ રીતે ક્રમે થતી મતિ અમે પણ માનીએ છીએ. કેમકે શ્રુતોપયોગથી ચ્યવેલાને મતિમાં સ્થિતિ હોય છે. જેમકે-સામાન્ય સુવર્ણથી સ્વવિશેષરૂપ કંકણ-અંગુલીકા વગેરે બને છે તેથી તેઓ કાર્યનો વ્યપદેશ પામે જ છે. સુવર્ણ તેનાથી બનતું ન હોવાથી તેનો કાર્ય તરીકે વ્યવહાર થતો નથી તે કારણ તરીકે સિદ્ધ છે કંકણાદિ વિશેષના નાશે સુવર્ણનું અવસ્થાન સર્વથા નિવા૨ી શકાતું નથી. એમ મતિ (સામાન્ય) થી સ્વવિશેષરૂપ શ્રુતોપયોગ થાય છે એથી તે તેનું કાર્ય કહેવાય છે. મતિ તત્જન્મ (શ્રુતોપયોગ જન્મ) નથી તેથી કાર્ય બનતી નથી. તે અન્ય હેતુથી સદાસિદ્ધ છે. સ્વવિશેષભૂત શ્રુતોપયોગ નષ્ટ થતાં ક્રમાયાત મતિ રોકી શકાતી નથી, એમ જો મતિ શેકાય તો આજન્મ શ્રુતોપયોગની જ ફક્ત રહેવાની આપત્તિ આવે.
મતાંતર :- કેટલાંક કહે છે - દ્રવ્યશ્રુત શબ્દરૂપ મતિપૂર્વ શ્રુત છે ભાવશ્રુત નથી ત્યાં યુક્તિ કહે છે -