________________
૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પૂરણ અને પાલનથી મતિ જે કારણે પહેલાં લેવાય છે તેથી મતિપૂર્વક શ્રુત કહેવાયું છે પૂર્વશબ્દ અહીં કારણપર્યાય છે, કાર્ય પહેલા કારણ હોવાથી, “ જ્ઞાન પૂર્વા (સર્વ) પુરુષાર્થસિદ્ધિઃ' વગેરેમાં તથાદર્શન થાય છે. તેથી મતિપૂર્વ શ્રતુન્ શ્રુતજ્ઞાન એ કાર્ય છે, મતિ તેનું કારણ છે, અને કાર્ય-કારણનો માટી-ઘટની જેમ કથંચિત ભેદ પ્રતીત જ છે.
અનુપ્રેક્ષાદિ કાળે વિચારીને શ્રુતપર્યાયના વર્ધનથી મતિથી જ શ્રુતજ્ઞાન પૂરાય છે. તથા મતિથી જે શ્રુતજ્ઞાન અન્ય પાસેથી પ્રાપ્ત થાય છે. તે મતિ દ્વારા જ અન્યને અપાય છે. તથા ગ્રહણ કરેલું શ્રુત પરાવર્તન-ચિન્તન દ્વારા મતિથી જ સ્થિર કરાય છે. નહી તો નષ્ટ થઈ જાય. શ્રુતજ્ઞાનના આ પૂરણાદિ અર્થો વિશિષ્ટ વિચાર-ધારણાદિ સિવાય કરી ન શકાય, અભ્યાદિ મતિજ્ઞાન જ છે એ રીતે સર્વપ્રકારે મતિ જ શ્રુતનું કારણ છે શ્રુત કાર્ય છે, આ રીતે બંનેમાં કાર્ય-કારણભાવ ભેદ હોય તો જ સંગત થાય છે. અભેદમાં તો પટ-તસ્વરૂપની જેમ તેની અસંગતિ થઈ જાય. તેથી કારણ-કાર્યરૂપ હોવાથી મતિશ્રુતનો ભેદ છે.
પ્રશ્ન-૯૭ – મતિ-શ્રુત બે પ્રકારના હોય છે - સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ, મિથ્યાષ્ટિને અજ્ઞાન રૂપ હોય છે. તે બંને એક સાથે જ થાય છે. તેના ક્ષયોપશમનો લાભ આગમમાં એકસાથે જણાવેલો છે જો આ જ્ઞાન-અજ્ઞાન મતિ અને શ્રુતમાં અલગ એક સમયે થાય છે તો મતિપૂર્વ શ્રત એમ કહેવું બરાબર નથી કારણ કે, સમકાળે ઉત્પન્ન થયેલાનો ડાબા-જમણા ગાયના શિંગડાની જેમ પૂર્વ-પશ્ચાદ્ભાવ સંગત થતો નથી. એ ઉસૂત્ર પણ અસદુ આગ્રહવશથી તમે છોડતા નથી. એમ કહેવાય છે કે – મતિજ્ઞાન ઉત્પન્ન થવાના સમયે શ્રુતજ્ઞાન ન સ્વીકારતા જીવને શ્રુતજ્ઞાન થાય છે. શ્રુત જ્ઞાનની અનુત્પત્તિ છતે હજુ સુધી શ્રુતજ્ઞાન નિવૃત્તિ નથી અને જ્ઞાન-અજ્ઞાનની સમકાળે અવસ્થિતિ આગમમાં ક્યાંય માની નથી, કારણ કે બે પરસ્પર વિરોધિ પદાર્થો એક કાળે ન સંભવે, અહીં જ્ઞાન સમ્યગ્દષ્ટી સંભવી છે અને અજ્ઞાન મિથ્યાષ્ટિ સંભવી છે. તો તમે એ બંનેની એક સાથે ઉત્પત્તિ કઈ રીતે માનશો?
ઉત્તર-૯૭ – આ તો પ્રતિપક્ષની બુદ્ધિની જડતાનો વિલાસ છે, અભિપ્રાયનું જ એમને જ્ઞાન નથી, કેમકે-મતિ-શ્રુતજ્ઞાન અને અજ્ઞાન બે પ્રકારે થાય છે - તદાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિથી અને ઉપયોગથી, ત્યાં જે લબ્ધિથી મતિશ્રુત છે તે જ સમકાળે થાય છે. જે ઉપયોગ છે તે સાથે થતો જ નથી પરંતુ બંને જ્ઞાનનો ઉપયોગ તો કેવલજ્ઞાન-દર્શનની જેમ તથાસ્વભાવે અનુક્રમે જ થાય છે.
પ્રશ્ન-૯૮ – તો અહીં લબ્ધિને લઈને શ્રુતની મતિપૂર્વતા થશે?
ઉત્તર-૯૮ – ના, મતિપૂર્વક શ્રુતમાં તો હૃતોપયોગમાં જ મતિનો પ્રભાવ અંગીકાર કર્યો છે લબ્ધિમાં નહિ. કારણ કે, શ્રુતપયોગ જ વિશિષ્ટ અંતર્જલ્પાકાર શ્રુતાનુસાર જ્ઞાન