________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પાછળથી અભ્યાસબળથી જ જો અનુપયુક્ત-એમાં ઉપયોગવાળો થયા વિના બોલે તો તે દ્રવ્યશ્રુત છે. તથા જેને શ્રુતબુદ્ધિથી જોવે જ છે પણ મનમાં ન સ્ફૂરવા છતાં બોલે તે ભાવશ્રુત છે. આ રીતે દ્રવ્યશ્રુતની વિચારણા થઈ.
૬૯
હવે ભાવશ્રુત – તે ઉભયશ્રુત અને દ્રવ્યશ્રુત બંનેથી અનંતગુણ છે અને એનાથી તે બંને અનંતમા ભાગે છે. વાચા ક્રમવર્તી હોય છે આયુષ્ય પરિમિત હોય છે એટલે બધા જ ભાવશ્રુતના વિષયભૂત અર્થોનો અનંતમો ભાગ જ વક્તા બોલે છે. તેથી ભાવશ્રુતનો અનંતમો ભાગ જ દ્રવ્ય-ઉભય શ્રુત તરીકે પરિણમે છે એમ કહેવાય છે.
પ્રશ્ન-૧૧૮ - જે ઉપયોગવાળો બોલે તે ઉભયશ્રુત અને અનુપયુક્ત બોલે તે દ્રવ્યશ્રુત એમ તમે કહો છો તો પછી જે બોલતો નથી, માત્ર શ્રુતબુદ્ધિથી જોવે જ છે ત્યાં પણ દ્રવ્ય અને ઉભય શ્રુતરૂપતા કેમ કહેતા નથી ?
ઉત્તર-૧૧૮ – દ્રવ્ય-ઉભયશ્રુત દ્વારા અન્યત્ર-ભાવશ્રુતમાં પણ શ્રુત-દ્રવ્ય-ઉભયશ્રુતરૂપ બને તો ઉપલબ્ધિ સમાન થાય. જ્યાં સુધી વસ્તુસમૂહ મળે ત્યાં સુધી ઉપયુક્ત કે અનુપયુક્ત તે બધું બોલે એવું પણ નથી શ્રુતોપલબ્ધિથી ઉપલબ્ધ અર્થો અનંત છે, વાણી ક્રમવર્તી છે. અને આયુ પરિમિત છે. તેથી અભિલાપ્ય-શ્રુતોપલબ્ધિથી ઉપલબ્ધ એવા ભાવોમાંથી આખા જીવનમાં વક્તા અનંતભાગ જ બોલે છે. એથી ત્યાં જ અનુપયુક્ત બોલનારને દ્રવ્યશ્રુતરૂપ અને ઉપયુક્તને ઉભયશ્રુત રૂપ જ થાય, સર્વ ભાવશ્રુત તો ભાષણનો જ અસંભવ હોવાથી નથી બનતું.
શ્રુતરૂપ બુદ્ધિથી વિચારેલા ભાવોમાંથી શ્રુતાત્મકમતિસહિત જે ભાવોને બોલે છે તે દ્રવ્યભાવરૂપ ઉભયશ્રુત કહેવાય છે. અને અનુપયુક્ત જે બોલે તે શબ્દમાત્ર દ્રવ્યશ્રુત જ છે. અને જે શ્રુતબુદ્ધિથી માત્ર વિચારે જ છે પણ બોલતો નથી તે ભાવશ્રુત. તેથી તેમાં પણ દ્રવ્ય કે ઉભયશ્રુત હોય જો તે ઉપલબ્ધિસમ હોય, તે તો અહીં નથી કારણકે, શ્રુતજ્ઞાની સ્વબુદ્ધિથી જેટલું ઉપલબ્ધ કરે છે તેટલું બોલી શકતો નથી કારણ ભાષાવિષયીકૃત શ્રુતથી અશક્ય એવું ભાષણ ક્રિયાવાળું ભાવશ્રુત અનંત ગુણ છે તેથી ઉપલબ્ધિસમ થતું નથી.
ઉપલબ્ધિસમ નો સમાધિવિધિ --પત્ન—ા સહ વર્તતે યુદ્ધીષામ્ તવુપબ્લિ: સમમ્ યા या श्रुतोपलब्धिस्तया तया सह यद् भाषणं तदुपलब्धिसममित्यर्थः
અથવા તે ઉપલબ્ધિથી જે સમાન તે ઉપલબ્ધિસમ-જેટલી પણ શ્રુતોપલબ્ધિ હોય તેટલું જે ભાષણ થાય અથવા તે ઉપલબ્ધિની સમકાળે જે ભાષણ કરાય તે. જેમકે અંદર શૂળની વેદના થાય છે અને તે જ સમયે બીજાને તે પીડા કહે છે. એમ અંતઃ સર્વ શ્રુતોપલબ્ધિને