________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ફક્ત શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રુત નથી પરંતુ જે ચારે ઇન્દ્રિયોમાં શ્રુતાનુસાર સાભિલાપજ્ઞાન રૂપ અક્ષરલાભ છે તે પણ શ્રુત છે. અક્ષરલાભ થવા માત્રથી જ તે શ્રુત ન કહેવાય કેમકે – અક્ષરલાભ તો ઈહા-અપાયરૂપ મતિજ્ઞાનમાં પણ થાય છે તેથી શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનરૂપ અક્ષરલાભ તે શ્રુતજ્ઞાને જાણવું.
પ્રશ્ન-૧૦૮– જો ચક્ષુઆદિ ઇન્દ્રિયનો અક્ષરલાભ પણ શ્રુત છે તો શ્રોતેંદ્રિયોપવ્યિવ મૃતમ્' એ વાત અસંગત થાય છે. કારણ તમે શેષ ઇન્દ્રિયની ઉપલબ્ધિનું પણ શ્રુતત્વન સમર્થન કરો છો?
ઉત્તર-૧૦૮ – એમ નથી. શેષ ઇન્દ્રિયાસરલાભ પણ મૂળતો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ રૂપ જ છે અને તે લાભ પણ અહીં શ્રુતાનાસારિ અભિલાપજ્ઞાનરૂપ જ અધિકૃત છે અને શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ પણ એવા પ્રકારના કૃતરૂપ જ કહી છે. તેથી, સાભિલાપ વિજ્ઞાન શેષઇન્દ્રિયોના માધ્યમે ઉત્પન્ન થયેલું પણ યોગ્યતાના લીધે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ માનવું, કારણ કે, સર્વ અભિલાષ શ્રોતેન્દ્રિયને ગ્રહણ યોગ્ય હોય છે.
પ્રશ્ન-૧૦૯ – તો “સોવિયોવનદ્ધી રોફ સુથ” તથા “વરત્નો ય સેલે' એ ઉભયવચનથી શ્રુતજ્ઞાન એ સર્વ ઇન્દ્રિય નિમિત્તથી થાય છે એમ સિદ્ધ થયું તથા “સર્ષ તુ મછુના' વચનથી મતિજ્ઞાનની પણ સર્વઇન્દ્રિયકારણતા સિદ્ધ કરાઈ અને આપે તો ઇન્દ્રિય વિભાગથી મતિ-શ્રુતનો ભેદ બતાવવાનું શરૂ કર્યું છે તે આ રીતે સિદ્ધ થતું નથી. કારણકે તે બંને સર્વઇન્દ્રિય નિમિત્તથી તુલ્ય છે એવું તમે પ્રતિપાદન કર્યું છે. તો તમારા વચનમાં વિરોધ નહિ આવે?
ઉત્તર-૧૦૯- તમે સારી વાત કહી પરંતુ જોકે, શેષેન્દ્રિયને આધીન હોવાથી તદક્ષરલાભ શેષેન્દ્રિયોપલબ્ધિ કહેવાય છે તો પણ અભિલાપાત્મક હોવાથી એ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ યોગ્ય જ છે. તેથી, વાસ્તવિક રીતે તો તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ છે. અને એમ હોવાથી વાસ્તવમાં સર્વ શ્રોત્રવિષય જ શ્રુતજ્ઞાન છે મતિજ્ઞાન તો શેષેન્દ્રિય વિષય અને શ્રોતેન્દ્રિયવિષય સિદ્ધ થાય છે. આમ, ઇન્દ્રિય વિભાગથી મતિ-શ્રુતના ભેદમાં કોઈ બાધ આવતો નથી.
પ્રશ્ન-૧૧૦– જો શ્રોત્રોપલબ્ધિ શ્રત જ છે તો શ્રોત્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા અવગ્રહઈહા વગેરે મતિજ્ઞાનને પ્રાપ્ત નહિ થાય. કારણ કે તે સર્વ ઉપલબ્ધિ શ્રુત તરીકે જ અવધારણ કરેલી છે. ભલેને તને મતિજ્ઞાન ન થાય એમાં અમારું શું જાય છે?
ઉત્તર-૧૧૦ – એમ નથી, એવું કરવામાં તો આગળ કહેવાનારા મતિજ્ઞાનના ૨૮ ભેદની હાનિ થઈ જાય.
ભાગ-૧/૬