________________
૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અન્ય છે, એવંભૂત પણ એજ માને છે ફક્ત એ આગળનાથી વિશુદ્ધ હોવાથી એક પર્યાયાભિધેય ભાવમંગલને પણ ભાવમંગલ કાર્ય કરે ત્યારે જ માને છે, એ સિવાય નહિ – જેમકે, ધર્મોપકરણ યુક્ત સમ્યફચારિત્રના ઉપયોગમાં રહેલો સાધુ, આ રીતે આ બંને ઋજુશબ્દની અપેક્ષાએ વિપરિત માન્યતા વાળા છે. તેથી ભાવમંગલ આદિ સર્વને નિયત પર્યાયભેદથી ભિન્ન માને છે. જો પર્યાય ભેદથી પણ વસ્તુ ભિન્ન ન હોય તો ઘટ-પટાદિમાં પણ ભિન્નતા ન હોય.
આ રીતે પ્રાસંગિક જણાવીને હવે, પ્રસ્તુતમાં જે પૂર્વમાં નોઆગમથી ભાવમંગલ જણાવ્યું છે તેમાં નો શબ્દને સર્વ નિષેધાર્થમાં કહીને વિશુદ્ધ સાયિકાદિભાવને નોઆગમથી ભાવમંગલ કહ્યું છે, ફરી નો શબ્દને મિશ્ર અર્થમાં જણાવી જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપયોગને નોઆગમથી ભાવમંગલ કહ્યું, તે પછી નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને અરિહંતને નમસ્કાર કરવા આદિનું જ્ઞાન અને ક્રિયા એમ ઉભયથી મિશ્ર એવા પરિણામને નોઆગમથી ભાવમંગલ કહ્યું. અને હવે, આ જ નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને પાંચ જ્ઞાનરૂપ નંદિ નોઆગમથી ભાવમંગલ છે એમ જણાવે છે.
(ભાવમંગલ - પાંચ જ્ઞાનરૂપ નંદિ ) मङ्गलमहवा नन्दी चउव्विहा मंगलं च सा नेया । दव्वे तूरसमुदओ भावम्मि य पञ्च नाणाई ॥
અગાઉ ભાવમંગલના ત્રણ પ્રકાર બતાવ્યા હવે ચોથો પ્રકાર જણાવે છે. તેનું નામ છે નંદિ'. ભવ્યજીવો જેનાથી સમૃદ્ધિ પામે તેનું નામ નંદિ. અહીં પાંચ જ્ઞાનરૂપ નંદિ જાણવી. નંદિનો પણ નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. (૧) નંદિ એવું જેનું નામ તે નામ નંદિ. (૨) અક્ષાદિમાં નંદિની સ્થાપના કરવી તે સ્થાપના નંદિ. (૩) દ્રવ્યનંદિ બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી નંદિ પદાર્થને જાણનાર અને તેમાં ઉપયુક્ત ન હોય તે આગમથી દ્રવ્યનંદિ અને નોઆગમથી જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત. એમાં નંદિ જાણનારનું કલેવર તથા ભવિષ્યમાં જાણનાર બાળક છે તથ વ્યતિરિક્ત નંદિ બાર પ્રકારના વાજિંત્રો છે.
ભાવનંદિ બે પ્રકારે છે – આગમત, નોઆગમત, આગમથી – નંદિપદાર્થને જાણનારો અને તેમાં ઉપયુક્ત તે આગમત ભાવનંદિ.
નોઆગમથી – ભાવનન્દી-પાંચ જ્ઞાનો, આગમ એ પાંચજ્ઞાનનો એક દેશ છે. નો શબ્દ અહીં “એકદેશવાચી' છે.