________________
ગુજરાતી પ્રશ્નોત્તર ત્રણે મટીને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે સાથે જ થાય છે માટે લાભ સાધર્મ છે.
તથા, અવધિ પછી મનનો વિષય હોવાથી છદ્મસ્થ-વિષય-ભાવ ના સાધમ્મથી મન:પર્યવ જ્ઞાનને જણાવ્યું છે.
છધસ્થ - બંને જ્ઞાન છદ્મસ્થને જ થાય છે એટલે છબસ્થ સામ્ય છે. વિષય - બંનેનો પુદ્ગલમાત્ર વિષય હોવાથી બંનેમાં વિષયસામ્ય છે. ભાવ - બંને ક્ષાયોપશમિક ભાવવાળા હોવાથી બંનેમાં ભાવ સામ્ય છે. પ્રત્યક્ષત્વ - બંને સાક્ષાત્ દેખતા હોવાથી પ્રત્યક્ષત્વથી સામ્ય છે. આ રીતે ક્રમસર સમાનતાને ઉદ્દેશીને આ ક્રમે ઉક્ત જ્ઞાનોનો નિર્દેશ કરાયેલો છે. પ્રશ્ન-૭૪ – કેવલ જ્ઞાનને સૌથી ઉપર (છેલ્લું) શા માટે કહ્યું છે?
ઉત્તર-૭૪ – ભાવપ્રધાન હોવાથી તથા અતીત-અનાગત-વર્તમાન સમગ્ર શેયસ્વરૂપને પ્રગટ કરનારું હોવાથી કેવલજ્ઞાન સર્વોત્તમ છે. જે રીતે મન:પર્યાય જ્ઞાનનો સ્વામી અપ્રમત્ત મુનિ જ હોય છે તેમ કેવલજ્ઞાનનો સ્વામી પણ અપ્રમત્ત મુનિ જ હોય છે તેથી યતિ (મુનિ)ત્વના સામ્યથી મન:પર્યાય પછી કેવલજ્ઞાન કહ્યું છે.
તથા સમસ્ત અપર (નીચેના ચાર) જ્ઞાનના અંતે જ એની પ્રાપ્તિ થતી હોવાથી છેલ્લે જ નિર્દેશ કર્યો છે.
પ્રશ્ન-૭૫ આ પાંચે જ્ઞાનો પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? ઉત્તર-૭૫– એ પાંચમાથી મતિ-શ્રુત પરોક્ષ છે. બીજા અવધિ આદિ ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનું લક્ષણ
અર્થવ્યાપન-ભોજનગુણથી યુક્ત હોવાથી અક્ષ = જીવ કહેવાય છે. “શૂ વ્યાસી' એ સૂત્રથી અશુ ધાતુ વ્યાપ્તિ અર્થમાં વપરાય છે જેમ કે - ઝનૂતે જ્ઞાનાત્મના સર્વાથન વ્યાનોતીતિ ૩વિનિપતિના અક્ષો ગીવ અર્થાત્ જે જ્ઞાનાત્મા દ્વારા જગતના સર્વ અર્થોને વ્યાપ્ત થઈને રહે છે તે અક્ષ અથવા “શ મોનને બીજી રીતે અશુ ધાતુ ભોજન અર્થમાં પણ વપરાય છે જેમ કે - અજ્ઞાતિ સમસ્તેત્રિભુવન ડૉર્તિનો ફેવનો સમૃદ્ધયાકીનન પાતતિ भुङ्क्ते वा इति निपातनाद् अक्षो जीवः, अनाते भॊजनार्थत्वाद् भुजेश्च पालनाऽभ्यव्यवहारार्थत्वात् ।