________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઇત્યાદિ, જો યુક્તિથી પણ એ કહ્યું હોય તોય બરાબર નથી. સંકેત કાળે સાંભળેલા શબ્દથી પરિકર્મિત બુદ્ધિવાળાને વ્યવહારકાળે તેના સ્મરણ વિના પણ વિકલ્પ પરંપરાપૂર્વક વિવિધ વચનમાં પ્રવૃત્તિ થતી દેખાય છે, પૂર્વે પ્રવૃત્ત થયેલા સંકેતો અને ભણેલા શ્રુતગ્રન્થો વ્યવહારકાળે વિચારાય છે કે આ શબ્દથી વાચ્ય અમુક વસ્તુ પહેલાં મે જાણી છે એવો સંકેત થાય છે. તથા અમુકગ્રન્થમાં એ વસ્તુ એ પ્રમાણે કહી છે એ રીતે શ્રુતગ્રન્થને અનુસરતો જણાય છે. અભ્યાસની કુશળતાથી તેના અનુસરણ સિવાય પણ સતત વિકલ્પ ભાષણની પરવૃત્તિ થતી જણાય છે. પણ જ્યાં શ્રુતાનુસારિતા છે ત્યાં શ્રુતરૂપતાનો અમે નિષેધ કરતા નથી તેથી શ્રુતાનુસારિતાના અભાવે શ્રુતત્વાભાવથી ઇહા-અપાય-ધારણા સંપૂર્ણ રીતે મતિજ્ઞાન હોવાથી મતિજ્ઞાનમાં તે અવ્યાપ્ત બનતા નથી. અને શ્રુતરૂપતાથી શ્રુતાનુસારિ સાભિલાષજ્ઞાનવિશેષમાં જ રહેલા હોવાથી તે શ્રુતજ્ઞાનના લક્ષણમાં પણ અતિવ્યાપ્ત થતા નથી.
૫૬
-
બીજું - અંગ-અનંગ પ્રવિષ્ટાદિ શ્રુતભેદોમાં મતિપૂર્વ જ શ્રુત છે એવા વચનથી પ્રથમ શબ્દાદિ અવગ્રહણકાળે અવગ્રહાદિ ઉત્પન્ન થાય છે. એ બધા શ્રુતાનુસારિ ન હોવાથી મતિજ્ઞાન છે તે અંગાદિમાં જે શ્રુતાનુસારી જ્ઞાનવિશેષ છે તે શ્રુતજ્ઞાન છે. તેથી તે શ્રુતભેદોમાં સંપૂર્ણ રીતે મતિજ્ઞાનત્વના અભાવે અને ઇહાદિ મતિભેદોમાં શ્રુતાનુસારિતાનો અભાવ હોતે છતે શ્રુતજ્ઞાનનો પણ અભાવ હોવાથી ઉભયલક્ષણ સંકીર્ણતાનો દોષ પણ નહિ રહે. અહીં મતિ-શ્રુતનો સરસવ-મેરૂ જેવો આત્યંતિક ભેદ લેવાની જરૂર નથી કારણ કે પહેલાં જ કહ્યું છે - કોઇ વિશિષ્ટ મતિવિશેષ જ શ્રુત છે આગળ પણ કહીશું – વલ્કસમાન મતિજ્ઞાન, તજ્જનિત દવરિકારૂપ શ્રુતજ્ઞાન છે. અર્થાત્ વૃક્ષની છાલ સમાન મતિજ્ઞાન છે અને તેમાંથી બનતા દોરડા જેવું શ્રુત જ્ઞાન છે, આ છાલ અને દોરડામાનો પરમાણુ-હાથીની જેમ આત્યંતિક ભેદ નથી. પરંતુ, કાર્ય-કારણભાવ કૃત ભેદ જ છે. મતિને કારણ તરીકે અને શ્રુતને કાર્ય તરીકે કહેવાનું જ છે, કારણ-કાર્યમાં આત્યંતિક ભેદ હોતો નથી. જેમકે સુવર્ણ (કારણ) અને કુંડલ (કાર્ય), તેથી અવગ્રહાપેક્ષાએ અનભિલાપ અને ઇહાદિ અપેક્ષાએ સાભિલાપાત્ મતિજ્ઞાન અનભિલાપ-સાભિલાપ રૂપ અને અશ્રુતાનુસારી છે. કેમકે, સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રંથ સંબંધિ શબ્દના વ્યવહારકાળે મતિજ્ઞાન પ્રવર્તે છે. તથા સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રન્થ સંબંધિ શબ્દરૂપ વ્યવહારકાળે અવશ્ય અનુસરણ હોવાથી શ્રુતજ્ઞાન તો સાભિલાપ અને શ્રુતાનુસારિ જ છે.
પ્રશ્ન-૯૦
તમારા કરેલા લક્ષણ મુજબ ‘શ્રુતાનુસારિ જ્ઞાન ને જ જો શ્રુત તરીકે સ્વીકારીએ તો એકેન્દ્રિયો માં તે ન ઘટે, કારણકે મન વગેરે સામગ્રીના અભાવે તેમાં