________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આમિળિવોહિયં, સુળેફ ત્તિ સુયૅ' જો કે સ્વામિત્વાદિ વડે મતિ અને શ્રુતજ્ઞાન સમાન છે. છતાં પણ આચાર્યશ્રી તેનો ભેદ જણાવે છે - જેમકે - જે જાણે તે આભિનિબોધિક અને જેને આત્મા સાંભળે તે શ્રુત.
૫૪
પ્રશ્ન-૮૪ – જો આત્મા ‘કૃોતિ તતમ્’ એવું શ્રુતજ્ઞાનનું લક્ષણ કહો છો તો જીવ શબ્દ જ સાંભળે છે એવું સર્વજગપ્રસિદ્ધ છે. એમાં વાંધો શું છે ?
ઉત્તર-૮૪ – કોઈ વાંધો નથી.
પ્રશ્ન-૮૫ – ‘નફ તો' માં જો સ સ શબ્દ શ્રુતરૂપ છે તેથી જીવનું પરિણામ તે શ્રુતને પ્રાપ્ત કરતું નથી. શબ્દ શ્રુત તરીકે ઇષ્ટ છે. તે પૌલિક હોવાથી મૂર્ત છે આત્મા તો અમૂર્ત છે. અને મૂર્ત-અમૂર્તના પરિણામનો યોગ ન હોય. આત્માનું પરિણામ શ્રુતજ્ઞાન છે એમ તીર્થંકરાદિ કહે છે. તો પછી વિરોધ કેમ ન થાય ?
ઉત્તર-૮૫ – કારણકે વક્તા એ બોલેલો શબ્દ શ્રોતામાં રહેલા શ્રુતજ્ઞાનનું કારણ બને છે અને શ્રુત એ વક્તામાં રહેલ શ્રુતઉપયોગરૂપ છે. વ્યાખ્યાનકરણાદિમાં વક્તા દ્વારા બોલેલું શ્રુત એ શબ્દનું કારણ થાય છે તેથી શ્રુતજ્ઞાનના કારણભૂત અથવા કાર્યભૂત એવા તે એ શબ્દમાં શ્રુતનો ઉપચાર કરાય છે. તેથી પરમાર્થથી શબ્દ એ શ્રુત નથી પણ ઉપચારથી છે એટલે દોષ નથી.
પ્રશ્ન-૮૬ તો પછી પરમાર્થથી શ્રુત શું છે ?
-
ઉત્તર-૮૬ – પરમાર્થથી જીવ એ શ્રુત છે. જ્ઞાન-જ્ઞાની અનન્યભૂત હોવાથી, પૂર્વે કહેલું છે. શુળોતીતિ શ્રુતમ્ આત્મા વ, એવો અર્થ જ્યારે કરાય છે ત્યારે જે સંભળાય છે તે શબ્દ છે તેથી એ કર્મસાધનપક્ષમાં દ્રવ્યશ્રુત જ કહેવાય છે. શુળોતીતિ શ્રુતં એવો અર્થ જ્યારે કરવામાં આવે છે ત્યારે સાંભળનાર આત્મા છે તેથી એ કર્તાસાધનપક્ષમાં તો ભાવશ્રુત આત્મા જ છે એટલે શ્રુતજ્ઞાનમાં અનાત્મભાવ ક્યારેય નહિ આવે.
બીજી રીતે પણ મતિ-શ્રુતનો લક્ષણભેદ કહે છે
ઇન્દ્રિય-મનનાનિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ભાવશ્રુત-શ્રુતજ્ઞાન છે. ઇન્દ્રિયમનનિમિત્તથી ઉત્પન્ન થતું મતિજ્ઞાન પણ હોય છે એથી તેના વ્યવચ્છેદ માટે કહે છે -
શ્રુતે રૂતિ શ્રુતં દ્રવ્યશ્રુત રૂપ શબ્દ. તે સંકેત-વિષય-પરોપદેશરૂપ અને શ્રુતગ્રન્થરૂપ અહીં ગ્રહણ કરાયો છે. તેના અનુસાર જે ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન છે. બીજું કાંઇ નથી. સંકેતકાળે પ્રવૃત્ત અથવા શ્રુતગ્રંથસંબંધિ ઘટાદિ શબ્દને સાંભળીને વાચ્ય-વાચકભાવથી