________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૭
શબ્દાનુસારિતા સંભવતી નથી, અને આગમમાં - “ન્દ્રિા નિયf સુયત્રી, તં નહી મન્ના ય સુત્રા ય' એમ કહ્યું છે, એ વચનથી એકેન્દ્રિયોમાં પણ શ્રુતમાત્ર જ રહી જવાથી તમારા કરેલા લક્ષણમાં અવ્યાતિ આવશે ને?
ઉત્તર-૯૦ – દ્રવ્યશ્રુત-શબ્દના અભાવે પણ સુતેલા યતિની જેમ એકેન્દ્રિયમાં ભાવશ્રુત સમજવું જો કે એકેન્દ્રિયોને કારણવૈકલ્યથી-કારણની વિકાલતાથી દ્રવ્યશ્રુત નથી તો પણ સુતેલી અવસ્થામાં રહેલા સાધુ આદિની જેમ અશબ્દકારણ છે અને અશબ્દ કાર્ય શ્રુતાવરણના ક્ષયોપશમ માત્ર રૂપ ભાવઠુત કેવલીએ જોયેલું છે એટલે એમનું માનવું, સુતેલી સ્થિતિમાં સાધુ શબ્દ સાંભળતો નથી, વિકલ્પ કરતો નથી એટલા માત્રથી તેને શ્રુતજ્ઞાનાભાવ કહી શકાય પરંતુ સુતા પછીના સમયે ભાવશ્રુત જોઇને દુધમાં રહેલા ઘીની જેમ પહેલાં પણ તેને શ્રુતજ્ઞાન હતું એવો વ્યવહાર થાય છે. એમ એકેન્દ્રિયમાં પણ સામગ્રીના અભાવે જોકે દ્રવ્યશ્રુતાભાવ છે તો પણ પરમયોગિઓએ જોયેલું હોવાથી અને વેલડીઆદિમાં ચાર સંજ્ઞા અને તેના લિંગના દર્શનથી આવરણક્ષયોપશમરૂપ ભાવૠત એકેન્દ્રિયમાં જાણવું.
પ્રશ્ન-૯૧– સુતેલાયતિ લક્ષણ દષ્ટાંતમાં પણ ભાવૠત અમે માનતા નથી. કૃતોપયોગમાં પરિણત આત્મા શ્રોતીતિ શ્રતમ, મૂર્તિ રતિ શ્રુતમ્ આ બે માંથી કઈ વ્યુત્પત્તિથી સુતેલા સાધુમાં શ્રત માનો છો ? જો પહેલી લો તો બરાબર નથી - સુતેલાને શ્રુતનો ઉપયોગ સંભવતો નથી બીજો પક્ષ-ત્યાં શબ્દ વાચ્ય હોવાથી તે પણ સ્વરૂપથી અસંભવ છે.
ઉત્તર-૯૧ – સાચી વાત છે. પરંતુ કૃત્યનેન માત્, અમિન વા રૂતિ વ્યુત્પત્તિનો અહીં આશ્રય છે અને એ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વાચ્ય થાય છે તે સમયતિ અને એકેન્દ્રિયોને છે એમાં કંઈ ક્ષતિ નથી.
પ્રશ્ન-૯૨ – તમે કહેલા દષ્ટાંતથી એકેન્દ્રિયને ભાવકૃત હોય એમ જણાતું નથી. કેમકે, શબ્દ બોલવાની ઈચ્છાવાળાને પ્રથમ આ સંબંધમાં આ જ વાત કહું એવા પ્રકારના ઉપયોગરૂપ જે જ્ઞાન થાય અને બીજાએ કહેલી ભાષા સાંભળીને જે જ્ઞાન થાય આમ બે પ્રકારે ભાવક્રુત અનુક્રમે ભાષાલબ્ધિવાળા તથા શ્રોતલબ્ધિવાળાને હોય છે. એથી એવું સિદ્ધ થાય છે કે જેને ભાષા લબ્ધિ તથા શ્રોતલબ્ધિ ન હોય તેને ભાવકૃત સંભવે નહિ, જે સુતેલા સાધુને ભાષાશ્રોતલબ્ધિ છે, તેને જાગ્યા પછી પરપ્રતિપાદન-પરઉદી રીત શબ્દશ્રવણાદિ લક્ષણ ભાવક્રુત કાર્ય દેખાય છે તેમ હોવાથી સુણાવસ્થામાં પણ તેને લબ્ધિરૂપે તે હતું એમ અનુમાન કરાય છે પણ એકેન્દ્રિયને તો ભાષા-શ્રોત્રલબ્ધિ રહિત હોવાથી ક્યારેય પણ ભાવદ્યુત કાર્ય નથી, તેને ભાવકૃત કઈ રીતે માનવું?