________________
૫૫
ગુજરાતી પ્રશ્નોત્તર જોડીને ઘટ ઘટ છે વગેરે અંતર્જલ્પ-અંતઃ શબ્દના ઉલ્લેખવાળું ઇન્દ્રિયાદિ નિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન અથવા ભાવઠુત છે.
પ્રશ્ન-૮૭ – તે કેવું છે?
ઉત્તર-૮૭ – પોતાનામાં પ્રતિભાસિત થતો જે ઘટાદિ અર્થ છે તેની ઉક્તિ બીજાને જણાવવામાં સમર્થ છે.
ભાવાર્થ:- શબ્દના ઉલ્લેખ સહિત ઉત્પન્ન થતું જ્ઞાન સ્વપ્રતિભાસમાન અર્થને જણાવનારા શબ્દને ઉત્પન્ન કરે છે તેનાથી બીજો જાણે છે, એ રીતે નિજકાઢ્યક્તિ સમર્થ એ જ્ઞાન થાય છે. શબ્દાનુસાર ઉત્પન્ન થયેલા જ્ઞાનનો નિકાયોંક્તિસામર્થ્યથી અવિરોધ હોવાથી એ સ્વરૂપ વિશેષણ છે. શેષ ઇન્દ્રિય-મન નિમિત્તથી અશ્રુતાનુસાર ઉત્પન્ન થતું જ્ઞાન જે અવગ્રહાદિજ્ઞાન છે તે મતિજ્ઞાન છે.
પ્રશ્ન-૮૮ - જો શબ્દોલ્લેખ સહિત ઉત્પન્ન થતા જ્ઞાનને શ્રુતજ્ઞાન તમે કહો છો અને શેષ જ્ઞાનને મતિજ્ઞાન કહો છો તો બતાવાનારા સ્વરૂપવાળું અવગ્રહ જ મતિજ્ઞાન થશે. ઈહાઅપાય વગેરે મતિજ્ઞાન નહિ થાય, કારણ તેમાં તો શબ્દોલ્લેખ છે અને એ પાછા મતિજ્ઞાનના ભેદ તરીકે પ્રસિદ્ધ છે. તો શ્રુતજ્ઞાનનું લક્ષણ મતિ જ્ઞાનમાં જતું હોવાથી શ્રુતજ્ઞાનમાં તે ઈહાઅપાય વગેરે અતિવ્યાપ્ત કેમ નહિ થાય? અને મતિજ્ઞાનમાં અવ્યાપ્તિ થતી પણ કેમ રોકશો? અને બીજું અંગ-અનંગ પ્રવિષ્ટાદિ “RGર સન્ની સમ્મ સાdi નુ સંપન્નવસિર્ષ ૨' વગેરે શ્રુતના ભેદોમાં મતિજ્ઞાનના ભેદ સ્વરૂપ અવગ્રહ-ઈહા આદિ પણ હોવાથી તે સંપૂર્ણ મતિજ્ઞાન થઈ જવાનો પ્રસંગ આવશે અને મતિજ્ઞાનના ઈહા-અપાયાદિ ભેદો સાભિલાષત્વેન શ્રુતજ્ઞાનને પ્રાપ્ત થવાથી બંને લક્ષણ-બંને લક્ષણમાં ઘુસી જવાથી સંકીર્ણતા-શંકર દોષ આવશે.
ઉત્તર-૮૮ – તમે કહો છો કે અવગ્રહ જ મતિજ્ઞાન છે. ઈહા-અપાય વગેરે નથી તે શબ્દોલ્લેખ સહિત છે માટે તે અયોગ્ય છે કારણ કે, જો કે બહાદિ સાભિલાષ છે તો પણ તે શ્રતરૂપ નથી શ્રુતાનુસારી અભિલાપ સહિતનું જ્ઞાન જ શ્રતરૂપ હોય છે.
પ્રશ્ન-૮૯ – સિદ્ધાંતમાં અવગ્રહાદિને શ્રતનિશ્રિત જ કહેલા છે અને યુક્તિથી પણ ઈહાદિમાં શબ્દાભિલાપ સંકેત કાળ આદિમાં સાંભળેલા શબ્દના અનુસરણ વિના ઘટતું નથી તો તે શ્રુતાનુસારી કેમ ન થાય?
ઉત્તર-૮૯- તમારો પ્રશ્ન યોગ્ય નથી પહેલાં શ્રુતપરિકર્મિત મતિવાળાને જ એ ઉત્પન્ન થાય છે એટલે કૃતનિશ્રિત કહેવાય છે. પણ વ્યવહારમાળે એમાં (અવગ્રહાદિ) શ્રુતાનુસારિતા નથી, આગળ કહેવાશે કે “પુવૅ સુયપરિમિયમફસ નં સંપર્ષ સુયાયં તે સુનિર્થિ'