________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૩
દોષોની પરંપરા સર્જાય છે તેથી ઇન્દ્રિય-મનોભવ જ્ઞાન પનિમિત્તક હોવાથી પરોક્ષ છે. અને મતિશ્રુતમાં અંતર્ભાવ હોવાથી પરમાર્થથી પરોક્ષ છે. અને સંવ્યવહારથી પ્રત્યક્ષ છે. એમ કહી શકાય.
પ્રશ્ન-૮૩
તમે પહેલાં મતિ-શ્રુતને સ્વામી-કાળ આદિ દ્વારા સમાન કહેવા દ્વારા પોતાના હાથે જ બળતા અંગારા પકડ્યા છે એમ છતાં સ્વામિત્વાદિથી વિશેષ ન હોવાથી મતિશ્રુત એક જ થઇ ગયા, ભેદ ન રહ્યો અને તેમ થતાં જ્ઞાનપંચકની સિદ્ધિ પણ નહી થાય કારણ ધર્મભેદમાં જ વસ્તુનો ભેદ હોય અને ધર્મ અભેદ હોય તો ઘટ અને ઘટસ્વરૂપની જેમ એ બંને અભેદ જ માનવો બરાબર છે.
--
ઉત્તર-૮૩ તે મતિ-શ્રુત સ્વામિત્વાદિથી અવિશેષ હોવા છતાં ભિન્ન છે. તેમાં લક્ષણભેદાદિ કૃત ભિન્નતા છે જોકે સ્વામી-કાલાદિથી મતિ-શ્રુત એક છે. તો પણ લક્ષણકાર્ય-કારણ ભાવાદિથી ભેદ છે જ. ઘટ-આકાશાદિ પણ સત્ત્વ-પ્રમેયત્વ-અર્થ ક્રિયાકારીત્વાદિથી સામ્ય હોવા છતાં તેમનામાં લક્ષણના ભેદથી ભેદ છે જ, તેમ અહીં પણ સમજવું જો ઘણા ધર્મભેદ હોવા છતાં કેટલાંક ધર્મની સામ્યતા માત્રથી જ અર્થોનું એકત્વ ગણો તો આખું વિશ્વ એક જ થઇ જાય. એવી કઇ વસ્તુ છે કે જે બીજી વસ્તુથી કેટલાક ધર્મોથી સમાન નથી ? તેથી સ્વામી આદિથી તુલ્ય છતાં લક્ષણાદિથી મતિશ્રુતની ભિન્નતા છે. તે જણાવે છે.
-
(૧) લક્ષણના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. (૨) હેતુ-ફળ ભાવથી ભેદ છે. (૩) મતિજ્ઞાન અવગ્રહાદિ અઠ્યાવીશ પ્રકારનું છે તથા શ્રુતજ્ઞાન અક્ષરશ્નતાદિ ચૌદ પ્રકારનું અથવા પર્યાયાદિ વીશ પ્રકારનું છે એમ ભેદના વિભાગથી બંનેમાં તફાવત છે. (૪) શ્રુતજ્ઞાન ફક્ત શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું છે જ્યારે મતિજ્ઞાન બીજી ઈન્દ્રિયોના વિષયવાળું પણ છે આમ ઈન્દ્રિય વિષયના ભેદથી બંને અલગ છે. (૫) મતિજ્ઞાન છાલ સમાન છે જ્યારે શ્રુતજ્ઞાન દોરડા સમાન છે જેમ છાલને વણીને તૈયાર કરતાં દોરડું બને છે તેમ પરોપદેશ અરિહંતાદિના વચનથી સંસ્કૃત થઈ વિશેષ અવસ્થા પામેલું મતિજ્ઞાન શ્રુત કહેવાય છે. (૬) અક્ષર અને અનક્ષરના ભેદથી પણ મતિ શ્રુતમાં તફાવત છે. (૭) મૂક અને અમૂકના ભેદથી પણ બંને અલગ છે. આ જ વાતને હવે વિસ્તારથી જણાવે છે.
૧) લક્ષણભેદ
કર્તા જ્ઞાન કર્મતા પામેલ જે વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક-મતિજ્ઞાન, જીવ જે સાંભળે તે શ્રુત, આ રીતે નંદિ સૂત્રોક્ત લક્ષણભેદથી મતિ-શ્રુતનો ભેદ છે. જેમકે ન ્ વિ सामित्ताईहिं अविसेसो, तह वि पुणोऽत्थाऽऽयरिआ नाणत्तं पण्णवयंति, तंजहा- अभिनिबुज्झइ ति
--