________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૭૮ – તમે જે ઇન્દ્રિયમનો નિમિત્ત જ્ઞાન પરોક્ષ છે' એ કહો છો તે ઉસૂત્ર છે. કારણકે, સૂત્રમાં કહ્યું છે “પષ્યRવું સુવિદં પન્નત્ત, તે ન વિયપત્રવવં ચ નોતિય પર્વ ત્ર',
ઉત્તર-૭૮ – સાચું છે, પરંતુ આ જે ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પ્રત્યક્ષતા કહી છે તે સંવ્યવહારમાત્રથી જ કહી છે, પરમાર્થથી તો તે પરોક્ષ જ છે.
एगंतेण परोक्खं लिंगियमोहाइयं च पच्चक्खं । इंदिय-मणोभवं जं तं संववहारपच्चक्खं ॥
એકાન્ત આત્મા અને ઇન્દ્રિય-મનના સાક્ષાત્કાર વિના ઉત્પન્ન થતું જે જ્ઞાન તે એકાન્તપરોક્ષ કહેવાય છે. તથા ઇન્દ્રિય-મનથી ગ્રહણ કરાયેલા બાહ્ય ધૂમાદિ લિંગમાં અગ્નિ આદિ વિષય જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એકાંતથી પરોક્ષ છે. ઇન્દ્રિય-મન અને આત્માનો વિષયગ્રાહ્યાર્થ એકાન્ત પરોક્ષ છે. અવધિ-મન:પર્યાય-કેવલ એ ત્રણે જ્ઞાન એકાન્ત આત્માના પ્રત્યક્ષ છે, કારણ કે એ ત્રણેય જ્ઞાનમાં બાહ્યલિંગ વિના અને ઇન્દ્રિય-મનથી નિરપેક્ષપણે જીવ વસ્તુનો સાક્ષાત્કાર કરે છે. ઇન્દ્રિય-મનથી થતું જ્ઞાન સંવ્યવહાર પ્રત્યક્ષ છે, ધૂમાદિ લિંગ વિના જ ઇન્દ્રિય-મનના સાક્ષાત્કારથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે ઇન્દ્રિય અને મનને પ્રત્યક્ષ થતું હોવાથી, લોકવ્યવહાર માત્રની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. વાસ્તવિક રીતે તો તે પ્રત્યક્ષ નથી પરોક્ષ જ છે. કેમકે, ઈન્દ્રિય અને મન અચેતન હોવાથી તેમાં જ્ઞાનનો અભાવ છે.
પ્રશ્ન-૭૯ – ભાષ્યકારે ક્યાંથી પ્રાપ્ત કર્યું કે ઇન્દ્રિય-મનોભવ જ્ઞાન સંવ્યવહારથી જ પ્રત્યક્ષ કે પરમાર્થથી નહિ ? કેમકે, આ સૂત્રમાં વિશેષથી તો કાંઈ જ કહ્યું નથી માત્ર નિયામ્' એમ સામાન્યથી જ કહ્યું છે.
ઉત્તર-૭૯ – સત્ય છે, અન્ય સ્થાને કહેલું છે - “ોઉં વિર્દ પન્નત્ત, તે નહીંમનિવોદિનાળ પરોઉં ૨, સુયા પરોઉં ", આભિનિબોધિક-ઋતથી ભિન્ન એવું કોઈ પણ ઇન્દ્રિય નિમિત જ્ઞાન નથી કે જે પરમાર્થથી પ્રત્યક્ષ થાય.
પ્રશ્ન-૮૦ – એમ હોય તો જે ધૂમાદિ લિંગ સિવાય જ સાક્ષાત્ ઇન્દ્રિયનિમિત્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરમાર્થથી પ્રત્યક્ષ ભલે થાઓ. અને જે ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયક લૈંગિક જ્ઞાન છે તેને પરોક્ષસ્વરૂપ મતિ-શ્રુત માનો. જેથી આગમના બંને પ્રદેશમાં કહેલાનું પણ સમર્થન થઈ જશે.
ઉત્તર-૮૦ – બરાબર નથી, કારણ કે, ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયક લૈંગિક જ્ઞાન માટે ઇન્દ્રિય નિમિત્ત બનતી નથી. કારણ કે ઇન્દ્રિય વર્તમાનકાલભાવી વસ્તુને જ