________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રયોગ :- यद् इन्द्रियमनोनिमित्तं ज्ञानं तदात्मनः परोक्षम्, संशयादिभावात्, आदि शब्दाद् विपर्ययऽनध्यवसाय-निश्चयपरिग्रहः । इन्द्रियमनोनिमित्ताऽसिद्धा - ऽनैकान्तिकविरुद्धानुमानाभासवत् ।
૫૦
ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન થાય છે તે પરોક્ષ છે. કેમકે, તે ઈન્દ્રિય અને મનના નિમિત્તથી સંશય-વિપર્યય-અનધ્યવસાય અને નિશ્ચય પણ થાય છે કારણ કે સાભાસ અનુમાન અને સત્ય અનુમાનનું ઈન્દ્રિયો અને મન કારણ છે. જેમકે - ઈન્દ્રિય-મનો નિમિત્ત જ્ઞાન પરોક્ષ છે. કેમકે તેમાં ઈન્દ્રિય અને મનો નિમિત્તે થતા અસિદ્ધઅનૈકાન્તિક અને વિરૂદ્ધ અનુમાનાભાસની જેમ સંશય-વિપર્યય અને અનધ્યવસાય થવા સંભવે છે.
२. यदिन्द्रिय-मनोनिमित्तं ज्ञानं तत् परोक्षम्, तत्र निश्चयसंभवात् धूमादेरग्न्याद्यनुमानवत् पुनः प्रत्ययत्क्षं तत्र संशय - विपर्ययाऽनध्यवसाय - निश्चया न भवन्त्येव यथाऽवध्यादिषु, इति विपर्ययः
જે ઈન્દ્રિય અને મન નિમિત્ત જ્ઞાન છે તે પરોક્ષ છે, કેમકે તેમાં પાછળથી નિશ્ચય થવાનો સંભવ છે જેવી રીતે ધુમના જ્ઞાનથી અગ્નિનું અનુમાન થાય છે. પરંતુ જે જ્ઞાન પ્રત્યક્ષ છે તેમાં સંશય-વિપર્યય - અનધ્યવસાય કે નિશ્ચય અવધિજ્ઞાનાદિની જેમ સંભવતા નથી.
પ્રશ્ન-૭૭ – નિશ્ચયસંભવ લક્ષણ હેતુ તો અવધિ આદિમાં પણ છે તેથી તે પણ અનૈકાન્તિક થશે ને ?
ઉત્તર-૭૭ એમ નથી, તમે કહેવાનો મતલબ જાણતા નથી, કારણકે અહીં જે સંકેતસ્મરણાદિ પૂર્વકનો નિશ્ચય છે તે વિવક્ષિત છે. તેવો નિશ્ચય અવધિ આદિમાં નથી. અવધિઆદિમાં તો વિશેષ જ્ઞાન છે એટલે કોઇ દોષ નથી.
અન્ય હેતુથી મતિ-શ્રુતને પક્ષ કરીને વિશેષથી તેના પરોક્ષત્વને સાધે છે.
मति श्रुते जीवस्य परोक्षे, परनिमित्तत्वात्, पूर्वोपलब्धसंबंधस्मरणद्वारेण जायमानत्वाद् વા, અનુમાનવત્ । મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પૂર્વે ઉપલબ્ધ થયેલા સંબંધ અને સંસ્મરણોથી ઉત્પન્ન થાય છે અથવા અનુમાનથી જાણી શકાય છે કારણ કે, પૂર્વે જે જે સ્મરણો થયેલા છે તે તે વિષયો વર્તમાનમાં જણાય કે સંબંધો ઉપલબ્ધ થાય છે તે જ મતિ અને શ્રુતજ્ઞાનના વિષયો બને છે કોઈપણ પ્રકારના પૂર્વના સંબંધો કે સ્મરણો વિના મતિ કે શ્રુત પ્રત્યક્ષથી કાંઈ જ બતાવી શકતા નથી, એટલે એમને બીજા-બીજા નિમિત્તોનો સહારો કાયમ લેવો જ પડતો હોવાથી જીવને માટે એ પરોક્ષ છે એ સિદ્ધ થાય છે.