________________
ગુજરાતી પ્રશ્નોત્તર
તેનાથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય જ છે. ઘરના ગવાક્ષમાં પ્રાપ્ત સ્રીઆદિ અર્થનું અનુસ્મરણ કરનાર દેવદત્ત જેમ ગવાક્ષના અભાવે પણ તેનું સ્મરણ કરી શકે છે તેમ તેનું અનુસ્મરણ કરનાર દેવદત્ત અર્થાત્ આત્મા જ છે કારણકે દેવદત્ત અત્યારે જે સ્મરણ કરી રહ્યો છે તે અર્થ ચક્ષુઆદિ ઇન્દ્રિયનો વિષય તો નથી જ.
૪૯
પ્રયોગ - ફત્હ યો યેલૂપ તેપિતરુપત્નબ્બાન/મનુસ્મરતિસ તત્રોપાવ્યા વૃ:, યથા ગૃહાવાક્ષોપલાનામર્થીનાં તદ્વિમેઽવ્યનુસ્મતા ટેવવત્તાવિઃ, આત્મા ઇન્દ્રિયના વિગમે પણ તેથી ઉપલબ્ધ અર્થને સ્મરણ કરે છે તેથી આત્મા જ ઉપલબ્ધા છે જો ઇન્દ્રિયો ઉપલબ્ધા હોય તો તેના નાશમાં કોનું અનુસ્મરણ થાય ? અન્ય દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનું અન્ય જો અનુસ્મરણ કરવા લાગે તો લક્ષણ અસત્ સ્થળમાં પણ બેસી જવાથી અતિવ્યાપ્તિ થઇ જાય. અને અનુસ્મરણ તો થાય જ છે આતો એક ખાયને બીજાનું પેટ ભરાય એવી વાત થઇ. તેથી ન નાનન્તીન્દ્રિયાળિ' એ પ્રતિજ્ઞા બરાબર છે તેમાં બાધક તરીકે તમે આપેલું અનુભવપ્રત્યક્ષનું દૃષ્ટાંત ભ્રમ છે પ્રમાણ નથી બની શકતું જે અમે કહેલા અનુમાનથી બાધિત છે.
જૈનમત :- કોનું દર્શન કહે છે કે સ્વતંત્ર રીતે ઉપલબ્ધિ કરનારી ઇન્દ્રિયો હોય છે ?
વૈશેષિક :- અમે કહીએ છીએ. કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. ‘આત્મા મનસા યુખ્યતે, મન રૂન્દ્રિયેળ, ફન્દ્રિયં વાર્થેન' એ વચનથી.
જૈનમત :- એમ વાત છે તો તોએ અનુમાનની જેમ પરિનમિત્તવાળુંજ થયું અને એનું પરોક્ષત્વ અમે પહેલાં જ ‘અવÆ પોશનયા નં ટુવ્યિયિ-મળા પરા તેનં'' ઇત્યાદિ ગ્રંથથી કહેલું છે. તો એની પ્રત્યક્ષતા ક્યાં રહી ?
વૈશેષિક ઃ- જ્ઞાનશૂન્ય એવી ઇન્દ્રિય પણ જ્ઞાનમાં નિમિત્ત હોવાથી, સાક્ષાત્ વપરાવાથી ઉપચાર થી ‘અક્ષમિન્દ્રિયં પ્રતિ વર્તતે' એ રીતે પ્રત્યક્ષતા કહેવાય છે.
જૈનમત ઃ- તો પછી ‘વૃન્દ્રિયોપધ્ધિ પ્રત્યક્ષમ્’ એ લક્ષણ અહીં ઘટતું નથી, કારણ એતો જીવની જ ઉપલબ્ધિ થઇ ગઇ. અને સંવ્યવહાર માત્રથી તો એની પ્રત્યક્ષતા અમે પછી માનવાના જ છીએ. આતો અમે જે પનિમિત્તકતા સિદ્ધ કરી તેને જ તમે સાધવા ગયા તેથી અહીં તમારા મતમાં સિદ્ધ સાધ્યતા દોષ આવશે.
૧. જેઓ માને છે કે ઈન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષ છે એમના મતે ઈશ્વરનું જ્ઞાન અને મનના નિમિત્ત વિના થતું યોગિઓનું જ્ઞાન અપ્રમાણ થશે. અને તેમના જીવ, મોક્ષ, પુણ્ય, પાપ આદિને જણાવનારા ગ્રંથો કલ્પિત થશે. કારણ કે, જીવાદિ પદાર્થો ઈન્દ્રિયો દ્વારા કોઈ પણ રીતે જાણી શકાતા નથી.
ભાગ-૧/૫