________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આ રીતે અર્થ વ્યાપન-ભોજન ગુણથી યુક્ત હોવાથી જીવનું અક્ષત્વ સિદ્ધ થાય છે. તું અક્ષ પ્રતિ સાક્ષાત્ તિથિનિરપેક્ષ વર્તત યજ્ઞાનું પ્રત્યક્ષમ્ અર્થાત્ ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન. અવધિ-મનપર્યવ અને કેવળ એમ ત્રણ પ્રકારનું છે.
પરોક્ષનું લક્ષણ
જે રીતે પુદ્ગલસ્કન્ધના સમૂહથી બનેલા દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્યમન જીવથી ભિન્ન છે તેમનાથી જીવમાં જે મતિ-શ્રુતલક્ષણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તત્ (ાન) તસ્ય (નીવર્ય) સાક્ષાત્ મનુત્ય, અનુમાનવત્ અપૌલિક હોવાથી જીવ અમૂર્ત છે. અને પૌદ્ગલિક હોવાથી દ્રવ્યન્દ્રિય-મન મૂર્તિ છે. અમૂર્તથી મૂર્તિ અલગ છે તેથી પૌગલિક ઇન્દ્રિય અને મનથી જે મતિ-શ્રુતલક્ષણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ધૂમની પ્રત્યક્ષતામાં થતા અગ્નિના જ્ઞાનની જેમ, દા.ત. પર્વતો વદ્ધિમાન ધૂમાત્ એ રીતે, જેમ કે પર્વત પર રહેલો અગ્નિ દેખાતો નથી પણ પર્વત પર ઉડતો ધુમાડો પ્રત્યક્ષપણે દેખાય છે એથી અનુમાન પ્રમાણનો આશ્રય લઈને આ પર્વત પર અગ્નિ છે એવું જ્ઞાન થાય છે આમ ધુમના નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન પરનિમિત્તક હોવાથી પરોક્ષ કહેવાય છે. તે રીતે મતિ-શ્રુત જ્ઞાન પણ પરનિમિત્તક હોવાથી જિનમતમાં પરોક્ષ કહેવાય છે. આ બાબતમાં અન્ય મતોની વિચારણા પણ જાણીએ.
વૈશેષિક મત :
અક્ષ એટલે સ્પર્શનાદિ ઇન્દ્રિયો નહિ કે જીવ. તે ઇન્દ્રિયોનું જે આ સાક્ષાત્ ઘટાદિ અર્થોપલબ્ધિ રૂપ- ઘટાદિજ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે બીજા બધા પરોક્ષ જ્ઞાન છે.
વૈશેષિકનો આ મત બરાબર નથી. કારણકે તે ઇન્દ્રિયો અચેતન છે તેથી જાણતી નથી ઘટની જેમ વસ્તુસ્વરુપને પ્રાપ્ત કરતી નથી. જેમકે – યતનું તત્ સર્વપિ ન નાનાતિ, યથા પાઃિ ઈન્દ્રિયો અચેતન છે તો તેમને ઉપલબ્ધિ ક્યાંથી થાય? કે જે પ્રત્યક્ષ થાય.
ઈન્દ્રિયો જ્ઞાન રહિત છે એની સિદ્ધિ માટેના મૂર્તિમત્વ-સ્પશમિત્વ વગેરે હેતુઓ છે. यथा अचेतनेन्द्रियाणि ज्ञानशून्यानि मूर्तिमत्त्वात् स्पर्शादिमत्तत्वात् ।
પ્રશ્ન-૭૬ – નિયાળ નાત્તિ એવી પ્રત્યક્ષવિરોધિ પ્રતિજ્ઞા તમે કરો છો પણ તેમની સાક્ષાત્ કારથી અર્થોપલબ્ધિ પ્રત્યક્ષ અનુભવથી સર્વ જીવોમાં પ્રસિદ્ધ છે તેનું શું?
ઉત્તર-૭૬ – ચક્ષુઆદિ ઇન્દ્રિયને કરણ તરીકે વાપરી તેનાથી વસ્તુનો જે બોધ થયો તે બોધ કરનાર આત્મા જ છે ઇન્દ્રિય નહિ કારણકે એ ચક્ષુઆદિ ઇન્દ્રિય નષ્ટ થઈ જાય તોપણ