________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૧ – આ રીતે જો બંનેમાં પરસ્પર તુલ્યતા હોય તો એક જ સ્થાને બંનેનો નિર્દેશ કરો સર્વજ્ઞાનોની પહેલા જ તેમનો નિર્દેશ શામાટે કરો છો?
ઉત્તર-૭૧ – મતિ અને શ્રુતજ્ઞાન હોય તો જ શેષ અવધિ આદિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ સિવાય નહિ, ક્યારેય એવું બન્યું નથી, છે નહિ કે થશે નહિ કે કોઈએ મતિ-શ્રુત પ્રાપ્ત કર્યા વિના પહેલાં જ અવધિ આદિ જ્ઞાન પ્રાપ્ત કર્યા હોય, કરે, કરશે. એટલે મતિ-શ્રુત જ્ઞાન જો ન હોય તો શેષજ્ઞાનો પણ ન હોય તેથી મતિ-શ્રુતનો પહેલાં નિર્દેશ કર્યો છે.
પ્રશ્ન-૭૨ – ઠીક છે, પરંતુ પહેલાં મતિ પછી શ્રુત એમ કરવાનું કારણ શું? વિપર્યય કેમ ન થાય? ઉત્તર-૭૨ – મધુવં ને સુયં તેorg મ, વિસિટ્ટો વા.
__ मइभेओ चेव सुयं तो मइसमणंतरं भणियं ॥८६॥ મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન છે. તેથી, શ્રુતપહેલા મતિ તીર્થંકર-ગણધરોએ કહી છે. પહેલાં અવગ્રહ ઇહા આદિ રૂપ મતિની પ્રવૃત્તિ વિના ક્યાય શ્રુતની પ્રવૃત્તિ થતી નથી. અથવા ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તદ્વારથી ઉત્પન્ન થતું બધું મતિજ્ઞાન જ છે. ફક્ત પરોપદેશ અને આગમના વચનથી થતું મતિથી ભિન્ન એવું જ કોઈ વિશિષ્ટ શ્રુતજ્ઞાન છે. તેથી મૂળભૂત એવી મતિનો પહેલાં નિર્દેશ કર્યો છે અને એના ભેદ સ્વરૂપ શ્રુતજ્ઞાનને તેના પછી સમંતર કહ્યું છે.
પ્રશ્ન-૭૩ – મતિ-શ્રુત પછી અવધિ અને ત્યારપછી મન:પર્યાય જ્ઞાનનો નિર્દેશ શા કારણે ?
ઉત્તર-૭૩ – કાલ-વિપર્યય-સ્વામિત્વ-લાભના સાધર્મથી મતિ-શ્રુત પછી અવધિ કહ્યું છે –તે આ રીતે સમજવું.
કાળ - સર્વ જીવાપેક્ષાએ અને એકજીવાપેક્ષાએ મતિ-શ્રુત અને અવધિનો કાળ સમાન છે. વિપર્યય - જે રીતે મિથ્યાત્વના ઉદયે મતિ-શ્રુત અજ્ઞાનરૂપે વિપર્યય પામે છે તેમ અવધિ પણ વિલંગ જ્ઞાનરૂપે પામે છે એ રીતે વિપર્યય સાધર્મે.
સ્વામિત્વ - મતિ-શ્રુતનો જે સ્વામી હોય છે તે જ અવધિનો પણ સ્વામી હોય છે.
લાભ (પ્રાપ્તિ) - ક્યારેક કોઇને આ ત્રણેયની પ્રાપ્તિ એક સાથે જ થાય છે. મિથ્યાત્વના લીધે વિલંગવાળા દેવાદિને સમ્યકત્વ પામતાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિસંગ જ્ઞાન એ