________________
૪૫
ગુજરાતી પ્રશ્નોત્તર
અનંત-અપ્રતિપાતી હોવાથી અંત વગરનું એવું કેવલજ્ઞાન. પ્રશ્ન-૬૯ – ભાષ્યકારે આભિનિબોધિકાદિ જ્ઞાનવાચક નામોની જ વ્યુત્પત્તિ કરી છે, જ્ઞાનશબ્દની તો ક્યાંય પણ વ્યુત્પત્તિ નથી કરી તે કઈ રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર-૬૯ – “વે વેત્યાદ્રિ' પ્રક્રમથી પ્રાપ્ત એવો જ્ઞાન શબ્દ આભિનિબોધિક શ્રુતાદિ સાથે (જ્ઞાનાભિધાયકનામો) સમાનાધિકરણમાં પ્રાયઃ સ્વયં જોડવો તે પ્રસ્તુતમાં દરેક સ્થાને જોડેલો જ છે. દા. ત. નિવોધિ તત્ જ્ઞાનં ૨ રૂત્યાદ્રિ ! ક્યાંક વૈયધિકરણ સમાસ પણ મન:પર્યાય જ્ઞાનમાં બતાવ્યા મુજબ સંભવે છે જેમકે, મનના પર્યવોનું જ્ઞાન. તેથી પ્રાયનું ગ્રહણ કર્યું છે. બીજા સ્થળે પણ આભિનિબોધિકની વ્યુત્પત્તિમાં વસ્તુ અર્થ કર્યો છે, શ્રુતમાં શબ્દ અર્થ કર્યો છે, અવધિમાં મર્યાદા અર્થ કર્યો છે ત્યારે ત્યાં ત્યાં પણ વ્યધિકરણમાં જ્ઞાન શબ્દનો પ્રયોગ કરેલો છે, એમ જ્યાં જે રીતે ઘટે તે રીતે સમજવું.
પ્રશ્ન-૭૦ – પરંતુ શરૂઆતમાં મતિ-શ્રુતનોજ ઉપન્યાસ શા માટે કર્યો છે બીજા જ્ઞાનોનો કેમ નહિ? ઉત્તર-૭૦ – ૪ સામી-વન-વ-વિલય-પરોવત્ત તુકારું છે
तब्भावे सेसाणि य तेणाईए मइसुयाई । સ્વામી-કાળ-કારણ વિષય-પરોક્ષત્વથી મતિ-શ્રુત સમાન હોવાથી શરૂઆતમાં તેનો નિર્દેશ કર્યો છે. તે આ રીતે – મતિજ્ઞાન એ આભિનિબોધિક જ્ઞાનના સમાન અર્થમાં છે, કેમકે ઉત્પત્તિકી આદિ બોધરૂપ મતિ એ જ્ઞાનમાં મુખ્ય હોવાથી, આભિનિબોધિક જ્ઞાનને મતિજ્ઞાન પણ કહેવાય છે.
સ્વામી - તે બંનેનો એક જ છે “મના તત્ય સુચનાળ” એવા આગમના વચનથી કાળ - બે પ્રકારે છે એક વિવિધજીવની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાથી, આ બંને પ્રકારનો કાળ બંનેમાં સમાન જ છે. સર્વજીવની અપેક્ષાએ બંનેનો સર્વકાળ ઉચ્છેદ નથી. અને એકજીવની અપેક્ષાએ તો બંને નિરંતર સાધિક ૬૬ સાગરોપમની સ્થિતિવાળા છે.
કારણ - ઇન્દ્રિય-મનરૂપ અને સ્વાવરણ ક્ષયોપશમરૂપ કારણ પણ બંનેમાં સમાન છે. વિષય:- બંને સર્વદ્રવ્યાદિનો વિષય બનતા હોવાથી તુલ્ય છે. પરોક્ષત્વ - બંને ઇન્દ્રિય અને મનરૂપી પરનિમિત્તથી થતાં હોવાથી સમાન છે.