________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૬૬ પાંચ જ્ઞાનો કયા કયા છે ?
ઉત્તર-૬૬
કેવલજ્ઞાન.
1
-
૧) આભિનિબોધિક (મતિ) જ્ઞાન -
अत्थाभिमुही नियओ बोहो जो सो मओ अभिनिबोहा । सो चवाऽऽभिणिबोहिअमहव जहाजोगमाउज्ज ॥४०॥
૪૩
આભિનિબોધિકજ્ઞાન (મતિ), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન,
અર્થાભિમુખ નિયત જે બોધ તે અભિનિબોધ. બોધ તો ક્ષયોપશમની ન્યૂનતાથી અનિશ્ચયાત્મક પણ હોય, એથી નિયત - નિશ્ચિત નિશબ્દથી વિશેષ કરાયો છે. એમ અવગ્રહ પણ નિશ્ચિત ને ગ્રહણ કરે છે. નહિતો, અવગ્રહનો કાર્યભૂત અપાય પણ નિશ્ચયાત્મક ન થાય.
પ્રશ્ન-૬૭ – નિયત એ અર્થાભિમુખ જ હોય છે, તેથી નિયતત્વ જ વિશેષણ ભલે હોય, અભિમુખ્ય વિશેષણની શી આવશ્યકતા છે ?
ઉત્તર-૬૭ – તમારી વાત બરાબર નથી, બીજ ચંદ્રનું જ્ઞાન અંધકારી પ્રત્યે નિયત હોવા છતાં અભિમુખ્યતા - તેના અર્થની અભિમુખ ન હોય તો એ જ્ઞાન હોવા છતાં કાંઈ કાર્ય કરી શકવા સમર્થ બનતું નથી એટલે અર્થાભિમુખ નિયત જે બોધ છે તેજ તીર્થંકર ગણધરાદિઓને માન્ય છે.
અર્થાભિમુખ નિયત બોધમાં થયેલું આમિનિોધિમ્ તન્મયં, તન્નિવૃત્ત વા તત્ત્વયોનનું એવું જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન. અથવા જ્ઞાન, ક્ષયોપશમ, આત્મા તદ્વાચ્ય છે.
-
પ્રશ્ન-૬૮ આત્મા-ક્ષયોપશમને જો આભિનિબોધિક શબ્દથી વાચ્ય કરો છો તો તે બંનેની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા કઈ રીતે થાય ?
ઉત્તર-૬૮ – સાચી વાત છે, આત્મા એ જ્ઞાનનો આશ્રય છે, અને ક્ષયોપશમ એ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી અહીં પણ આભિનિબોધિક શબ્દ જ્ઞાનમાં રહે છે તેથી જ્ઞાનની સાથે તેનું સમાનાધિકરણ ઘટે છે.
૨) શ્રુતજ્ઞાન :
શ્રૂતે આત્મના તવિતિ શ્રુતં શવ્વઃ, અથવા બ્રૂયતેનેન શ્રુતજ્ઞાનાવરળક્ષયોપશમેન, શબ્દ એ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી અને ક્ષયોપશમ તેનો હેતુ હોવાથી આત્માની સાથે તેના કંઈક અભિન્ન ઉપચારથી શ્રુતં જ્ઞાનં શ્રુતજ્ઞાનમ્ ।