________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૧ પર્યાયાસ્તિકને માન્ય છે અન્યને નથી. કેમકે બીજા નયો તો ભાવના આલંબન સિવાય માત્ર દ્રવ્યને જ ગ્રહણ કરે છે.
પ્રશ્ન-૬૪- નૈગમાદિ નયો પ્રસિદ્ધ હોવાથી તેમનાથી જ વિચારવું જોઈએ અને તે નયો આ બે નયમાં જ અંતર્ભાવ છે તો શેનો શેમાં અંતર્ભાવ છે?
ઉત્તર-૬૪– નૈગમન સામાન્યપ્રાણી સંગ્રહમાં અને વિશેષગ્રાહી વ્યવહારમાં અંતર્ભત છે. સંગ્રહ-વ્યવહાર તો આ બે માંથી દ્રવ્યાસ્તિકનયને સ્વીકારે છે શેષ ચાર પર્યાયાસ્તિક નયને અનુસરે છે. શ્રી સિદ્ધસેનસૂરિના મતે ઋજુસૂત્ર નય પર્યાયાસ્તિક નયમાં અંતર્ભત થાય છે પરંતુ, સિદ્ધાંતના મતે ઋજુસૂત્ર પણ દ્રવ્યાસ્તિકમાં અંતભૂત છે -
આ સંબંધમાં અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે – “કનુસુપ્ત ને અણુવારે ગામો જ વ્યાવસય પુરૂં નેચ્છ "
આ રીતે ઋજુસૂત્રને દ્રવ્યવાદિ બતાવ્યો છે તે પર્યાયાસ્તિકાન્તર્ગત કઈ રીતે થાય? પ્રશ્ન-૬૫– સંગ્રહાદિનો નામ-સ્થાપનાદિ નિક્ષેપને એકત્વથી માને છે કે ભેદથી માને છે?
ઉત્તર-૬૫ – સંગ્રહનય સામાન્યગ્રાહી છે, તેથી નામાદિ ત્રણેને પ્રત્યેક એકત્વથી માને છે જે કોઈપણ નામમંગલો છે તે બધા એક નામમંગલ છે. તે રીતે સ્થાપના-દ્રવ્ય મંગલોને પણ સમજવા.
વ્યવહારનય વિશેષગ્રાહી છે તેથી નામાદિ નિક્ષેપોને ભેદથી સ્વીકારે છે. જેટલા નામસ્થાપનાદિ મંગલો છે તે બધા ભિન્ન-ભિન્ન છે એમ માને છે.
શબ્દ-જુસૂત્રનય - પર્યાયવાચી હોવાથી નામાદિ ત્રણને છોડીને ભાવનિક્ષેપને જ સ્વીકારે છે કારણકે એ બંને નયો ઉપરના ત્રણ નયોથી વિશુદ્ધ છે એટલે વિભિન્ન પર્યાયવાળા ભાવોને એક તરીકે સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ અને એવંભૂત નયની અપેક્ષાએ અવિશુદ્ધ હોવાથી અનેક પર્યાયથી કહેવા યોગ્ય ભાવનિક્ષેપનો સંગ્રહ કરી એકરૂપે જ માને છે, તે કારણથી આ નયોને વિનોનો ઉપશામક-નાશક કે અનિષ્ટ નાશક વગેરે જે કોઈ મંગલ શબ્દથી વાચ્ય હોય તે સર્વે એક જ ભાવ મંગલ છે.
સમભિરૂઢ-એવંભૂત નય - ઋજુસૂત્ર-શબ્દની અપેક્ષાએ વિપરિત ભિન્ન અનેક પર્યાયથી અભિધેય ભાવોને એકરૂપે સ્વીકારતા નથી પરંતુ ભિન્ન-ભિન્ન સ્વીકારે છે જેમકે સમભિરૂઢ મતથી મંગલશબ્દ વાચ્ય ભાવમંગલ અન્ય છે અને પ્રત્યેક પ્રયૂહ-ઉપશમાદિ પર્યાયવાચ્ય