________________
૨૩
ગુજરાતી પ્રશ્નોત્તર
જો બીજો પક્ષ માનો છો તો - સામાન્યમેવાસી, તનન્યત્વતિ, સામાન્યાત્મવત્,
યદ્ યમદ્દિનચં તત્ તવ યથા સામવિશ્લેવાત્મા, આ સિદ્ધાંતને લઈને વિશેષ સામાન્ય જ બની જશે, એટલે વિશેષની વિદ્યમાનતા સામાન્યાન્તર્ગત બની જશે. એ રીતે,
જો અતિપક્ષપાતિતાથી સામાન્યમાં પણ વિશેષનો ઉપચાર કરો તો ક્યાંય કાંઈ વાંધો નથી. કારણકે ઉપચારથી કહેવાતો ભેદ તાત્ત્વિક એકત્વને બાધ કરવા સમર્થ નથી, તેથી સામાન્ય જ છે વિશેષ નથી. વિશેષ એ સામાન્યથી અભિન્ન જ છે. સામાન્યમાં જ વિશેષ સમાઈ જાય છે એટલે વિશેષનો સ્વીકાર વ્યર્થ થઈ જશે. વિશેષવાદી સંગ્રહ ચાલો, તમારી વાત માની લીધી છતાં અમે બીજી રીતે તમને કહીશું કે -
પ્રશ્ન-૩૬ – તમે પણ વનસ્પતિસામાન્યને બકુલ-અશોક-ચંપક-નાગ-પુન્નાગ-આમ્રસર્જ-અર્જુનાદિ વિશેષોથી અર્થાન્તર માનો છો કે અનર્થાન્તર ?
ઉત્તર-૩૬ – સામાન્ય સિવાય વિશેષ એવો કોઈ પદાર્થ જ નથી. કારણ કે આંબાના સમુદાયની જેમ આંબો પણ મુળાદિ ગુણવાળો હોવાથી વનસ્પતિ જ છે તે સિવાય કાંઈ જ નથી, તે જ રીતે બકુલ-અશોકાદિ પણ વનસ્પતિ જ છે. આમ, સર્વવસ્તુઓ સામાન્ય જ થઈ તો વિશેષ ક્યાં રહ્યું? અને જો સામાન્ય સિવાય વિશેષ પદાર્થ છે તો તે તેનાથી ભિન્ન છે અભિન્ન ?
જો પ્રથમ વિકલ્પ માનો તો - નાતિ વ ત વિશેષવ્યતિરિખ ૩પત્નવ્યિક્તHIBIR तस्योपलम्भव्यवहाराभावात्, खरविषाणवत् । अथानुपलब्धिलक्षणप्राप्तं तदभ्युपगमते - नास्त्येव ત, વિશેષેગ્ય: સર્વથાડવાન્ સુમવત્ જો બીજો વિકલ્પ માનો તો – વિશેષા વ ત, तेभ्योऽनर्थान्तरभूतत्वात्, विशेषानामात्मस्वरुपवत्,
તમે જો વિશેષોમાં પણ સામાન્યનો ઉપચાર કરો છો તો પણ અમને કોઈ વાંધો નથી. કારણ કે ઔપચારિક એકત્વ તાત્વિક અનેકત્વને બાધિત કરતું નથી.
નૈગમ અને વ્યવહાર નય લોકવ્યવહાર તત્પર છે તે લોક વ્યવહાર પણ ત્યાગગ્રહણાદિ પ્રાયઃ વિશેષથી જ ચાલતું દેખાય છે. સામાન્ય વ્રણપિંડી આદિ વિષયમાં લોકમાં ઉપયોગ વગરનું છે. “વન” “સેના' વગેરે ક્યાંક કોઈક સ્થાને સામાન્યનો ઉપયોગ થતો પણ દેખાય છે તેથી પ્રાયઃ કહ્યું છે.